ઈલેક્ટ્રિક વ્હીકલ સંદર્ભે કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય, 1 સપ્ટેમ્બરથી લાગુ થશે આ ફેરફાર

બેટરી પર ચાલતા વાહનો, ટુ વ્હીલર કે ફોર વ્હીલરની સંખ્યામાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે, તેની બેટરી ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે છે.

ઈલેક્ટ્રિક વ્હીકલ સંદર્ભે કેન્દ્ર સરકારે લીધો આ મોટો નિર્ણય, 1 સપ્ટેમ્બરથી લાગુ થશે આ ફેરફાર
Electric vehicle
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 8:40 AM

કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલ(Electric vehicle) સબસિડી અને PLI સ્કીમના મામલે કેટલાક નિયમો પહેલા કરતા વધુ કડક બનાવ્યા છે. વાસ્તવમાં અત્યાર સુધી કંપનીઓ એઆરઆઈ અથવા આઈટીઆરમાં ઈ-વહીકલ્સનું પરીક્ષણ કરાવતી હતી. કંપનીઓ ઈ-વહીકલ્સ પર પાર્ટ્સના સ્ત્રોત જણાવીને અને તેનું ટેસ્ટિંગ કરાવીને સબસિડી લેતી હોય છે. તાજેતરમાં ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે. આને ધ્યાનમાં રાખીને સરકારે ગ્રાહકોની સુરક્ષા અને ઈ-વાહનોની ખામીઓ પર ધ્યાન આપ્યું છે.સરકારને આશંકા હતી કે કંપનીઓ સામાન્ય ગુણવત્તાના પાર્ટસ લગાવીને વાહનો તૈયાર કરી રહી છે. આ કારણોસર ઈલેક્ટ્રીક વાહનોમાં આગ લાગવાના બનાવો વારંવાર બની રહ્યા છે.

એવું પણ માનવામાં આવતું હતું કે કંપનીઓ પરીક્ષણ માટે મોકલવામાં આવતા વાહનોમાં સારી ગુણવત્તાના પાર્ટ્સ મૂકીને પ્રમાણપત્ર લે છે. સાથે જ ગ્રાહકોને આપવામાં આવતા ઈ-વાહનોમાં હલકી ગુણવત્તાના પાર્ટસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે સબસિડી અને PLI સ્કીમના નિયમો કડક બનાવ્યા છે.

નવા નિયમોનો શું ફાયદો થશે

સરકારના નવા નિયમો અનુસાર કંપનીઓએ દરેક ઈ-વ્હીકલમાં ઉપયોગમાં લેવાતા પાર્ટ્સના સ્ત્રોત વિશે સંપૂર્ણ માહિતી આપવી પડશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર હવે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગને FAME-2 સાથે લિંક કરવું પડશે. આ માત્ર ઈ-વાહનોને વધુ સુરક્ષિત બનાવશે નહીં પરંતુ સ્થાનિક ભાગોના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે. સરકારનું માનવું છે કે આનાથી વાહનોમાં વધુ સારી ગુણવત્તાના પાર્ટ્સનો ઉપયોગ થશે અને આગચંપીની ઘટનાઓમાં ઘટાડો થશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

CA દ્વારા પ્રમાણિત કરવાની માહિતી

ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત ઇ-વાહનોમાં ઉપયોગમાં લેવાતા ભાગોની સ્ત્રોત કંપની સાથે સંબંધિત તમામ માહિતી મેળવવાની રહેશે. આનાથી કંપનીઓ હલકી ગુણવત્તાના પાર્ટ્સનો ઉપયોગ કરવાથી નિરુત્સાહિત થશે અને ઈ-વાહનોમાં સારા ભાગોનો ઉપયોગ કરશે. એક અહેવાલ મુજબ ઈ-વાહનોને લઈને કડક નવા નિયમો 1 સપ્ટેમ્બર 2022 થી લાગુ કરવામાં આવશે.

Electric Vehicle ની નકામી બેટરીને ફેંકી દેવાની જરૂર નથી

બેટરી પર ચાલતા વાહનો, ટુ વ્હીલર કે ફોર વ્હીલરની સંખ્યામાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે, તેની બેટરી ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે છે. Electric Vehicle બેટરીના ચાર્જિંગ પર જે ઝડપથી કામ થઈ રહ્યું છે, તે ઝડપથી બેટરીના વેસ્ટ મેનેજમેન્ટનું કામ થઈ રહ્યું નથી. જોકે, સરકારે ઈવીમાં વપરાતી લિથિયમ આયન બેટરીના વેસ્ટ મેનેજમેન્ટ માટે નિયમ બનાવ્યો છે. આ નિયમથી EV માલિકોને ફાયદો થશે કારણ કે બેટરીને કચરામાં ફેંકવાને બદલે તેને વેચીને પૈસા કમાઈ શકાય છે. વિગતવાર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">