Gujarati NewsBusiness This giant government company of Gujarat will be merged know about that company
Merged: ગુજરાતની આ દિગ્ગજ સરકારી કંપનીનું થશે મર્જર, જાણો તે કંપની વિશે
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPCL), ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) અને ગુજરાત ગેસ લિમિટેડ (GGL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા મર્જર-ડીમર્જર સ્કીમને મંજૂરી આપવમાં આવી છે. આજ સ્કીમના બીજા ભાગમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL)ને નવા સ્વરૂપમાં ડીમર્જ કરવામાં આવશે.
Image Credit source: Social Media
Follow us on
ગુજરાત સરકારની મંજૂરી પશ્ચાત ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPCL), ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) અને ગુજરાત ગેસ લિમિટેડ (GGL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા મર્જર-ડીમર્જર સ્કીમ તારીખ 30 ઓગસ્ટ 2024ના રોજ મંજૂર કરવામાં આવેલ છે.
જીએસપીસી ગૃપ દ્વારા જાહેર કરવામાં આવેલ મર્જર-ડીમર્જર સ્કીમ અનુસાર સ્કીમના પ્રથમ ભાગમાં ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPCL) અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL)ને ગુજરાત ગેસ લિમિટેડ (GGL)માં મર્જ કરવામાં આવશે અને આજ સ્કીમના બીજા ભાગમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL)ને નવા સ્વરૂપમાં ડીમર્જ કરવામાં આવશે.
ઉત્તર ભારતના રાજસ્થાન, પંજાબ અને હરિયાણા રાજ્યોમાં ગેસ પાઈપલાઈનની કામગિરી માટે જીએસપીએલ ઈન્ડિયા ગેસનેટ લી. (GIGL)ની સ્થાપના અને તે દ્વારા 1690 કિમીની ગેસ પાઈપલાઈન કામગીરી
દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં રાજ્યોમાં ગેસ પાઈપલાઈનની કામગીરી માટે જીએસપીએલ ઈન્ડિયા ટ્રાનસ્કો લી. (GITL) ની સ્થાપના અને તે દ્વારા 365 કિમીની ગેસ પાઈપલાઈન કામગીરી
છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં 71412 કરોડનો ટર્નઓવર
છેલ્લા પાંચ નાણાંકીય વર્ષોમાં કર-પશ્ચાત નો ચોખ્ખો નફો (PAT) 6442 કરોડ રૂપિયા
હાલ સંપૂર્ણ ડેબ્ટ-ફ્રી કંપની અને કેર, ઈન્ડિયા રેટિંગ અને ક્રિસિલ દ્વારા AAA ફાઇનાન્સિયલ રેટીંગ
જીએસપીસી ગૃપ મર્જર-ડીમર્જર સ્કીમ
જીએસપીસી ગૃપ હેઠળના ઓઇલ-ગેસ વ્યવસાય નું એકત્રીકરણ કરી ટ્રાન્સમિશન વ્યવસાય સ્વતંત્ર કરવામાં આવશે
જેથી ઓઇલ-ગેસ અને ઉર્જા ક્ષેત્રોમાં ઉભરાતી વિકાસની અમૂલ્ય તકોનો લાભ મેળવી શકાશે.
વિકસિત ભારત @47 માટેની ઉર્જા જરૂરિયાતો ધ્યાને લઈ ગૃપનું રી-સ્ટ્રક્ચરિંગ
જીએસપીસીનું ગુજરાત ગેસમાં મર્જર કરવાથી જીએસપીસીનું આપમેળે શેરબજાર માં લિસ્ટિંગ થશે
જીએસપીએલ અને ગુજરાત ગેસનું શેર ક્રોસ-હોલ્ડિંગ દૂર થશે જેથી જીએસપીએલના શેર ધારકોને વેલ્યુ અનલોકિંગનો લાભ મળશે.
મર્જર-ડીમર્જરની સ્કીમ અંતર્ગત પ્રથમ જીએસપીએલના પ્રત્યેક 130 શેર ગુજરાત ગેસના 100 શેર ફાળવવામાં આવશે. તદુપરાંત નવા સ્વરૂપમાં જીએસપીએલનું લિસ્ટિંગ થયા પછી નવા જીએસપીએલ વધારાના ૩૩ શેર મળવાપાત્ર રહેશે.
મર્જર-ડીમર્જરની સંપૂર્ણ સ્કીમને સેબીની તેમજ અન્ય કાયદાકીય જોગવાઇઓ અંતર્ગત મંજૂરીઓ મેળવી અમલમાં મૂકવા માટે આશરે 9 થી 10 મહિનાનો સામે લાગશે.