આધારને લઈને મોટા સમાચાર, ખુલ્લા બજારમાંથી પ્રિન્ટ કરાવેલા Aadhaar Smart Card માન્ય નહી, UIDAIએ આપી મહત્વની જાણકારી
આધાર જાહેર કરતી સરકારી એજન્સી UIDAIએ કહ્યું છે કે ઓપન માર્કેટમાંથી પ્રિન્ટ કરાયેલા સ્માર્ટ કાર્ડ અથવા પ્લાસ્ટિક આધાર કાર્ડમાં કોઈ સુરક્ષા સુવિધાઓ હોતી નથી, તેથી તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવતી નથી. UIDAI પાસેથી પ્લાસ્ટિક કાર્ડ મંગાવી શકાય છે.
UIDAI એ આધાર કાર્ડને લઈને એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. UIDAIએ કહ્યું છે કે ઓપન માર્કેટમાંથી PVC આધાર કોપીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવતી નથી. આવા પીવીસી કાર્ડ્સમાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે સુરક્ષા સુવિધાઓ હોતી નથી, તેથી બજારમાંથી પ્રિન્ટેડ પીવીસી આધાર નકલ (Aadhhar card) મેળવવાનું ટાળવું જોઈએ. UIDAIએ એક ટ્વિટમાં કહ્યું છે કે જો તમને PVC આધાર કાર્ડ જોઈતું હોય તો તમે તેને 50 રૂપિયા ચૂકવીને આધારની સરકારી એજન્સી પાસેથી મંગાવી શકો છો. ગ્રાહક ઓર્ડર માટે આ લિંકની મદદ લઈ શકે છે.
UIDAIએ એક ટ્વીટમાં જણાવ્યું છે કે જો PVC કાર્ડ અથવા પ્લાસ્ટિક કાર્ડ અથવા આધાર સ્માર્ટ કાર્ડ ઓપન માર્કેટમાંથી બનાવવામાં આવે છે તો તે માન્ય રહેશે નહીં. UIDAIએ એમ પણ કહ્યું છે કે કોઈપણ પ્રકારના આધાર કાર્ડથી ગ્રાહકો પોતાનું કામ ચલાવી શકે છે.
#AadhaarEssentialsWe strongly discourage the use of PVC Aadhaar copies from the open market as they do not carry any security features. You may order Aadhaar PVC Card by paying Rs 50/-(inclusive of GST & Speed post charges).To place your order click on:https://t.co/AekiDvNKUm pic.twitter.com/Kye1TJ4c7n
— Aadhaar (@UIDAI) January 18, 2022
ટ્વીટમાં લખ્યું છે કે, uidai.gov.in પરથી ડાઉનલોડ કરેલ આધાર અથવા આધાર પત્ર અથવા m-Aadhaar પ્રોફાઇલ અથવા UIDAI દ્વારા જાહેર કરાયેલ આધાર PVC કાર્ડનો ઉપયોગ આધાર સંબંધિત કોઈપણ કાર્ય માટે કરી શકાય છે.
શું કહ્યું UADAI એ ?
આધાર જાહેર કરતી સરકારી એજન્સી યુઆઈડીએઆઈ દ્વારા ખુલ્લા બજારમાંથી છપાયેલા પ્લાસ્ટિક કાર્ડમાં સુરક્ષા સુવિધાઓના અભાવને ટાંકીને તેને બનાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. UIDAIએ કહ્યું કે પ્લાસ્ટિક કાર્ડ બનાવવા માટે, કોઈપણ ગ્રાહક તેના પોર્ટલ પર 50 રૂપિયા ચૂકવીને ઓર્ડર કરી શકે છે. થોડા દિવસોમાં, પ્લાસ્ટિક કાર્ડ તૈયાર થઈ જશે અને ઘરના સરનામા પર પહોંચાડવામાં આવશે.
અત્યાર સુધી મોટાભાગના લોકો એવું કરે છે કે આધાર કાર્ડ બનાવવા માટે અરજી કર્યા પછી, તેઓ તેને થોડા દિવસોમાં UIDAI વેબસાઇટ પરથી ડાઉનલોડ કરે છે. તે પીડીએફ કોપી છે જે ફોન અથવા કોમ્પ્યુટરમાં સેવ કરી શકાય છે. લોકો આ નકલ બજારમાં લેમિનેશનની દુકાને લઈ જાય છે અને થોડા રૂપિયા આપીને પ્લાસ્ટિક કાર્ડ બનાવી લે છે. UIDAI અનુસાર, દુકાનદારો પ્લાસ્ટિક કાર્ડ બનાવી આપે છે, તેમાં કોઈ સિક્યોરીટી ફીચર હોતું નથી. આવી સ્થિતિમાં આધાર નંબરને લઈને સુરક્ષાનો મુદ્દો ઉભો થઈ શકે છે. તેનાથી બચવા માટે UIDAIએ તેને ઓર્ડર કરીને સ્માર્ટ કાર્ડ બનાવવાની સલાહ આપી છે.
સુરક્ષાનું જોખમ
જો તમે ઓપન માર્કેટમાંથી બનાવેલ આધાર કાર્ડ બનાવડાવો છો, તો તમારી મહત્વપૂર્ણ માહિતી લીક થઈ શકે છે. પ્લાસ્ટિક કાર્ડ બનાવતા પહેલા, દુકાનદાર તમારું આધાર તેના કોમ્પ્યુટરમાં લે છે કારણ કે તે પીડીએફ કોપી છે. આ પીડીએફના આધારે પ્લાસ્ટિક કાર્ડ બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં આધાર કાર્ડને કોઈ બીજાની સિસ્ટમમાં સેવ કરવું એ સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય ગણી શકાય નહીં. તેનાથી બચવા માટે UIDAIએ તેમને ઓર્ડર આપીને આધાર કાર્ડ બનાવવાની સલાહ આપી છે.
આ પણ વાંચો : મોદી સરકારનો મોટો નિર્ણય – આ લોકોના ખાતામાં ટ્રાન્સફર થશે 974 કરોડ રૂપિયા, જાણો કોને અને કેવી રીતે થશે ફાયદો