શું છે ક્રૂઝ અને યાટ વચ્ચેનો તફાવત ?, ભારતના આ 5 VIP પાસે છે કરોડોની કિંમતના પ્રાઈવેટ યાટ

ભારતમાં પ્રાઈવેટ ક્રૂઝ તો કોઈની પાસે નથી પણ ભારતના બિઝનેસ ટાયકૂન્સ હોય કે સેલિબ્રિટી બંને તેમની ઉડાઉ ખરીદીથી પ્રાઈવેટ જેટ , વેનિટી વાન ખરીદતા હોય છે. ત્યારે આવી ઉડાઉ ખરીદીઓમાંનું એક યાટ પણ છે.

શું છે ક્રૂઝ અને યાટ વચ્ચેનો તફાવત ?, ભારતના આ 5 VIP પાસે છે કરોડોની કિંમતના પ્રાઈવેટ યાટ
What is the difference between a cruise and a yacht
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 5:46 PM

વિશ્વના સૌથી લાંબા ક્રૂઝ ગંગા વિલાસના રૂપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્થાનિક લોકોને ખાસ ભેટ મળી છે. ગંગા દર્શન માટે સરકાર દ્વારા લોકોને ક્રૂઝની મોટી ભેટ આપવામાં આવી છે. જે ક્રૂઝ અનેક સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવ્યું છે. ત્યારે યાટ અને ક્રૂઝને લઈને લોકોમને ઘણી દુવિધા હોય છે અને યાટ અને ક્રૂઝને સમજવા લોકો ભૂલ કરતા હોય છે. ત્યારે કોને ક્રૂઝ કહેવાય અને કોને યાટ અને તે વચ્ચેનું અંતર શું છે તે આપણે જાણીશું.

યાટ અને ક્રુઝ શિપ વચ્ચેનો તફાવત

યાટ અને ક્રુઝ શિપ વચ્ચેનો એક મુખ્ય તફાવત એ છે કે યાટ નાનું હોય છે જ્યારે ક્રૂઝ ઘણું મોટું અને વિશાળ હોય છે. તેમજ યાટમાં તમે જ્યાં જાઓ છો તે પસંદ કરી શકો છો. પણ ક્રુઝ તેનાથી વિપરીત છે જ્યાં અમુક ડેસ્ટિનેશન સમય મુજબ પ્રૂર્વ નિર્ધારીત કરેલા હોય છે, તેમજ યાટમાં તમે ગમે તેટલો ટાઈમ સ્પેન્ટ કરી શકો છો. તેમજ યાટ તમારે પ્રાઈવેટ બુક કરાવાનું હોય છે જેમાં તમે તમારા લીમિટેડ મિત્રો કે પરિવારના સભ્યો સાથે જઈ શકો છો. પણ ક્રૂઝમાં ઘણા અન્ય પણ મુસાફરો સામેલ હોય છે. તમે ફક્ત યાટ પર મહેમાન જ નથી, પરંતુ દૈનિક પ્રવાસના નિયંત્રણમાં છો જેમાં ઑન- અને ઑફ-બોર્ડ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

ભારતના આ VIP પાસે છે પ્રાઈવેટ યાટ

ભારતમાં પ્રાઈવેટ ક્રૂઝ તો કોઈની પાસે નથી પણ ભારતના બિઝનેસ ટાયકૂન્સ હોય કે સેલિબ્રિટી બંને તેમની ઉડાઉ ખરીદીથી પ્રાઈવેટ જેટ , વેનિટી વાન ખરીદતા હોય છે. ત્યારે આવી ઉડાઉ ખરીદીઓમાંનું એક યાટ પણ છે. આ યાટનો ઉપયોગ તેઓ સામાન્ય રીતે પોતાના મોજશોખ માટે તેમજ વેકેશન માણવા માટે કરતા હોય છે. ત્યારે આપણા ભારતમાં આ ટોપ બિઝનેસ ટાઈકૂન્સ તેમજ ફિલ્મસ્ટાર પાસે કરોડો રુપિયાના પોતાનું પ્રાઈવેટ યાટ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

આ પણ વાંચો: વિશ્વની સૌથી લાંબી ક્રૂઝ ગંગા વિલાસમાં સફર કરવા માગો છો? વાંચો કેટલું રહેશે ભાડું અને કેટલા દિવસની રહેશે મુસાફરી, જુઓ VIDEO

1. મુકેશ અંબાણી

ભારતીય બિઝનેસ મેને મુકેશ અંબાણીને યાટ પસંદ છે અને તેઓ પાસે સમુદ્રમાં તરતા મહેલ જેવુ યાટ છે . જે લગભગ 58 મીટર લાંબુ અને 38 મીટર પહોળુ છે તેમજ 3 ડેક લક્ઝુરિયસ અને અનોખા આકારની બનાવટ વાળુ છે. ત્યાં એક લિફ્ટ છે જે ડેકને જોડે છે. આ યાટની કિંમત લગભગ 78 મિલિયન પાઉન્ડ સ્ટર્લિંગ હોવાની એક અફવા છે.

2. લક્ષ્મી મિત્તલ

લક્ષ્મી મિત્તલ એક ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક આર્સેલર મિત્તલના CEO અને ચેરમેન છે. તેઓ સ્ટીલ અને મેગ્નેટ ઉદ્યોગ સાથે જોડાયેલ છે અને તેમની પાસે વિશ્વની સૌથી મોટી યાટ પૈકીની એક છે જે અમીવી નામની લગભગ 80 મીટરની છે. ક્રૂઝમાં 8 VIP સ્ટેટરૂમ છે. મિત્તલની પોતાની કેબિન છે જેમાં ભવ્ય ફર્નિચર અને બાથરૂમમાં ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાટ લગભગ 113 પાઉન્ડ સ્ટર્લિંગ છે અને તે નેધરલેન્ડ્સમાં બનાવવામાં આવી હતી.

3. સલમાન ખાન

‘ટાઈગર ઑફ બૉલીવુડ’ એટલે કે સલમાન ખાન પોતે કેટલીક ખાસ વસ્તુઓનો માલિક છે અને તેમાની એક યાટ પણ છે. જે ક્રૂઝને અભિનેતાએ 2016 માં પોતાના 50માં જન્મદિવસ પર 3 કરોડ રુપિયામાં ખરીદી હતી. ત્યારે સલમાન તેના નજીકના મિત્રો અને પરિવારજનો સાથે પોતાના પ્રાઈવેટ યાટ પર ઘણી બધી પાર્ટીઓનું આયોજન કરે છે. અભિનેતા તેના નજીકના મિત્રો સાથે ટાઈમ સ્પેન્ટ કરવા માટે તેના આ યાટનો ઉપયોગ કરે છે.

4. ગૌતમ સિંઘાનિયા

રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા MY ASHENA નામની લક્ઝુરિયસ યાટ ધરાવે છે. ત્યારે તેમને લક્ઝરી વાહનો એકત્રિત કરવાનો સોખ છે અને તેમની યાટ પણ તેમાંની જ એક છે. ત્રણ ડેક વારી લક્ઝુરિયસ યાટ સંપૂર્ણપણે બર્મા સાગના લાકડામાંથી બનેલી છે. આ યાટને બનતા 5 વર્ષમાં લાગ્યા હતા. એવું કહેવાય છે કે ગૌતમે આ યાટપાછળ 51 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

5. અનિલ અંબાણી

ભારતીય બિઝનેસ ટાયકૂન અનિલ અંબાણીએ તેમની પત્ની ટીના અંબાણીને એક લક્ઝુરિયસ યાટ ભેટમાં આપી હતી. બાંધકામ અને આયાત શુલ્ક સહિત, અનિલ અંબાણીએ લગભગ 63 મિલિયન પાઉન્ડ સ્ટર્લિંગ ચૂકવ્યા હતા. યાટ સામાન્ય રીતે ગેટવે ઓફ ઈન્ડિયાની નજીક મુકવામાં આવી છે અને દંપતી તેના પર વિદેશી સ્થળોએ મુસાફરી માટે જાય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">