વોલ સ્ટ્રીટ જર્નલનો દાવો, સરકારી તંત્ર સામે નિવેદન કરનાર જેકમાં ને સબક શીખવાડવા શી જિનપિંગે જાતે IPO સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો

|

Nov 14, 2020 | 12:02 PM

વોલ સ્ટ્રીટ જર્નલએ એન્ટ ગ્રૂપના IPO પર તાજેતરનો અહેવાલ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જાતે IPO સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. એન્ટ ગ્રૂપ IPOની કિંમત 37 અબજ ડોલર હતી. માનવામાં આવી રહ્યું હતું કે તે વિશ્વનો સૌથી મોટો IPO હશે પણ તે વિવાદમાં સપડાયો છે. એન્ટ જૂથને […]

વોલ સ્ટ્રીટ જર્નલનો દાવો, સરકારી તંત્ર સામે નિવેદન કરનાર જેકમાં ને સબક શીખવાડવા શી જિનપિંગે જાતે IPO સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો

Follow us on

વોલ સ્ટ્રીટ જર્નલએ એન્ટ ગ્રૂપના IPO પર તાજેતરનો અહેવાલ બહાર પાડ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જાતે IPO સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. એન્ટ ગ્રૂપ IPOની કિંમત 37 અબજ ડોલર હતી. માનવામાં આવી રહ્યું હતું કે તે વિશ્વનો સૌથી મોટો IPO હશે પણ તે વિવાદમાં સપડાયો છે.

એન્ટ જૂથને ચીની સરકારી તંત્રની બુરાઈ કરવી ભારે પડી છે. એન્ટ ગ્રુપના માલિક જેક માએ ચીનના રેગ્યુલેટર અને બેંકોની ટીકા કરી હતી.  ઓક્ટોબરમાં એક સમિટ દરમિયાન કહ્યું હતું કે દેશમાં હાલની રેગ્યુલેટર  સિસ્ટમ બદલાવ સામે અવરોધ ઉભા કરી રહી છે.  ત્યારબાદ નિયમનકારોએ જેકમાંને સમન્સ મોકલ્યું અને ફિનટેક કંપની એન્ટ ગ્રુપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કહેવામાં આવ્યું છે કે કંપનીના ઉત્પાદનો દેશના યુવાનોને ગરીબી અને દેવા તરફ ધકેલી રહ્યા છે.

ચીનનું એન્ટ ગ્રુપ રેકોર્ડ  35 અબજ એકત્રિત કરનાર હતું.  નિયમનકારોએ એન્ટ ગ્રૂપના IPOને નવા નિયમો ટાંકીને સસ્પેન્ડ કર્યા છે. એક  અખબારના અહેવાલ મુજબ શી જિનપિંગે એન્ટ જૂથને કારણે માર્કેટની વધઘટની તપાસ કરવા અને અટકાવવા નિયમનકારોને આદેશ આપ્યો હતો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article