AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warren Buffett Birthday Special : માત્ર 11 વર્ષની ઉંમરે કારોબારી જગતમાં પાપા પગલી માંડનાર બાળક વિશ્વનો ટોચનો ધનિક બન્યો, વાંચો Success Story

Warren Buffett Birthday Special: આજે વિશ્વના સુપ્રસિદ્ધ રોકાણકાર વોરેન બફેટ(Warren Buffett)નો જન્મદિવસ છે. 30 ઓગસ્ટ 1930 ના રોજ યુએસએના નેબ્રાસ્કામાં એક સામાન્ય પરિવારમાં વોરન બફેટનો જન્મ થયો હતો. તે બાળક મોટો થઈને પ્રખ્યાત બર્કશાયર હેથવે કંપની(Berkshire Hathaway Company)નો મુખ્ય કાર્યકારી અધિકારી અને સૌથી મોટો શેરધારક બન્યો છે.

Warren Buffett Birthday Special : માત્ર 11 વર્ષની ઉંમરે કારોબારી જગતમાં પાપા પગલી માંડનાર બાળક વિશ્વનો ટોચનો ધનિક બન્યો, વાંચો Success Story
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 6:01 AM
Share

Warren Buffett Birthday Special: આજે વિશ્વના સુપ્રસિદ્ધ રોકાણકાર વોરેન બફેટ(Warren Buffett)નો જન્મદિવસ છે. 30 ઓગસ્ટ 1930 ના રોજ યુએસએના નેબ્રાસ્કામાં એક સામાન્ય પરિવારમાં વોરન બફેટનો જન્મ થયો હતો. તે સમયે તેમના પરિવારના સભ્યોને ખ્યાલ નહોતો કે તેમનો પુત્ર પાછળથી આવું નામ કમાશે કે તે બાળક મોટો થઈને પ્રખ્યાત બર્કશાયર હેથવે કંપની(Berkshire Hathaway Company)નો મુખ્ય કાર્યકારી અધિકારી અને સૌથી મોટો શેરધારક બનશે.

તેઓ શેરબજારના વિશ્વના મહાન રોકાણકારોમાંના એક ગણાય છે. 2007 માં ટાઇમ મેગેઝિન દ્વારા તેમને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

11 વર્ષની ઉંમરથી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું

વોરેન બફેટ વિશે એવું કહેવાય છે કે તેણે 11 વર્ષની ઉંમરથી જ શેર્સમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1942 માં, જ્યારે વોરેન બફેટ 11 વર્ષના હતા તેમણે પ્રથમ વખત સ્ટોક ખરીદ્યો હતો. તેણે સિટી સર્વિસ પ્રીપેડ (CITGO)ના 6 શેર ખરીદ્યા હતા. તે સમયે તેણે 38 ડોલરમાં શેર ખરીદ્યો હતો.

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કરી ન શક્યા

વોરન બફેટ ઇચ્છતા હતા કે તેમનો અભ્યાસ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં થાય પરંતુ કેટલાક કારણોસર તેમને પ્રવેશ મળ્યો ન હતો. નેબ્રાસ્કા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી બફેટે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં અરજી કરી પરંતુ તેમને પ્રવેશ મળ્યો નહીં. બાદમાં તેણે કોલંબિયા બિઝનેસ સ્કૂલમાં એડમિશન લીધું હતું.

વૉરન બફેનો વાંચનનો શોખ છે

વોરન બફેટને વાંચનનો ખૂબ જ શોખ છે તેથી જ તેમનો મોટાભાગનો સમય વાંચનમાં પસાર થાય છે. તેમના વિશે એવું પણ કહેવાય છે કે તેમનો દિવસનો 80 ટકા સમય અભ્યાસમાં પસાર થાય છે.

ટ્વિટર પર કોઈને ફોલો કરતા નથી

વોરેન બફેટ વિશે એક વાત તદ્દન અનોખી છે. એટલે કે તેઓ ટ્વિટર પર કોઈને ફોલો કરતા નથી પરંતુ 1.6 મિલિયન લોકો તેમને ફોલો કરે છે.

વર્ષ 2017માં શેરધારકોને લખેલા એક પત્રમાં વોરેન બફેટે કહ્યું હતું કે જ્યારે પણ બજારમાં મોટો ઘટાડો થાય છે ત્યારે તેઓ રુપાર્ડ કિપલિંગની કવિતા “જો”ની પંક્તિઓ ગુનગુનાવી નાખે છે. આ કવિતા કિપલિંગ દ્વારા 1895 માં લખવામાં આવી હતી.

અબજોપતિ છતાં મોંઘી વસ્તુઓનો શોખ નથી

વોરન બફેટ આજે અબજો અને ટ્રિલિયનના માલિક છે. તેમની પાસે લગભગ $6,860 કરોડ એટલે કે લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. પરંતુ તેને ક્યારેય મોંઘી વસ્તુઓનો શોખ નહોતો. પૈસા કમાવવાની સાથે તે ઘણા પૈસા દાન પણ કરે છે. એક રિપોર્ટ અનુસાર, તેણે 14 વર્ષમાં લગભગ 2.6 લાખ કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

Follow Us
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
વડોદરામાં 3 મહિલા કોથળામાં ભરીને ગલુડીયા ચોરી ગઈ ! વીડિયો વાયરલ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
g clip-path="url(#clip0_868_265)">