અંકલેશ્વરમાં ફરી જળ પ્રદુષણની સમસ્યા, ઓવરફ્લો થયેલ પંપીગ સ્ટેશનનું પ્રદુષિત પાણી આમલખાડીમાં વહ્યુ

અંકલેશ્વરમાં ફરીથી જળ પ્રદુષણની સમસ્યા ઊભી થઈ છે. મોઠીયા નજીક એફલુઅન્ટ પાઈપલાઈનમાં ભંગાણ થતા, કેમિકલ વેસ્ટ પાણી ના છોડવા ઉદ્યોગોને જાણ કરી છે. આમ છતા કેટલાક ઉદ્યોગોએ તેમનુ પ્રદુષિત પાણી એફ્લુઅન્ટ પાઈપ લાઈનમાં છોડતા સમસ્યા સર્જાઈ છે. એફલુઅન્ટમાંથી ઓવરફ્લો થયેલ પ્રદુષિત પાણી આમલાખાડીમાં ભળી રહ્યું છે. અંકલેશ્વર અને આસપાસના વિસ્તારમાં વારંવાર નદી નાળામાં ભળતા રસાયણયુક્ત […]

અંકલેશ્વરમાં ફરી જળ પ્રદુષણની સમસ્યા, ઓવરફ્લો થયેલ પંપીગ સ્ટેશનનું પ્રદુષિત પાણી આમલખાડીમાં વહ્યુ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 18, 2020 | 6:31 PM

અંકલેશ્વરમાં ફરીથી જળ પ્રદુષણની સમસ્યા ઊભી થઈ છે. મોઠીયા નજીક એફલુઅન્ટ પાઈપલાઈનમાં ભંગાણ થતા, કેમિકલ વેસ્ટ પાણી ના છોડવા ઉદ્યોગોને જાણ કરી છે. આમ છતા કેટલાક ઉદ્યોગોએ તેમનુ પ્રદુષિત પાણી એફ્લુઅન્ટ પાઈપ લાઈનમાં છોડતા સમસ્યા સર્જાઈ છે. એફલુઅન્ટમાંથી ઓવરફ્લો થયેલ પ્રદુષિત પાણી આમલાખાડીમાં ભળી રહ્યું છે. અંકલેશ્વર અને આસપાસના વિસ્તારમાં વારંવાર નદી નાળામાં ભળતા રસાયણયુક્ત પાણીના કારણે જળચરો ઉપર ખતરો વધી ગયો છે.

અંકલેશ્વરમાં ઔદ્યોગિક એકમોનો રાસાયણિક કચરો આમલાખાડીમાં વહેવડાવી દેવાતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પર્યાવરણવાદી સંસ્થાએ વિડીયો જાહેર કરી તતકલીક પ્રદુષણ અટકાવવા માંગ કરી છે. ભરૂચ જિલ્લામાં પ્રવાહી રાસાયણિક કચરાના નિકાલની વર્લ્ડ બેસ્ટ ટેક્નોલોજી ઉપલબ્ધ હોવા છતાં વારંવાર પ્રસાશનની ફરિયાદો ઉઠે છે. આજે વધુ એકવાર રાસાયણિક કચરો નદી નાળામાં ઠલવાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. પર્યાવરણવાદી સંસ્થાએ અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીકના વિસ્તારમાં પમ્પીંગ સેન્ટરમાંથી ઓવરફ્લો થયેલું પાણી આમલાખાડીમાં ભળતું હોવાના દ્રશ્યો જાહેર કર્યા છે. આ પાણી રંગીન, રસાયણોની દુર્ગટવાળું છે જે પર્યાવરણ માટે જોખમી માનવામાં આવે છે.

ફાઇનલ ટ્રીટમેન્ટ બાદ કેમિકલ વેસ્ટનો સમુદ્રમાં નિકાલ કરતી પાઇપલાઇનમાં અંકલેશ્વરના મોઠીયા નજીક ભંગાણ થતા નર્મદા ક્લીન ટેક્નોલોજી લિમિટેડ દ્વારા કંપનીઓને કેમિકલ નહિ છોડવા સૂચના અપાઈ છે છતાં વરસાદ અને કેટલાક ઉદ્યોગો પાણી છોડવાનું ચાલુ રાખતા કેમિકલ વેસ્ટ પમ્પીંગ સ્ટેશનમાંથી ઓવરફ્લો થઈ આમલાખાડીમાં ભાળ્યું હોવાનો પર્યાવરણવાદી સ્લિમ પટેલે આક્ષેપ કરતા જીપીસીબીને ફરિયાદ કરી છે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ રમેશ ગાબાણીએ જણાવ્યું હતું કે NCTL ની સૂચનાનું પાલન કરવામાં આવી રહ્યું છે. મોઠીયા નજીક પાઈપલાઈનનું સમારકામ પૂર્ણ થતા સુધી ઉદ્યોગોને કેમિકલ વેસ્ટ ન છોડવા સૂચના આપી દેવાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !