AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price Hike : શું 1 કિલો બદામના ભાવ સુધી મોંઘા થશે ટામેટા? ભારે વરસાદમાં ઘણા વિસ્તારોમાં પાક ધોવાયો

દેશની મોંઘવારી(inflation)થી સામાન્ય જનતાની સાથે સાથે ખાસ લોકો પણ પરેશાન થઈ ગયા છે. ટામેટાનો ભાવ 500 સુધી જવાનો અંદાજ નકારાઈ રહ્યો નથી. એક એ કોમર્સ સાઈટ અનુસાર એક કંપની  100% Natural Premium Kashmiri Mamra Almonds ને 500 રૂપિયા કિલોના ભાવે વેચે છે ત્યારે ટામેટા આ કિંમતે પહોંચે તો ડ્રાયફ્રુટના ભાવ ટામેટા સામે સરખા થયા છે.

Tomato Price Hike : શું 1 કિલો બદામના ભાવ સુધી મોંઘા થશે ટામેટા? ભારે વરસાદમાં ઘણા વિસ્તારોમાં પાક ધોવાયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 10:30 AM
Share

દેશની મોંઘવારી(inflation)થી સામાન્ય જનતાની સાથે સાથે ખાસ લોકો પણ પરેશાન થઈ ગયા છે.  મોટાભાગના બજારોમાં ટામેટાં મોંઘા(Tomato Price Hike) થઈ ગયા છે. ગુજરાતમાં હોલસેલ બજારમાં 95 થી 120 અને રિટેઇલમાં 180 થી 250 અને 300 રૂપિયા કિલો સુધી ભાવ સાંભળવા મળ્યા છે.માત્ર ટામેટાજ નહીં પણ મોટાભાગના લીલા શાકભાજીના વધતા ભાવ મોટાભાગના લોકોને રડાવી રહ્યા છે

કઠોળ, ચોખા અને મસાલાથી માંડીને રાજમરા સુધીની દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે. દેશભરમાં લીલા શાકભાજી મોંઘા થયા છે. ભીંડા, કારેલા, શિમલા મરચા, બટાકા, ગાજર અને કોબીજ સહિત લગભગ તમામ પ્રકારના લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે.

1 કિલો બદામના ભાવે ટામેટાં પહોંચવાનો અંદાજ

મળતી માહિતી મુજબ ચંદીગઢમાં સૌથી મોંઘા ટામેટા વેચાઈ રહ્યા છે. અહીં એક કિલો ટામેટાની કિંમત 350 રૂપિયા થઈ ગઈ છે. તે જ સમયે, ગાઝિયાબાદમાં પણ ટામેટાં 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.  નિષ્ણાંતોનું કહેવું છે કે જો પહાડી રાજ્યોમાં વરસાદની મોસમ આમ જ ચાલુ રહેશે તો લીલા શાકભાજી મોંઘા થઈ જશે. ટામેટાનો ભાવ 500 સુધી જવાનો અંદાજ નકારાઈ રહ્યો નથી. એક ઈ કોમર્સ સાઈટ અનુસાર એક કંપની  100% Natural Premium Kashmiri Mamra Almonds ને 500 રૂપિયા કિલોના ભાવે વેચે છે ત્યારે ટામેટા આ કિંમતે પહોંચે તો ડ્રાયફ્રુટના ભાવ ટામેટા સામે સરખા થયા છે.

ભાવ ટૂંક સમયમાં ગમે ત્યારે ઘટે તેવી શક્યતા નથી

નેશનલ કોમોડિટી મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડના સીઈઓ સંજય ગુપ્તાએ આગાહી કરી છે કે ટામેટાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. આગામી બે મહિના સુધી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત મળવાની નથી. સંજય ગુપ્તા કહે છે કે વરસાદને કારણે હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ટામેટાંનો પાક બરબાદ થઈ ગયો છે. જેના કારણે ટામેટાના ઉત્પાદનને અસર થઈ હતી અને તેના ભાવમાં વધારો થયો હતો. હાલમાં, ટૂંક સમયમાં ગમે ત્યારે ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.

ટામેટાં 20 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતાં હતા

જો કે સરકાર મોંઘવારી પર અંકુશ મેળવવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. સરકાર પોતે પણ  ઓછા ભાવે ટામેટાં વેચી રહી છે. નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયાએ શુક્રવારથી દિલ્હી-એનસીઆરમાં 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ કર્યું છે. આવી સ્થિતિમાં ટામેટાં ખરીદવા માટે મોબાઈલ વાન બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે એક મહિના પહેલા ટામેટાં ઘણા સસ્તા હતા. વેપારીઓ ખેડૂતો પાસેથી 1 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં ખરીદતા હતા. તે જ સમયે, છૂટક બજારમાં ટામેટાં 20 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">