Ugandaના એમ્બેસેડર બ્રાસસીટીની મુલાકાતે, બંન્ને દેશ વચ્ચે વ્યાપારની તક પર ચર્ચા

|

Jul 06, 2021 | 6:15 PM

યુગાન્ડાના એમ્બેસેડર પોતાની ટીમ સાથે બ્રાસસીટીની મુલાકાત લીધી. મુલાકાતની સાથે બ્રાસના વિવિધ એકમોનુ નિરીક્ષણ કર્યુ. સાથે જામનગરના ઉઘોગોકારો સાથે મીનીટ કરીને વ્યાપારની શકયતાઓ વિશે ચર્ચાઓ કરી

Ugandaના એમ્બેસેડર બ્રાસસીટીની મુલાકાતે, બંન્ને દેશ વચ્ચે વ્યાપારની તક પર ચર્ચા
The visit of the Ambassador of Uganda to Brasscity will increase the business opportunities of both the countries.

Follow us on

દેશ-વિદેશમાં બ્રાસ(brass) માટે જામનગર(jamnagar) જાણીતુ શહેર બન્યુ છે. આશરે 8 હજારથી વધુ નાના મોટા એકમો જામનગરમાં આવેલા છે. તેથી જામનગર બ્રાસસીટી(brasscity)તરીકે ઓળખાય છે. બ્રાસ માટે આફ્રીકન દેશો સાથે વેપાર વધે તે માટેના પ્રયાસો જામનગર ફેકટરી ઓનર્સ એન્ડ એસોશિયેશન દ્રારા થતા હોય છે.

જેના ભાગરૂપે યુગાન્ડા(Uganda)ના એમ્બેસેડર પોતાની ટીમ સાથે બ્રાસસીટીની મુલાકાત લીધી. મુલાકાતની સાથે બ્રાસના વિવિધ એકમોનુ નિરીક્ષણ કર્યુ. સાથે જામનગરના ઉઘોગોકારો સાથે મીનીટ કરીને વ્યાપારની શકયતાઓ વિશે ચર્ચાઓ કરી.

યુગાન્ડાના એમ્બેસેડર તથા ડેપ્યુટી હેડ ઓફ મીશન કેઝાલા મહમહ, ઓફીસર ઈન્ચાર્જ મીસ બિરૂંગી સોફી, કોન્સ્યુલર ઓફીસર મીસ ઝોન એમાંગની ટીમ બ્રાસઉધોગની મુકાલાત લીધી હતી. યુગાન્ડાની ટીમે ખાસ બ્રાસના વેપાર વિશે જાણવા માટે જામનગરની મુલાકાત લીધી હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે


The visit of the Ambassador of Uganda to Brasscity will increase the business opportunities of both the countries.

યુગાન્ડાની ટીમની બ્રાસસીટીની મુલાકાતથી બ્રાસના વેપારની તક વધશે. અન્ય દેશો સાથેના વેપાર વધશે. તેમજ ટીમ દ્રારા આફ્રીકાની ભૌગોલીક તથા આંતર માળખાકીય સુવિધાઓ અંગેની માહિતી આપી.

જામનગરના ઉઘોગકારોને આફ્રીકામાં ઉઘોગ સ્થાપવા આંમત્રિત કરાયા તેમજ આ માટે શકય તેટલી મદદ માટેની તૈયારી દર્શાવી. આગામી એક માસમાં ફરી આફ્રીકાની ખાસ 25 લોકોની ટીમ બ્રાસના અભ્યાસ માટે બ્રાસસીટીની મુલાકાત કરશે. જામનગરની બ્રાસની માંગ અને વેચાણ અન્ય દેશોમાં વધશે.

Next Article