UPI Paytment : વર્ષ 2016નો રેકોર્ડ તૂટ્યો, જુલાઈ મહિનામાં 6 અબજ UPI ટ્રાન્ઝેક્શન થયા

|

Aug 03, 2022 | 9:28 AM

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના ડેટા દર્શાવે છે કે જુલાઈમાં કુલ 6.28 બિલિયન ટ્રાન્ઝેક્શન થયા હતા જેમાંથી રૂ. 10.62 ટ્રિલિયનના વ્યવહારો થયા હતા. NPCI UPI નું સંચાલન કરે છે.

UPI Paytment : વર્ષ 2016નો રેકોર્ડ તૂટ્યો, જુલાઈ મહિનામાં 6 અબજ UPI ટ્રાન્ઝેક્શન થયા
UPI Transaction

Follow us on

દેશમાં UPI ટ્રાન્ઝેક્શન(UPI Transaction)માં તેજી જોવા મળી રહી છે. રોકડ અને કાર્ડ સિવાય લોકો UPI દ્વારા વધુ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. માત્ર જુલાઈ મહિનામાં જ   6 અબજ UPI વ્યવહારો થયા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માહિતી આપી હતી. યુપીઆઈની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું કે જુલાઈમાં યુપીઆઈ દ્વારા 6 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા જે 2016 પછી સૌથી વધુ છે. એટલે કે, યુપીઆઈએ જુલાઈ મહિનામાં વર્ષ 2016નો રેકોર્ડ તોડીને નવી ઊંચી સપાટી હાંસલ કરી છે. નિર્મલા સીતારમણે પણ આ માહિતી આપી છે, જેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આ એક ઉત્તમ ઉપલબ્ધિ છે. તે નવી ટેકનોલોજી અપનાવવા અને અર્થવ્યવસ્થાને સ્વચ્છ બનાવવાના ભારતના લોકોના સામૂહિક સંકલ્પને દર્શાવે છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટ ખાસ કરીને મદદરૂપ બની હતી.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના ડેટા દર્શાવે છે કે જુલાઈમાં કુલ 6.28 બિલિયન ટ્રાન્ઝેક્શન થયા હતા જેમાંથી રૂ. 10.62 ટ્રિલિયનના વ્યવહારો થયા હતા. NPCI UPI નું સંચાલન કરે છે. જો આપણે એક મહિનાના રેકોર્ડ પર નજર કરીએ તો UPIમાં 7.16%નો ઉછાળો આવ્યો છે અને મૂલ્યની દ્રષ્ટિએ આ વધારો 4.76 ટકા છે. એક વર્ષ પહેલાના રેકોર્ડ પર નજર કરીએ તો, UPI વ્યવહારો બમણા થઈ ગયા છે અને એક વર્ષમાં મૂલ્યમાં 75%નો ઉછાળો આવ્યો છે.

માર્ચ 2022 ઈલેક્ટ્રોનિક્સ અને ID મંત્રાલયે અહેવાલ આપ્યો હતો કે ડિજિટલ પેમેન્ટ્સમાં વર્ષ-દર વર્ષે સતત વૃદ્ધિ થઈ રહી છે કારણ કે ભારત સરકારની વ્યૂહરચના નાણાકીય ક્ષેત્ર અને અર્થવ્યવસ્થાને ડિજિટાઈઝ કરવા પર કેન્દ્રિત છે. ભીમ યુપીઆઈ લોકોની સૌથી મોટી પસંદગી બનીને ઉભરી આવી છે.

કોરોના મહામારીમાં ડિજિટલ પેમેન્ટ વધ્યું

28 ફેબ્રુઆરી 2022 સુધી BHIM UPI દ્વારા 452.75 કરોડ ડિજિટલ પેમેન્ટ કરવામાં આવી છે અને આ રકમ રૂપિયામાં 8.27 કરોડ છે. કોવિડ-19 મહામારી દરમિયાન ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ઝડપથી વધ્યો છે અને હેલ્થકેર સેક્ટરમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. સામાજિક અંતરને અનુસરીને લોકોએ BHIM UPI QR કોડ દ્વારા ચુકવણીનો ઉપયોગ ઝડપથી વધાર્યો છે. આના પરિણામે UPI આજે ચુકવણીના સૌથી સરળ માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે.

 

Next Article