AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card ધારકોને આ સુવિધા આર્થિક સંકટમાં મોટી રાહત આપે છે , જાણો વિગતવાર

ક્રેડિટ કાર્ડ(Credit Card)થી લોકોની ખરીદશક્તિ વધી છે. પહેલા પ્રોડક્ટ ખરીદવામાં આવે છે અને ચુકવણી બાદમાં કરવાના વધતા જતા વલણને કારણે લોકો ઓવર સ્પેન્ડિંગ કરે છે.

Credit Card ધારકોને આ સુવિધા આર્થિક સંકટમાં મોટી રાહત આપે છે , જાણો વિગતવાર
Credit Card
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2021 | 8:04 AM
Share

ક્રેડિટ કાર્ડ(Credit Card)થી લોકોની ખરીદશક્તિ વધી છે. પહેલા પ્રોડક્ટ ખરીદવામાં આવે છે અને ચુકવણી બાદમાં કરવાના વધતા જતા વલણને કારણે લોકો ઓવર સ્પેન્ડિંગ કરે છે. કેટલાક સંજોગોમાં બિલની ચુકવણી કરી શકતા નથી અથવા લઘુત્તમ રકમ ચૂકવેછે. સમયસર ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરવાનાં ગંભીર પરિણામો આવે છે.

આ પરિસ્થિતિ તમારા ક્રેડિટ સ્કોરને અસર કરવા ઉપરાંત ક્રેડિટ કાર્ડના પેમેન્ટમાં વિલંબ થવાથી તમાટે લેટ ફી ચૂકવવી પડે છે. તમારા આગલા બિલિંગ સ્ટેટમેન્ટમાં લેટ ફી અથવા નહિ કરેલ પેમેન્ટ શામેલ હશે. ઉપરાંત, જો પેમેન્ટ દર મહિને મોડું કરો છો તો તમને લેટ ફી પેમેન્ટ અથવા ન્યૂનતમ ચુકવણી કરતા ઓછું પેમેન્ટ કરવા ઉપર ચાર્જીસ ચૂકવવા પડશે.

સમયસર પેમેન્ટ ન કરવાથી ઘણા ચાર્જીસ લાગશે નિયત તારીખ સુધીમાં આખું ક્રેડિટ કાર્ડ બિલ ભરપાઇ કરવામાં ન આવે તો બાકી બિલ પર ફાયનાન્સ ચાર્જીસ લેવામાં આવશે. ચાર્જ સામાન્ય રીતે બાકી ક્રેડિટ કાર્ડ બિલ પર વાર્ષિક 30-49% ની વચ્ચે હોય છે. સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી ન કરવાથી, કેટેસ્ટ ક્રેડિટ કાર્ડ ટ્રાંઝેક્શન પરના ઇંટ્રેસ્ટ ફ્રી પિરિયડને રદ કરવામાં આવે છે.

વધુ વ્યાજદર ચૂકવવું પડશે જો તમારું પેમેન્ટ 60 દિવસમાં થતું નથી તો તમારા વ્યાજ દરમાં પણ વધારો થશે. તમને માત્ર લેટ ફીનો દંડ કરવામાં આવશે નહીં પણ તમારા વ્યાજ ડરની પેનલ્ટીમાં પણ વધારો કરશે, જે તમારા ક્રેડિટ કાર્ડ પરનો સૌથી વધુ વ્યાજ દર રહેશે.

બાકી રકમ EMI માં કન્વર્ટ કરો જે લોકો તેમના સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ બીલની નિયત તારીખ સુધીમાં ચુકવણી કરી શકતા નથી તેઓ તેમની તાત્કાલિક ચુકવણીની ક્ષમતાના આધારે તેમના સંપૂર્ણ ક્રેડિટ બિલને equated monthly instalments (EMI) માં રૂપાંતરિત કરી શકે છે. EMI રૂપાંતરણોનો વ્યાજ દર ફાઇનાન્સ ચાર્જ કરતા ઘણો ઓછો છે, તેથી તે વ્યાજના બોજને ઘટાડવામાં મદદ કરશે.

જાણી લો કે આવા EMI કન્વર્ઝનનો સમયગાળો 3 મહિનાથી 5 વર્ષ સુધીનો મળી શકે છે. તેથી તમે તમારી EMI પરવડે તેવા આધારે EMI અવધિ પસંદ કરી શકો છો. આ EMI વિકલ્પ તમને ક્રેડિટ સ્કોર્સ પર વિપરીત અસરને ટાળવા સાથે નાની હપ્તામાં બિલની ચુકવણી કરવાની મંજૂરી આપે છે.

ક્રેડિટ કાર્ડ બેલેન્સ EMI પર ટ્રાન્સફર કરી શકાય ઘણા ક્રેડિટ કાર્ડ આપનારા ક્રેડિટ કાર્ડ બેલેન્સ ટ્રાન્સફર પર EMI કન્વર્ઝનની સુવિધા આપે છે. આ વિકલ્પ તમને ક્રેડિટ કાર્ડની બાકી ક્રેડિટ બેલેન્સને બીજા કાર્ડ ઇશ્યુઅર દ્વારા જારી કરાયેલા બીજા ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે અને પછી ટ્રાન્સફર બેલેન્સને EMIમાં કન્વર્ટ કરે છે.

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">