GOLD : સોનાના દાગીના સંબંધિત આ મહત્વનો નિયમો 31 ઓગસ્ટથી લાગુ થશે, સોનુ ખરીદતા પહેલા હવે આ બાબતનું ધ્યાન અચૂક રાખજો
હોલમાર્કિંગ ગ્રાહકો માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે હોલમાર્ક કરેલ જ્વેલરી ખરીદો છો તો જ્યારે તમે તેને વેચવા જાઓ છો ત્યારે કોઈ ડેપ્રિસિએશન કાપવામાં આવશે નહીં.આનો અર્થ એ છે કે તમને તમારા સોનાની સંપૂર્ણ કિંમત મળશે.
જો તમારા સોનાના દાગીના ઉપર હોલમાર્ક કરવામાં આવે છે તો તેનો અર્થ એ છે કે તેની શુદ્ધતા પ્રમાણિત છે. ઘણા જ્વેલર્સ તપાસ પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હોલમાર્ક લાગુ કરે છે. આવી સ્થિતિમાં હોલમાર્ક ઓરિજિનલ છે કે નહીં તે જોવું જરૂરી છે. મૂળ હોલમાર્ક બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના ત્રિકોણીય ચિહ્ન ધરાવે છે. તેના પર હોલમાર્કિંગ સેન્ટરના લોગો સાથે સોનાની શુદ્ધતા પણ લખેલી છે. તેમાં જ્વેલરી ઉત્પાદનનું વર્ષ અને ઉત્પાદકનો લોગો પણ હોય છે.
નવો નિયમ 31 ઓગસ્ટથી લાગુ થશે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1 સપ્ટેમ્બર, 2021 સુધી કોઈ પણ વેપારીને જૂના સ્ટોક પર હોલમાર્ક લગાવવા બદલ કોઈ દંડ કરવામાં આવશે નહીં અને કોઈ માલ પણ જપ્ત કરવામાં આવશે નહીં. તમામ જ્વેલરી વેપારીઓએ માત્ર એક જ વખત રજિસ્ટ્રેશન લેવાનું રહેશે જેને રિન્યુ કરાવવું પડશે નહીં. કુંદન અને પોલ્કી જ્વેલરી અને જ્વેલરી વળી ઘડિયાળોને હોલમાર્કના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે.
આ નિયમ શા માટે જરૂરી છે? હોલમાર્કિંગ ગ્રાહકો માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે હોલમાર્ક કરેલ જ્વેલરી ખરીદો છો તો જ્યારે તમે તેને વેચવા જાઓ છો ત્યારે કોઈ ડેપ્રિસિએશન કાપવામાં આવશે નહીં.આનો અર્થ એ છે કે તમને તમારા સોનાની સંપૂર્ણ કિંમત મળશે. આ સિવાય તમે જે સોનાની ખરીદી કરો છો તેની ગુણવત્તાની ખાતરી આપવામાં આવશે. તેનાથી દેશમાં ભેળસેળયુક્ત સોનાનું વેચાણ બંધ થશે. ગ્રાહકો છેતરાઈ જવાનો ડર રહેશે નહીં.
હોલમાર્કિંગમાં આ સમસ્યાઓ આવી રહી છે નાના અને મધ્યમ જ્વેલર્સે કોમ્પ્યુટર સિસ્ટમ અને નિષ્ણાત સ્ટાફ રાખવો પડશે જેની કિંમત વધશે. હોલમાર્ક માટે જ્વેલરી મોકલવાની સિસ્ટમ ઓનલાઇન બની છે. નાના અને મધ્યમ જ્વેલર્સ આમાં કુશળ નથી. નાની જ્વેલરી વસ્તુઓની વધુ સંખ્યાને કારણે હોલમાર્કિંગ કેન્દ્રોને તેમની વિગતો રાખવી મુશ્કેલ બની રહી છે.
સરકારે આપેલી મહત્વની માહિતી ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે કહ્યું હતું કે સોના પર હોલમાર્કિંગના પ્રથમ તબક્કામાં 256 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.આ 256 જિલ્લાઓને સરકાર દ્વારા નક્કી આવ્યા છે અને આ જિલ્લાઓ 28 રાજ્યોના છે. તેમણે કહ્યું કે આ નિયમ 23 જૂન 2021 થી લાગુ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Share Market: SENSEX 55 હજારને પાર પહોંચ્યો, જાણો બજારનો કેવો છે મિજાજ
આ પણ વાંચો : બેંક કર્મચારીઓ માટે ખુશખબર : પગારમાં થશે વધારો, જાણો કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો કર્યો