વિજય માલ્યાના દાવા છે પોકળ, 1 મહિનામાં આટલી રકમ કમાઈ છે વિજય માલ્યા

ભલે વિજય માલ્યા પોતાની સંપતિને બચાવવા માટે વાતો કરી રહ્યો હોય પણ તેમના એક અઠવાડિયાના ખર્ચ જાણ્યા પછી તમને ખબર પડશે કે માલ્યા પૈસાના નામે ખોટા કિસ્સાઓ કહી રહ્યો છે. ભારતની બેન્કોને લૂંટીને ફરાર થઈ ગયેલો વિજય માલ્યા આજે પોતાની સંપતિને બચાવવા માટે કરી રહ્યો છે ખોટી વાતો, એક રાજાની જેમ જીવનાર માલ્યા આજે પોતાની […]

વિજય માલ્યાના દાવા છે પોકળ, 1 મહિનામાં આટલી રકમ કમાઈ છે વિજય માલ્યા
Follow Us:
| Updated on: Apr 04, 2019 | 11:04 AM

ભલે વિજય માલ્યા પોતાની સંપતિને બચાવવા માટે વાતો કરી રહ્યો હોય પણ તેમના એક અઠવાડિયાના ખર્ચ જાણ્યા પછી તમને ખબર પડશે કે માલ્યા પૈસાના નામે ખોટા કિસ્સાઓ કહી રહ્યો છે.

ભારતની બેન્કોને લૂંટીને ફરાર થઈ ગયેલો વિજય માલ્યા આજે પોતાની સંપતિને બચાવવા માટે કરી રહ્યો છે ખોટી વાતો, એક રાજાની જેમ જીવનાર માલ્યા આજે પોતાની પત્ની, પુત્ર, મિત્ર તથા સંબંધીઓનો સહારો લઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે 26 માર્ચના રોજ તેમણે કરેલાં ટ્વિટમાં પોતાના બધા પૈસા આપીને જેટને બચાવવાની વાત કરી હતી.

વિજય માલ્યા પાસે ભારતની 13 બેન્કો 11 હજાર કરોડ રૂપિયા માગે છે. માલ્યાના વિરોધમાં ગયા વર્ષા બેન્કોએ 11 સપ્ટેમ્બરના રોજ પિટિશન દાખલ કરી છે, જેની સુનાવણી ડિસેમ્બરમાં કરવામાં આવશે. બેંકો દ્વારા પૂછાતાં માલ્યાએ જણાવ્યું હતું કે, તેની સંપત્તિ ઘટીને 2956 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જેની વિગત તેણે કર્ણાટક હાઈકોર્ટમાં રજૂ કરેલ છે. જેથી બેંકો સાથે સેટલમેન્ટ કરી શકાય.

બેંકોએ માલ્યા વિશે કોર્ટને માહિતી આપી હતી કે માલ્યાની પત્ની પિન્કી લલવાણી વર્ષે 1.35 કરોડ રૂપિયા કમાય છે તેમજ માલ્યાએ તેની પર્સનલ આસિસ્ટન્ટ મહલ પાસેથી 75.7 લાખ અને મિત્ર બેદી પાસેથી 1.15 કરોડ રૂપિયા ઉધાર લીધા છે. ભારતમાં માલ્યાને લોન આપનાર 13 બેન્કો તરફથી નિજેલ તોજી યુરે કોર્ટમાં કેસ લડી રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

લંડન કોર્ટ પાસેથી મળેલ જાણકારી મુજબ માલ્યા પાસેથી બ્રિટિશ સરકાર 2.40 કરોડ રૂપિયાનો ટેક્સ તથા તેના ભૂતપૂર્વ વકીલ મૈકફર્લેસના રૂપિયા આપવાના બાકી છે. વધુમાં ભારતીય બેંકોના 3.37 કરોડ રૂપિયા કાયદાકીય ખર્ચના 1.57 કરોડ રૂપિયા પણ આપવાના બાકી છે. માલ્યા પર ભારત સિવાય સાઉથ આફ્રિકન બેંકોનું 30.6 કરોડ રૂપિયા દેવું બાકી છે.

બુધવારના રોજ ભારતીય બેન્કોએ લંડન કોર્ટમાં અરજી કરી હતી. જેના આધારે લંડન કોર્ટમાં અરજી પર લંડન કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. બેંકોએ કરેલી અરજીમાં યુકેમાં આવેલા ICICI બેંકોમાં માલ્યાના ચાલુ ખાતા પર કબ્જો આપવાની વિનંતી કરી છે. બેંગલોર DRTએ તેની બેન્કોને અનુમતી આપી હતી. 14 જાન્યુઆરીના રોજ ઓર્ડર મળી જતાં માલ્યાના ખાતામાં પડેલા 2.33 કરોડ રૂપિયા અટેચ કરી દીધા હતા, જેને માલ્યા પરત કરવાની માગણી કરી રહ્યો છે.

માન્યાને કિંગફિશર બીયર યુરોપ પાસેથી 6.75 લાખ રૂપિયા દર મહિને મળે છે તથા તેની પત્ની લગભગ 1.35 કરોડ રૂપિયા કમાઈ રહી છે, તેના બાળકો ફેમિલી ટ્રસ્ટના લાભાર્થી છે, તેમ છતાં માલ્યા પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવી રહ્યાનો દાવો કરી રહ્યો છે.

માલ્યા હજુ પણ ઠાઠથી જીવી રહ્યો છે. હાલમાં પણ તે દર અઠવાડિયે 16.21 લાખ રૂપિયા પોતાની પાછળ ખર્ચ કરી રહ્યો છે. તેમના વકીલોને કેસ લડવા માટે પણ તે અઢળક પૈસા આપી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">