AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

McDonald’s ને નડી મોંઘવારી, બર્ગરમાંથી ગાયબ થયા લાલ ટમેટા, આપ્યુ આવું કારણ

દેશના ઘણા ભાગોમાં ટામેટાની કિંમત 150 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે. તેની અસર સામાન્ય માણસો પર જ નહીં પરંતુ રેસ્ટોરાં પર પણ જોવા મળી રહી છે.

McDonald’s ને નડી મોંઘવારી, બર્ગરમાંથી ગાયબ થયા લાલ ટમેટા, આપ્યુ આવું કારણ
McDonald’s
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 3:09 PM
Share

દેશમાં ચોમાસાની શરૂઆત થતાં જ શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, ખાસ કરીને ટામેટાંના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. દેશના ઘણા ભાગોમાં ટામેટાની કિંમત 150 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ છે. તેની અસર સામાન્ય લોકો પર જ નહીં રેસ્ટોરન્ટ બિઝનેસ પર પણ પડી રહી છે.

આવી સ્થિતિમાં, તમારા મનપસંદ બર્ગર આઉટલેટ મેકડોનાલ્ડ્સે એક મોટી જાહેરાત કરી છે, જેના કારણે તમારા બર્ગરનો સ્વાદ બગડી ગયો છે. રેસ્ટોરન્ટના બર્ગરમાંથી હવે ટામેટાં ગાયબ થઈ ગયા છે.

આ પણ વાંચો : શાકભાજી સાથે કઠોળના ભાવમાં વધારો થતાં લોકોના ખિસ્સા પર પડ્યો ભાર, જાણો ભાવોમાં કેટલા થયા ફેરફાર

મેકડોનાલ્ડે કહ્યું કે, હવામાનમાં ફેરફારને કારણે અને અમારા તમામ પ્રયાસો છતાં પણ અમે સારી ગુણવત્તાના ટામેટાં મેળવી શકતા નથી. એટલા માટે અમારા કેટલાક આઉટલેટ્સ પર ટામેટાં ફુડમાં ઉપલબ્ધ નહીં રહે.

આ સ્થિતિ કાયમી નથી. તેની ઊંચી કિંમતને કારણે, ભારતમાં (ઉત્તર અને પૂર્વ) મેકડોનાલ્ડ્સની કેટલીક રેસ્ટોરન્ટમાં ટામેટા મેનુમાંથી ગાયબ થઈ ગયા છે. કંપનીનું કહેવું છે કે હવામાનમાં ફેરફારને કારણે ગુણવત્તાયુક્ત ટામેટાં બજારમાં ઉપલબ્ધ નથી. એટલા માટે મેં ટામેટાંનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે.

જ્યારે એક ગ્રાહકે McDonald’s માં ફોન કરીને ટોમેટો બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. તો મેકડોનાલ્ડ્સ સાકેત તરફથી જવાબ આવ્યો કે આ સમયે અમે બર્ગરમાં ટામેટાંનો ઉપયોગ નથી કરતા. અત્યારે માત્ર ટામેટા વગરના બર્ગરનો જ ઓર્ડર સ્વીકારવામાં આવી રહ્યો છે.

ટામેટાંના ભાવ કેમ વધ્યા?

થોડા સમય પહેલા સુધી ખેડૂતોને ટામેટાના પાકની કિંમત પણ મળતી ન હતી. આવી સ્થિતિમાં, નુકસાનને કારણે ઘણા ખેડૂતોએ પોતાનો પાક બગાડ્યો હતો. સ્થિતિ એવી હતી કે મે મહિનામાં મહારાષ્ટ્રના નાસિકમાં ટામેટાની કિંમત ઘટીને 1 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. પરંતુ હવે તેની કિંમત અનેક ગણી વધી ગઈ છે. આ વર્ષે દેશમાં ચોમાસું મોડું થયું હતું. પરંતુ બાદમાં અચાનક જ ચોમાસાએ જોર પકડ્યું હતું. જેના કારણે પાક પર અસર જોવા મળી છે.

દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે ટામેટાંનો પુરવઠો પણ ઘણો ઓછો થયો છે. આ તમામ કારણોસર ટામેટાના ભાવ આસમાને છે. જોકે સરકારનું કહેવું છે કે આ વધારો કામચલાઉ છે. જ્યારે સ્થિતિ કાબૂમાં આવશે, ત્યારે ટામેટાંના ભાવ ફરીથી તેના જૂના સ્તર પર આવી જશે.

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">