Upcoming IPO : Sachin Tendulkarનું રોકાણ ધરાવતી કંપની IPO લાવશે, જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી
Azad Engineering IPO: આઝાદ એન્જિનિયરિંગે(Azad Engineering)પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા રૂ. 740 કરોડ એકત્ર કરવા માર્કેટ રેગ્યુલેટર સેબીમાં તેના ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા છે.ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકરે(Sachin Tendulkar)પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે.

Azad Engineering IPO: આઝાદ એન્જિનિયરિંગે(Azad Engineering)પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા રૂ. 740 કરોડ એકત્ર કરવા માર્કેટ રેગ્યુલેટર સેબીમાં તેના ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા છે.કંપની રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી ચેહ કારણકે ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકરે(Sachin Tendulkar)પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે.
ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) અનુસાર કંપનીના IPOમાં પ્રમોટર અને રોકાણકારો દ્વારા રૂ. 500 કરોડ સુધીના ઇક્વિટી શેરના રૂ. 240 કરોડ સુધીના નવા ઇશ્યૂ અને ઓફ-ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
OFSમાં પ્રમોટર રાકેશ ચોપદાર દ્વારા રૂ. 170 કરોડ સુધીના ઇક્વિટી શેરનું વેચાણ, પિરામલ સ્ટ્રક્ચર્ડ ક્રેડિટ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ દ્વારા રૂ. 280 કરોડ સુધીના ઇક્વિટી શેરનું વેચાણ અને DMI ફાઇનાન્સ દ્વારા ફાઇલ કરાયેલ રૂ. 50 કરોડ સુધીના મૂલ્યના ઇક્વિટી શેરનું વેચાણ સામેલ છે. ડ્રાફ્ટ પેપર મુજબ ફ્રેશ ઈશ્યુમાંથી મળેલી આવકનો ઉપયોગ કંપનીના મૂડી ખર્ચ, દેવાની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
કંપનીનો વેપાર શું છે?
આઝાદ એન્જીનિયરિંગ એરોસ્પેસ અને સંરક્ષણ, ઉર્જા અને તેલ અને ગેસ ઉદ્યોગોમાં વૈશ્વિક મૂળ સાધનો ઉત્પાદકો (OEMs) સપ્લાય કરવા માટે તેની ગુણવત્તાયુક્ત ઉત્પાદન લાઇનના અગ્રણી ઉત્પાદકોમાંનું એક છે. એવું કહેવાય છે કે આ વર્ષની શરૂઆતમાં, ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે આઝાદ એન્જિનિયરિંગમાં એક અજાણ્યા વ્યૂહાત્મક સોદામાં રોકાણ કર્યું હતું.
આ પણ વાંચો : Travel Tips: IRCTC દ્વારા કરો સિંગાપોર અને મલેશિયાની ટુર, જાણો કેટલા રૂપિયાનો થશે ખર્ચ
કંપનીની આવક
આઝાદ એન્જિનિયરિંગના ગ્રાહકોમાં જનરલ ઇલેક્ટ્રિક, હનીવેલ ઇન્ટરનેશનલ, મિત્સુબિશી હેવી ઇન્ડસ્ટ્રીઝ લિ., સિમેન્સ એનર્જી, ઇટોન એરોસ્પેસ અને મેન એનર્જી સોલ્યુશન્સ SEનો સમાવેશ થાય છે. કંપનીની આવક નાણાકીય વર્ષ 2020માં રૂ. 124 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2023માં રૂ. 251.7 કરોડ થઈ છે જેમાં 27 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) સાથે વધારો થયો છે.
જાણો યોજના વિશે
IPOમાં ₹240 કરોડ સુધીનો નવો ઈશ્યુ અને ₹500 કરોડ સુધીના દરેક ₹2ના ફેસ વેલ્યુના ઈક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. OFSમાં પ્રમોટર રાકેશ ચોપદાર દ્વારા ₹170 કરોડ સુધીના ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે, રોકાણકારો દ્વારા પિરામલ સ્ટ્રક્ચર્ડ ક્રેડિટ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ (₹280 કરોડ સુધી) અને DMI ફાયનાન્સ (₹50 કરોડ) છે.