
નિર્મલા સીતારમણ આગામી 1 ફેબ્રુઆરીએ દેશ સમક્ષ 2023નું બજેટ રજૂ કરશે. સામાન્ય લોકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હવે કેટલાક એવા પ્રશ્નો છે જે હંમેશા સામાન્ય લોકોના મનમાં આવે છે. જેમ કે બજેટ કેવું હશે ? બજેટમાં શું થાય છે ? બજેટ શા માટે રજૂ કરવામાં આવે છે ? આજે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે બજેટને કેન્દ્રીય બજેટ કેમ કહેવામાં આવે છે ? આજે અમે તમને જણાવીશું કે બજેટને કેન્દ્રીય બજેટ કેમ કહેવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?
કેન્દ્રીય બજેટ શબ્દ અસ્તિત્વમાં આવ્યો કારણ કે ભારત રાજ્યોનું સંઘ છે. ભારતના બંધારણે ભારતમાં સરકારના સંઘીય સ્વરૂપની સ્થાપના કરી છે. તેથી જ તેને રાજ્યોનું સંઘ કહેવામાં આવે છે. ભારતમાં, 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો ધરાવતા એક સંઘની સ્થાપના કરવામાં આવી છે. ભારતનું કેન્દ્રીય બજેટ, જેને ભારતના બંધારણની કલમ 112માં વાર્ષિક નાણાકીય નિવેદન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ભારતીય પ્રજાસત્તાકનું વાર્ષિક બજેટ છે. હવે જ્યારે દેશ સંઘીય માળખા પર છે. તેના બજેટને કેન્દ્રીય બજેટ પણ કહેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ‘બજેટ’ શબ્દ ફ્રેન્ચ શબ્દ Bougette પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચામડાની બ્રીફકેસ. ભૂતકાળમાં નાણામંત્રી બજેટ રજૂ કરવા માટે ચામડાની બેગનો ઉપયોગ કરતા હતા. 2019 માં, જ્યારે સીતારમણે તેણીનું પ્રથમ બજેટ રજૂ કર્યું, ત્યારે તેણે બજેટ બ્રીફકેસને ‘વહી ખાતા’ સાથે બદલી નાખ્યું.
Published On - 3:08 pm, Thu, 26 January 23