AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સસ્તું સોનુ ખરીદવું છે? આજથી 5 દિવસ સરકાર આપી રહી છે તક, જાણો ક્યાંથી અને કંઈ કિંમતે મળશે

સસ્તુ સોનું(GOLD) ખરીદવા માટે આજથી ઉત્તમ તક ઉપલબ્ધ થઈ રહી છે. ભારત સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond) અંતર્ગત સસ્તુ પણ શુદ્ધતાની ખાતરી વાળું સોનું વેચાણ માટે મૂકી રહી છે.

સસ્તું સોનુ ખરીદવું છે? આજથી 5 દિવસ સરકાર આપી રહી છે તક, જાણો ક્યાંથી અને કંઈ કિંમતે મળશે
Soverign Gold Bond
| Updated on: May 24, 2021 | 8:22 AM
Share

સસ્તુ સોનું(GOLD) ખરીદવા માટે આજથી ઉત્તમ તક ઉપલબ્ધ થઈ રહી છે. ભારત સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond) અંતર્ગત સસ્તુ પણ શુદ્ધતાની ખાતરી વાળું સોનું વેચાણ માટે મૂકી રહી છે. શુદ્ધ સોનું સસ્તુ ખરીદવા માંગતા હોય તો અહેવાલ આપણે મદદરૂપ થશે

આજથી 5 દિવસ માટે સોવરેન ગોલ્ડ બોન્ડ (sovereign gold bond)સ્કીમ ખુલ્લી મુકાઈ રહી છે. આ સ્કીમ 24 કેરેટ સોનું ખરીદવા માટે તક આપે છે. આ સોનું ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) વેચાણ કરે છે. સ્કીમની જાહેરાત સાથે RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

કયા સમયગાળામાં મળશે સસ્તુ સોનું RBIએ આજથી ૫ દિવસ એટલેકે ૨૪ મેં થી ૨૮ મેં ૨૦૨૧ દરમ્યાન સોનાના વેચાણની તારીખની જાહેરાત કરી છે. આ બીજી શ્રેણી છે આ અગાઉ પહેલી શ્રેણીમાં 17થી 21 મે દરમિયાન સોનાનું વેચાણ કરવામાં આવ્યું હતું.

સોવરેન બોન્ડ્સ કેવી રીતે ખરીદવા? સોવરેન ગોલ્ડ બોન્ડ્સ ઓનલાઈન ઉપરાંત બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પોસ્ટ ઓફિસ અને NSE તથા BSE સ્ટોક એક્સચેન્જ દ્વારા પણ વેચાય છે. ઓનલાઈન પેમેન્ટથી વિશેષ છૂટ મળશે. ઓનલાઈન પેમેન્ટ કરવા પર સોનું રૂ 50 પ્રતિ ગ્રામ એટલે કે રૂ 500 દીઠ 10 ગ્રામ સસ્તું સોનુ મળશે. સોનાના બોન્ડમાં દર વર્ષે 2.5 ટકા વ્યાજ પણ આપવામાં આવે છે.

સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ખાતરી સાથે મળે છે મોદી સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડના નામથી સ્કીમ શરૂ કરી છે, જેના અંતર્ગત સોનું વેચવામાં આવી રહ્યું છે. આ સોનુ ભારત સરકાર વતી RBI વેચી રહી છે. દર મહિને ચોક્કસ તારીખ જાહેર કરી તે સમયગાળામાં સોનું વેચવામાં આવે છે. સોવરેન ગોલ્ડ સામાન્ય ફિઝિકલ ગોલ્ડની જગ્યાએ બ્રાન્ડ તરીકે અપાય છે. આ સ્કીમમાં ગેરેન્ટેડ 24 કેરેટ ગોલ્ડ ઓફર કરવામાં આવે છે. તારીખોની ઘોષણા કરતા RBIએ કહ્યું છે કે ઓનલાઈન પેમેન્ટ કરનારને સોનું સસ્તુ આપવામાં આવશે.

કંઈ કિંમતે મળશે સોનુ? Sovereign Gold Bond Scheme FY21 બીજી શ્રેણી માટે પ્રતિ ગ્રામ દીઠ રૂ 4842 ની કિંમત નક્કી કરવામાં આવી છે અને તે 24 મેથી 28 મેની વચ્ચે મળશે. પ્રથમ શ્રેણી માટેના સબસ્ક્રિપ્શન કિંમત પ્રતિ ગ્રામ દીઠ 4777 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ઓનલાઇન ગોલ્ડ બોન્ડ ખરીદવા ઉપર પ્રતિ ગ્રામ દીઠ રૂ 50 ની છૂટ મળશે.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">