Top 5 Small Cap Funds : માત્ર 5 હજાર રુપિયા SIPમાં કર્યુ રોકાણ, 15 વર્ષમાં 52 લાખ રુપિયા થયા
નાણાકીય નિષ્ણાતો ભલામણ કરે છે કે રોકાણકારોએ હંમેશા SIPથી રોકાણ કરવું જોઈએ. કારણકે તે લાંબા ગાળે તમારા રોકાણને ખૂબ જ વધારવાની ક્ષમતા ધરાવે છે. તેમાં વળતર અનેક ગણું વધી જાય છે. વેલ્યુ રિસર્ચર્સે આવા 5 ફંડ્સ વિશે જણાવ્યું છે. જેણે માત્ર રૂ. 5000 એસઆઈપીથી 15 વર્ષમાં રૂ. 52 લાખ સુધીનું વળતર કરી આપ્યુ છે.
Small Cap Funds : વ્યક્તિ પોતાના નાણાંનું રોકાણ (Investment) ક્યાં કરવુ તે અંગે અસમંજસમાં રહે છે. ત્યારે તેમના માટે આ સમાચાર ખૂબ જ મહત્વના રહેશે. અમે તમને પાંચ એવા સ્મોલ કેપ ફંડ વિશે જણાવીશુ. જેનો રોકાણકારોમાં હાલ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં ઇક્વિટી (equity) કેટેગરીમાં 60 ટકા રોકાણ માત્ર સ્મોલકેપ ફંડ્સમાં થયુ છે.
આ પણ વાંચો-Friendship Day Gift: ફ્રેન્ડશીપ ડે પર તમારા મિત્રોને આપો શેર્સ અને સોવરિન ગોલ્ડ બોન્ડની ગિફ્ટ
રોકાણકારોને હાલ સ્મોલકેપ ફંડ્સ ખૂબ જ આકર્ષી રહ્યા છે. ચાલુ નાણીકીય વર્ષમાં એપ્રિલથી જૂન વચ્ચે ઈક્વિટી કેટેગરીમાં કુલ રૂ. 18358 કરોડનું રોકાણ થયુ હતું. તો ઇક્વિટી કેટેગરીમાં સૌથી વધુ રોકાણ સ્મોલકેપ ફંડ્સમાં થયુ છે. એટલે કે ત્રણ મહિનામાં કુલ રૂ. 10936 કરોડનો ઇન્ફ્લો નોંધવામાં આવ્યો. એટલે કે 60 ટકા ઇક્વિટી રોકાણ માત્ર સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં જ આવ્યું. આ પછી મિડકેપ ફંડ્સમાં મહત્તમ રૂ. 4735 કરોડનો પ્રવાહ આવ્યો.
સ્મોલ કેપ ફંડ્સમાં તેજીનું આ છે કારણ
Small Cap Fundsમાં આવેલી તેજીનું મુખ્ય કારણ સ્મોલ કેપ સ્ટોક્સમાં આવેલી તેજીને માનવામાં આવી રહ્યુ છે. NIFTY Smallcap 100માં છેલ્લા એક મહિનામાં 6.37%, ત્રણ મહિનામાં 19.25%, છ મહિનામાં 24.24% અને આ વર્ષે અત્યાર સુધીમાં 20.21% ઉછાળો જોવા મળ્યો છે. આ જ કારણથી સ્મોલ કેપ ફંડમાં રોકાણ વધી રહ્યું છે.
SIPથી નાણાં વધશે
નાણાકીય નિષ્ણાતો ભલામણ કરે છે કે રોકાણકારોએ હંમેશા SIPથી રોકાણ કરવું જોઈએ. કારણકે તે લાંબા ગાળે તમારા રોકાણને ખૂબ જ વધારવાની ક્ષમતા ધરાવે છે. તેમાં વળતર અનેક ગણું વધી જાય છે. વેલ્યુ રિસર્ચર્સે આવા 5 ફંડ્સ વિશે જણાવ્યું છે. જેણે માત્ર રૂ. 5000 એસઆઈપીથી 15 વર્ષમાં રૂ. 52 લાખ સુધીનું વળતર કરી આપ્યુ છે. જો કે આમાંથી એકપણ ફંડમાં રોકાણની સલાહ નથી અપાતી.
15 વર્ષ પહેલા DSP સ્મોલ કેપ ફંડમાં 5000 રૂપિયાની SIP શરૂ કરવામાં આવી હોત, તો આજે આ ફંડની કિંમત 52.2 લાખ રૂપિયા હોત. તેણે સરેરાશ 21.1 ટકા વળતર આપ્યું છે. આ ફંડની NAV લગભગ રૂ.158 છે. જો કે તેમાં રોકાણ કરેલી મૂળ કુલ રકમ 9 લાખ રૂપિયા છે.
(નોંધ- ફંડની ગણતરી જુલાઈ 14, 2023 ના NAV પર આધારિત છે.)
Franklin India Smaller Companies Fund
ફ્રેન્કલિન ઇન્ડિયા સ્મોલર કંપનીઝ ફંડ 15 વર્ષમાં રૂ. 5000 SIP ને રૂ. 45.5 લાખમાં રૂપાંતરિત કરે છે. તેનું સરેરાશ વળતર 19.5 ટકા છે. રોકાણની કુલ રકમ 9 લાખ રૂપિયા થાય છે. NAV 3 ઓગસ્ટના રોજ રૂ.118 હતી.
Kotak Small Cap Fund
કોટક સ્મોલકેપ ફંડે 15 વર્ષ પહેલાં શરૂ થયેલી રૂ. 5000ની SIPમાંથી રૂ. 44.6 લાખનું ભંડોળ તૈયાર કર્યું છે. તેનું વાર્ષિક સરેરાશ વળતર 19.3 ટકા છે. રોકાણની કુલ રકમ 9 લાખ રૂપિયા છે. આ ફંડની NAV 3 ઓગસ્ટના રોજ રૂ.191 હતી.
HDFC Small Cap Fund
HDFC સ્મોલકેપ ફંડે રૂ. 5000ની SIPમાંથી 15 વર્ષમાં રૂ. 42 લાખનું ભંડોળ તૈયાર કર્યું. વાર્ષિક સરેરાશ વળતર 18.6 ટકા છે. રોકાણની કુલ રકમ 9 લાખ રૂપિયા છે. 3 ઓગસ્ટના રોજ NAV આશરે રૂ.100 હતી.
ICICI Prudential Small Cap Fund
ICICI પ્રુડેન્શિયલ સ્મોલકેપ ફંડે રૂ. 5000ની SIPમાંથી 15 વર્ષમાં રૂ. 36.6 લાખનું ભંડોળ ઊભું કર્યું. તેનું સરેરાશ વાર્ષિક વળતર 17.1 ટકા છે. રોકાણની કુલ રકમ 9 લાખ રૂપિયા છે. 3જી ઓગસ્ટના રોજ તેની NAV રૂ. 64 હતી.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા દસ્તાવેજો ધ્યાનથી વાંચવા. કોઈપણ ફંડમાં રોકાણનો નિર્ણય લેતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)