AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ પંપ પર પેટ્રોલ- ડીઝલ ઓછું કે ખરાબ મળે તો શું કરવું? આ રીતે કરો ફરિયાદ, કસૂરવાર સંચાલકનું લાયસન્સ રદ થશે

તમામ પેટ્રોલ પંપમાં ફરિયાદ પેટી અથવા રજિસ્ટર રાખવામાં આવે છે. જો તમને કોઈ ફરિયાદ હોય તો તમે આ રજિસ્ટરમાં ફરિયાદ લખી શકો છો. આ સિવાય તમે સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમના પોર્ટલ એટલે કે https://pgportal.gov.in/ પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો.

પેટ્રોલ પંપ પર પેટ્રોલ- ડીઝલ ઓછું કે ખરાબ મળે તો શું કરવું? આ રીતે કરો ફરિયાદ, કસૂરવાર સંચાલકનું લાયસન્સ રદ થશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 9:11 AM
Share

ઘણી વખત એવું બને છે કે આપણે પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પેટ્રોલ પંપ પર જઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણને ઇંધણ ઓછું મળ્યું છે. આપણે ઈચ્છીએ તો પણ આ અંગેની ફરિયાદ કરી શકતા નથી. ઘણી વખત પેટ્રોલ પંપ પર કોઈને આ વિશે ફરિયાદ કરવા છતાં સંચાલક સાંભળતા નથી. ઘણીવાર ગેરવર્તનનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી. અહીં તમે આ વિશે ફરિયાદ કરી શકો છો.

ક્યાં ફરિયાદ કરશો?

જો HP પેટ્રોલ પંપ પર કોઈ સમસ્યા હોય તો તમે HP ગેસ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-2333-555 પર ડાયલ કરીને ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે HP ના ઓનલાઈન પોર્ટલ પર પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

જો ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર કોઈ સમસ્યા હોય તો ઈન્ડિયન ઓઈલના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 18002333555 પર ડાયલ કરીને ફરિયાદ કરી શકો છો.

આ વેબસાઇટ પર ફરિયાદ કરી શકાય

જો આવી કોઈ ફરિયાદ હોય તો તમે આ પોર્ટલ https://pgportal.gov.in/ પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની વેબસાઈટ પર જઈને આ અંગે ફરિયાદ કરી શકો છો.

સંચાલકનું લાયસન્સ પણ રદ થઈ શકે છે

જો તમે પેટ્રોલ પંપ વિરુદ્ધ ફરિયાદ કરો છો અને તપાસમાં તે દોષી સાબિત થશે તો તેના પર દંડ થશે. આ સાથે જો મામલો વધુ ગંભીર બનશે તો તે પેટ્રોલ પંપનું લાયસન્સ રદ થઈ શકે છે.

આ સુવિધાઓ પેટ્રોલ પંપ પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે

  • હવાનો પંપ
  • પેટ્રોલ અને ડીઝલ બિલ મેળવવાનો અધિકાર
  • ફર્સ્ટ એઇડ બોક્સની સુવિધા
  • સ્વચ્છતાની સુવિધાઓ
  • ઈમરજન્સીમાં ફોન કોલ કરી શકાય છે
  • પીવા માટે શુદ્ધ પાણી

આ રીતે પણ  તમે ફરિયાદ નોંધાવી શકો છો

આ સાથે તમામ પેટ્રોલ પંપમાં ફરિયાદ પેટી અથવા રજિસ્ટર રાખવામાં આવે છે. જો તમને કોઈ ફરિયાદ હોય તો તમે આ રજિસ્ટરમાં ફરિયાદ લખી શકો છો. આ સિવાય તમે સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમના પોર્ટલ એટલે કે https://pgportal.gov.in/ પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">