AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Defective ITR શું છે? નોટિસ મળે તો આ રીતે રિટર્નમાં થયેલી ભૂલ સુધારી લો

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાનો તબક્કો શરૂ થઈ ગયો છે. ઈન્કમટેક્સ રિટર્ન (Income Tax Return)ભરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ અન્યથા જો કોઈ ભૂલ થાય છે, તો તમારું ITR રિટર્ન પણ ખામીયુક્ત રિટર્ન (Defective ITR) તરીકે જાહેર થઈ શકે છે. જો આવકવેરા રીટર્ન ખામીયુક્ત બને છે

Defective ITR શું છે? નોટિસ મળે તો આ રીતે રિટર્નમાં થયેલી ભૂલ સુધારી લો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 10:06 AM
Share

ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાનો તબક્કો શરૂ થઈ ગયો છે. ઈન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return)ભરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ અન્યથા જો કોઈ ભૂલ થાય છે, તો તમારું ITR રિટર્ન પણ ખામીયુક્ત રિટર્ન (Defective ITR) તરીકે જાહેર થઈ શકે છે. જો આવકવેરા રીટર્ન ખામીયુક્ત બને છે, તો તમારા આવકવેરા વિભાગ તરફથી નોટિસ (Income Tax Notice) પણ આવી શકે છે. ભલે આવકવેરા વિભાગની નોટિસનું નામ સાંભળતા જ લોકોમાં ગભરાટ આવવા લાગે છે પરંતુ ખામીયુક્ત એટલેકે Defective ITR સુધારવું પણ ખૂબ જ સરળ છે.

Defective ITR શું છે?

Defective ITR એટલે કે તમારા ITRમાં ભૂલ છે. આ ભૂલ તમારા નામની સ્પેલિંગ પણ હોઈ શકે છે. એટલે કે, જો તમારા નામનો સ્પેલિંગ તમારા PAN કાર્ડના સ્પેલિંગ સાથે મેળ ખાતો નથી, તો પણ તમારું ITR જે Defective જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં, તમને આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(9) હેઠળ નોટિસ મળી શકે છે.

કયા કારણોસર ITR ખામીયુક્ત હોઈ શકે છે?

  1. જો PAN અને ITRમાં તમારા નામનો સ્પેલિંગ મેળ ખાતો નથી
  2. જો તમે ITR ફાઇલ કરતી વખતે ખોટો ચલણ નંબર દાખલ કર્યો હોય
  3. આગલા ખોટા આકારણી વર્ષ માટે એડવાન્સ ટેક્સ ચૂકવવામાં આવે તો પણ આવું થઈ શકે છે.
  4. કેટલીકવાર એમ્પ્લોયર દ્વારા ખોટા TDS રિટર્ન ફાઈલ કરવામાં આવે છે, જેના કારણે આવું થાય છે.
  5.  જો તમારા 26AS, AIA અથવા TIS ફોર્મમાં કોઈ ખોટી માહિતી છે, તો ITR ખામીયુક્ત હોઈ શકે છે.
  6. જો આવક અને TDS વચ્ચે મેળ ન હોય તો પણ તમારું ITR ખામીયુક્ત સાબિત થઈ શકે છે.
  7. જો ટેક્સ ઓડિટ જરૂરી છે પરંતુ તે થયું નથી તો ITR પણ ખામીયુક્ત હોઈ શકે છે.
  8. જો કોઈ વ્યક્તિએ તેની ટેક્સની રકમ કરતાં ઓછો ટેક્સ જમા કરાવ્યો હોય તો પણ તેના ITRને ખામીયુક્ત જાહેર કરતી નોટિસ મોકલી શકાય છે.

ભૂલ કેવી રીતે સુધારવી?

જો કોઈપણ આકારણી વર્ષમાં ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ પસાર થઈ નથી તો તમે Revised ITR ફાઇલ કરી શકો છો અથવા નવી ITR ફાઇલ કરી શકો છો. જો તમારી કુલ આવક અને કપાતમાં કોઈ ફેરફાર ન થયો હોય તો તમે નવેસરથી ITR ફાઇલ કરી શકો છો, નહીં તો તમારે સુધારેલી ITR ફાઇલ કરવી પડશે. ધ્યાનમાં રાખો કે આ વર્ષ (નાણાકીય વર્ષ 2022-23 અને મૂલ્યાંકન વર્ષ 2023-24) માટે સુધારેલ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2023 છે.જો આ છેલ્લી તારીખ પસાર થઈ જાય તો તમારે નોટિસનો જવાબ આપવો પડશે.

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">