Flipkart અને Amazonથી પણ સસ્તો સામાન વેચી રહી છે આ સરકારી વેબસાઈટ, લોકો કરી રહ્યા છે ધનાધન ખરીદી

|

Jul 18, 2022 | 2:11 PM

Gem Selling Budget Range Products: ભારતીય ગ્રાહકો ડિસ્કાઉન્ટ માટે ફ્લિપકાર્ટ (Flipkart) અને એમેઝોન (Amazon) જેવા પોર્ટલ્સ પસંદ કરે છે પરંતુ તમે શું જાણો છો કે એક સરકારી પોર્ટલ આ બધી ઈ-કોમર્સ વેબસાઈટ કરતા પણ વધુ સસ્તો સામાન વેચી રહી છે. જાણો ક્યા સરકારી પોર્ટલ પર મળે છે સસ્તો સામાન.

Flipkart અને Amazonથી પણ સસ્તો સામાન વેચી રહી છે આ સરકારી વેબસાઈટ, લોકો કરી રહ્યા છે ધનાધન ખરીદી
ફ્લિપકાર્ટ, એમેઝોન કરતા સસ્તુ સરકારી પોર્ટલ

Follow us on

Online Marketplace Gem is Selling Most Affordable Products: જો તમે ભારતમાં રહેતા હો તો તમે જાણતા જ હશો કે અહીં જરૂરી  પ્રોડક્ટ્સની ખરીદી માટે ફ્લિપકાર્ટ (Flipkart) અને એમેઝોન (Amazon) ને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. હકીકતમાં આ એવા પોર્ટલ છે જે ભારતીય ગ્રાહકોને જરૂરી તમામ સામાન વેચે છે. તમે મિનિટોની અંદર કોઈપણ વસ્તુની ખરીદી કરી શકો છો, ભલે પછી તે કોઈ સ્માર્ટ ફોન (Smart Phone)ની ખરીદી હોય કે ટીવી, ફ્રીજ કે અન્ય કોઈ સામાન. દરેક પ્રકારની વસ્તુઓ અહીં ઉપલબ્ધ હોય છે. જો કે બહુ ઓછા લોકો જાણતા હશે કે એક એવુ જ ઓનલાઈન માર્કેટ પ્લેસ છે જે આ વેબસાઈટથી પણ સસ્તો સામાન ઓફર કરી રહ્યુ છે.

કયુ છે આ માર્કેટ પ્લેસ ?

આ સરકારી માર્કેટ પ્લેસ છે gem.gov.in અહીંથી આપ કોઈપણ ખરીદી કરી શકો છો. આ માર્કેટ પ્લેસમાં કેટલીક પ્રોડક્ટ્સ એવી છે જે અન્ય કોઈપણ વેબસાઈટની સરખામણીએ ઘણી વ્યાજબી કિંમતે ખરીદી શકો છો. આપને જણાવી દઈએ કે વર્ષ 2021-22માં થયેલા ઈકોનોમિક સર્વેમાં આ વાતની પુષ્ટિ થઈ ચુકી છે કે 10 એવી પ્રોડક્ટ્સ જે આ વેબસાઈટ પર ઘણી ઓછી કિંમતે વેચાઈ રહી છે. જો કે તેની કિંમતોમાં આમ તો કોઈ મોટો ફર્ક નથી, છતા તેની કિંમતો Amazon અને Flipkart કરતા ઓછી છે.

શું છે તેની ખાસિયત ?

ઓછી કિંમત હોવા છતાં પણ આ સરકારી પોર્ટલની ક્વોલિટીમાં કોઈપણ પ્રકારની ખામી આપને જોવા નહીં મળે અને આ જ કારણ છે કે ગ્રાહકો તેના પર વિશ્વાસ મુકી ખરીદી કરી શકે છે. ઈકોનોમિક સર્વે દરમિયાન કુલ મળીને 22 પ્રોડક્ટ્સ વચ્ચે સરખામણી કરવામાં આવી હતી જેમાથી એ તથ્ય સામે આવ્યુ કે આ સરકારી પોર્ટલ અને અન્ય ઈ-કોમર્સની કિંમતોમાં ઘણુ અંતર છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કિંમતોમાં આ અંતર 9.5 ટકા હતુ. આવા ગ્રાહકો માટે આ લાભદાયક ડીલ સાબિત થઈ શકે. બહુ જૂજ પોર્ટલ્સ એવા છે જે ઓછી કિંમતો હોવા છતા ક્વોલિટી જાળવી રાખે છે, જો કે આપ આ સરકારી માર્કેટ પ્લેસ પર જઈને ઘણી બચત કરી શકો છો અને સારી ક્વોલિટીવાળી પ્રોડક્ટસ પણ ખરીદી શકો છો.

Next Article