Vaccine King Poonawla એ ખરીદી આ NBFC કંપની? ફક્ત એક વર્ષમાં રોકાણકારોને 5 ગુણાથી વધુ રિટર્ન આપનાર કંપની વિશે જાણો વિગતવાર

|

Jul 23, 2021 | 9:10 AM

ત્રણ મહિનામાં શેરે 23 ટકા ,આ વર્ષમાં 260 ટકા અને છેલ્લા એક વર્ષમાં 475 ટકા રિટર્ન આપ્યું છે. આ NBFCમાં પ્રમોટરનો 73.20 ટકા હિસ્સો છે. તેનો શેર આજે 144.70 પર બંધ રહ્યો છે. 52-અઠવાડિયાની સર્વોચ્ચ કિંમત 173.65 રૂપિયા અને નીચલું સ્તર 23.90 રૂપિયા છે.

Vaccine King Poonawla એ ખરીદી આ NBFC કંપની? ફક્ત  એક વર્ષમાં રોકાણકારોને 5 ગુણાથી વધુ રિટર્ન આપનાર કંપની વિશે જાણો વિગતવાર
Adar Poonawalla

Follow us on

નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની Magma Fincorpનું નામ Vaccine King પૂનાવાલા (Poonawala)ના નામ પર Poonawalla Fincorp રાખવામાં આવ્યું છે. આ બદલાવ 22 જુલાઈથી અમલમાં આવી ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે અદર પૂનાવાલા(Adar Poonawalla)એ આ કંપનીમાં બહુમતી હિસ્સો ખરીદ્યો છે. અહીં જાણવું રહ્યું કે જ્યારથી પૂનાવાલાનું નામ આ NBFC સાથે જોડાયું છે ત્યારથી શેરના ભાવ આસમાન તરફ જઈ રહ્યા છે. મેગ્મા ફિનકોર્પ લિમિટેડના શેર આજે રૂ 144.70 પર બંધ થયા છે.

ત્રણ મહિનામાં શેરે 23 ટકા ,આ વર્ષમાં 260 ટકા અને છેલ્લા એક વર્ષમાં 475 ટકા રિટર્ન આપ્યું છે. આ NBFCમાં પ્રમોટરનો 73.20 ટકા હિસ્સો છે. તેનો શેર આજે 144.70 પર બંધ રહ્યો છે. 52-અઠવાડિયાની સર્વોચ્ચ કિંમત 173.65 રૂપિયા અને નીચલું સ્તર 23.90 રૂપિયા છે. આ NBFCની માર્કેટ કેપ 11 હજાર કરોડથી વધુ છે.

Adar Poonawalla કંપનીના ચેરમેન છે
જૂન મહિનામાં કંપનીના મેનેજમેન્ટમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વેકસીન કિંગ અદર પૂનાવાલાની કંપનીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ સાથે જ વિજય દેશવાલની નિમણૂક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે કંપનીના સીઈઓ તરીકે કરવામાં આવી હતી. તે અગાઉ આઈસીઆઈસીઆઈ બેંકના બિઝનેસ હેડ હતા. તેમજ અભય ભટ્ટુને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કંટ્રોલિંગ હિસ્સો ફેબ્રુઆરીમાં ખરીદ્યો હતો
સીરમ ઇન્સ્ટિટ્યૂટના વડા અદર પૂનાવાલાએ ફેબ્રુઆરી 2021 માં મેગ્મા ફિનકોર્પમાં કંટ્રોલિંગ હિસ્સો ખરીદ્યો હતો. પૂનાવાલાની રાઇઝિંગ સન હોલ્ડિંગ્સે મેગામા ફિનકોર્પમાં 60 ટકા હિસ્સો 3,456 કરોડમાં ખરીદ્યો હતો. સોદા બાદ કંપનીની બ્રાન્ડ પૂનાવાલા ફાઇનાન્સમાં બદલાઈ ગઈ છે.

કંપની ક્રેડિટ કાર્ડના વ્યવસાયમાં પ્રવેશ કરશે
તાજેતરમાં માહિતી બહાર આવી હતી કે કંપની બ્રાંડેડ ક્રેડિટ કાર્ડના વ્યવસાયમાં પણ પ્રવેશવાની યોજના બનાવી રહી છે. આ સિવાય મેનેજમેન્ટમાં બીજો મોટો ફેરફાર કરતા સંજય મીરાંકાને ગ્રુપ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર એટલે કે CFO તરીકે નિમણૂક આપવામાં આવી છે.

Next Article