AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજય માલ્યા ની જપ્ત સંપત્તિ નીલામ થઇ શકે છે , 6900 કરોડની લોનની રિકવરી માટે અદાલતે આદેશ આપ્યો

વિશેષ અદાલતનો આદેશ મળ્યા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં એક બેંક કન્સોર્ટિયમ હવે વિજય માલ્યા(Vijay Malya)ની જપ્ત કરેલી સંપત્તિ વેચી બેન્કની ફસાયેલી રકમ મેળવી શકશે.

વિજય માલ્યા ની જપ્ત સંપત્તિ નીલામ થઇ શકે છે , 6900 કરોડની લોનની રિકવરી માટે અદાલતે આદેશ આપ્યો
વિજય માલ્યા
| Updated on: Jun 04, 2021 | 8:59 AM
Share

વિશેષ અદાલતનો આદેશ મળ્યા પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં એક બેંક કન્સોર્ટિયમ હવે વિજય માલ્યા(Vijay Malya)ની જપ્ત કરેલી સંપત્તિ વેચી બેન્કની ફસાયેલી રકમ મેળવી શકશે. બેંકોએ માલ્યાને તેની કિંગફિશર એરલાઇન્સ માટે લોન આપી હતી પરંતુ તેણે લોન ભરપાઈ કરી ન હતી. આરોપ છે કે લીકર કારોબારી માલ્યાએ ગેરકાયદેસર રીતે લોનની રકમ વિદેશમાં મોકલી આપી હતી.

જપ્ત સંપત્તિ વેચી બેંકોનું દેવું ભરપાઈ થશે મુંબઈની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કેસોની વિશેષ અદાલતે સપ્તાહમાં બે આદેશો પસાર કરીને માલ્યાના આર્થિક સામ્રાજ્યને હચમચાવી નાખ્યું છે. આ આદેશોમાં બેંકોને માલ્યાની જપ્ત કરેલી 5646 કરોડની સંપત્તિ વેચીને લોનની રકમ પરત મેળવવાની સત્તા આપવામાં આવી હતી. 6,900 કરોડ રૂપિયાની કુલ લોનની રકમમાંથી સ્ટેટ બેંકનો સૌથી મોટો શેર 1,600 કરોડ રૂપિયા છે.

વ્યાજ સહીત દેવું ૯૦૦૦ કરોડ રૂપિયા વ્યાજ અને અન્ય જવાબદારીઓ સહિત આ રકમ હવે લગભગ 9,000 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. વિશેષ અદાલતના આદેશના આધારે બેન્કો હવે માલ્યાની જપ્ત કરેલી સંપત્તિનો કબજો લેશે અને વેચાણ અને હરાજીની પ્રક્રિયા સાથે આગળ વધશે. વિશેષ અદાલતનો નિર્ણય આવ્યા બાદ માલ્યાના વકીલોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે બંને આદેશોને પડકારવાની બાબત હજુ સુધી કહેવામાં આવી નથી. ભાગેડુ જાહેર કરાયેલ માલ્યા હાલમાં યુકેમાં જામીન પર છે. તેના પ્રત્યાર્પણનો કેસ બ્રિટિશ કોર્ટમાં પેન્ડિંગ છે.

હાલ મળ્યા યુકેમાં જામીન ઉપર ગયા વર્ષે માલ્યાએ વિવિધ ભારતીય બેંકોને 100 ટકા “સાર્વજનિક નાણાં” પાછા આપવાની વાત કરી હતી અને સરકારને તેમના પ્રસ્તાવને સ્વીકારવાની વિનંતી કરી હતી. માલ્યા એપ્રિલ 2019 માં ધરપકડ થયા બાદ પ્રત્યાર્પણ વોરંટ પર યુકેમાં જામીન પર છે.

સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
સુરતમાં સરસ્વતીની આરાધનાના નામે અશ્લીલ ડાન્સ
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
બગદાણા સેવક હુમલા કેસમાં કોળી સમાજ મેદાને, 01 ફેબ્રુઆરીએ યોજાશે 'સભા'
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
છે ને ગજબ! અધૂરો બ્રીજ ખુલ્લો મુકાયો, આગળનો રસ્તો બંધ
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી પથરાઈ સફેદ ચાદર
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
Breaking News : શીતલહેરનો કહેર, ઠંડા પવન ફૂંકાતા લોકોની હાલાકી વધી
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે, પૈસા સમજી વિચારીને ખર્ચ કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ
g clip-path="url(#clip0_868_265)">