BJPના મેનિફેસ્ટોમાં જોવા મળી આ ઝલક, આ 20થી વધુ સ્ટોક્સ ઉપર પડી શકે છે મોદી સરકારની ગેરંટીની અસર

|

Apr 16, 2024 | 9:43 AM

તાજેતરમાં જ ભાજપે પોતાનો મેનિફેસ્ટો રજૂ કર્યો હતો. જેમાં તેમણે અમુક ચોક્કસ ક્ષેત્રો પર વધુ ધ્યાન આપવાની વાત કરી હતી. આજે અમે તમારા માટે 25 શેરોનું લિસ્ટ લાવ્યા છીએ જેની અસર જો બીજેપીના નેતૃત્વમાં સરકાર બનશે તો જોઈ શકાય છે.

BJPના મેનિફેસ્ટોમાં જોવા મળી આ ઝલક, આ 20થી વધુ સ્ટોક્સ ઉપર પડી શકે છે મોદી સરકારની ગેરંટીની અસર
bjp manifesto

Follow us on

જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ પક્ષો પોતપોતાના મેનિફેસ્ટો રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં જ ભાજપે પોતાનો મેનિફેસ્ટો રજૂ કર્યો હતો. જેમાં તેમણે અમુક ચોક્કસ ક્ષેત્રો પર વધુ ધ્યાન આપવાની વાત કરી હતી. આજે અમે તમારા માટે 20થી વધુ શેરોનું લિસ્ટ લાવ્યા છીએ જેની અસર જો બીજેપીના નેતૃત્વમાં સરકાર બનશે તો જોઈ શકાય છે. એક વાક્યમાં કહીએ તો આ 20થી વધુ શેરો છે જેના પર મોદીની ગેરંટીની સીધી અસર થશે.

રોકાણકારો આ શેરો પર રાખશે નજર

આગામી નવી સરકારમાં ભાજપનું ફોકસ એફોર્ડેબલ હાઉસિંગ (AH) પર જોવા મળશે, જે હુડકો, મેટલ્સ, NBFC અને સિમેન્ટ (અલ્ટ્રાટેક અને અંબુજા સિમેન્ટ)ના શેરને અસર કરી શકે છે. સરકાર પર્યટન ક્ષેત્રમાં પણ ઝડપથી કામ કરશે, જેની અસર હોટેલ્સ, એવિએશન ઇન્ડસ્ટ્રી અને NBFC સાથે સંબંધિત શેર પર જોવા મળશે.

સરકાર EV પર ફોકસ કરશે

નવી સરકાર રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર (નવું અને એડવાન્સ્ડ) સુધારવા પર કામ કરશે. તેની અસર APL Apollo, JTL, Surya, Hi-Tech જેવા સ્ટોક પર જોવા મળશે. સરકારે EV સેક્ટરને નવી દિશા આપવાની વાત કરી છે, જેની અસર ઓટો ઉત્પાદકો (ટાટા મોટર્સ, ટીવીએસ મોટર) અને NBFCs (શ્રીરામ ફાઇનાન્સ, સુંદરમ ફાઇનાન્સ અને ચોલ)ના શેરમાં જોવા મળી શકે છે. જ્યારે સરકાર EV પર ફોકસ કરશે ત્યારે ઓટો પાર્ટ્સ સપ્લાયર્સ સાથે સંકળાયેલી કંપનીઓના શેરને પણ અસર થશે. જેનો ફાયદો મધરસન અને સોના BLW જેવી કંપનીઓને થશે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

નવી સરકાર કુદરતી ગેસ પર પણ કામ કરશે

સરકારે મુદ્રા લોન મર્યાદા વધારવાની વાત કરી છે, જેના કારણે PSB, SFB અને MFIના શેરમાં વધારો જોવા મળી શકે છે. ભાજપે એમ પણ કહ્યું છે કે, તે એમએસએમઈને નવી દિશા આપવાનું કામ કરશે. જેની સીધી અસર શ્રીરામ ફાઇનાન્સ, માસફિન (NR) અને બજાજ ફાઇનાન્સના શેર પર પડશે.

નવી સરકાર કુદરતી ગેસ પર પણ કામ કરશે, જેના કારણે ગેસ ગેઇલ, પેટ્રોનેટ LNG, IGL, મહાનગર ગેસ, ગુજરાત ગેસ, અદાણી ટોટલ ગેસ એન્ડ પાઇપ્સ (વેલસ્પન કોર્પ, મહારાષ્ટ્ર સીમલેસ, રત્નમણિ મેટલ્સ)ના શેરમાં વધારો જોવા મળી શકે છે.

 

Next Article