એપ્રિલથી વાહનોના થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં વધારાના મળી રહ્યા છે સંકેત, જાણો કેટલો મોંઘો થશે વીમો
સૂચિત સુધારેલા દરો મુજબ વર્ષ 2019-20માં 1,000 ક્યુબિક ક્ષમતા (cc) ધરાવતી ખાનગી કાર પર રૂ. 2,094નો દર લાગુ થશે જે રૂ. 2,072 હતો.
એપ્રિલથી તમારા વાહન માટે વીમા પ્રીમિયમમાટે વધુ રકમ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે વાહનોની વિવિધ શ્રેણીઓ માટે થૈર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમ(3rd-party motor insurance premium)માં વધારો કરવાની દરખાસ્ત કરી છે. નવા દરો આગામી નાણાકીય વર્ષથી અમલમાં આવશે. એટલે કે 1 એપ્રિલથી કાર અને ટુ-વ્હીલર માટે વીમા (Insurance ) ખર્ચમાં વધારો થવાની ધારણા છે. કોવિડ-19 રોગચાળાને કારણે બે વર્ષની મુલતવી રાખ્યા પછી 1 એપ્રિલથી સુધારેલ TP વીમા પ્રીમિયમ લાગુ થશે. વાહન દ્વારા અસરગ્રસ્ત ત્રીજી વ્યક્તિના નાણાકીય નુકસાનને આવરી લેવા માટે થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત છે.
શું છે દરખાસ્ત?
સૂચિત સુધારેલા દરો મુજબ વર્ષ 2019-20માં 1,000 ક્યુબિક ક્ષમતા (cc) ધરાવતી ખાનગી કાર પર રૂ. 2,094નો દર લાગુ થશે જે રૂ. 2,072 હતો. તેવી જ રીતે 1,000 સીસીથી 1,500 સીસીની ખાનગી કાર માટે રૂ. 3,221ની સરખામણીએ રૂ. 3,416 ખર્ચ થશે જ્યારે 1,500 સીસીથી વધુની કારના માલિકોએ રૂ. 7,890ને બદલે રૂ. 7,897નું પ્રીમિયમ ચૂકવવું પડશે. ટુ વ્હીલરના કિસ્સામાં 150 સીસીથી 350 સીસી સુધીના વાહનો માટે પ્રીમિયમ રૂ. 1,366, જ્યારે 350 સીસીથી વધુ વાહનો માટે પ્રીમિયમ રૂ. 2,804 પર રાખવામાં આવી છે. ઇલેક્ટ્રિક પ્રાઇવેટ કાર, ઇલેક્ટ્રિક ટુ વ્હીલર્સ અને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનો માટે પણ ડિસ્કાઉન્ટનો પ્રસ્તાવ છે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે પ્રદુષણ મુક્તિ પર્યાવરણને અનુકૂળ વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે.
થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ શું છે?
થર્ડ પાર્ટી વીમાને જવાબદારી કવર તરીકે પણ ઓળખવામાં આવે છે. થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ થર્ડ પાર્ટી સાથે સંબંધિત છે. વાહનનો ત્રીજો પક્ષ વીમો લેનાર વાહન માલિકને એ સુવિધા મળે છે કે તે વાહનને કારણે કોઈ અકસ્માત થાય તો વીમા કંપની થર્ડ પાર્ટીને ક્લેમ ચૂકવે છે. નાણાકીય નુકસાનને આવરી લેવા માટે થર્ડ પાર્ટી વીમો ફરજિયાત કરવામાં આવ્યો છે. વાહન માલિકો પ્રીમિયમ ભરીને વીમો મેળવી શકે છે.
વીમા મુખ્યત્વે બે પ્રકારના હોય છે
આપણા દેશમાં મુખ્યત્વે બે પ્રકારના કાર વીમા છે. જ્યારે તમે કાર ખરીદવા જાઓ છો ત્યારે તેના વિશે માહિતી આપવામાં આવે છે. પ્રથમ Third Party Insurance છે અને બીજો Comprehensive Insurance છે. નિયમો અનુસાર થર્ડ પાર્ટી વીમો કોઈ પણ સંજોગોમાં લેવો પડે છે જ્યારે અન્ય વીમો લેવો કે ન લેવો તે ગ્રાહક પર આધાર રાખે છે.
થર્ડ પાર્ટી વીમો જરૂરી છે
થર્ડ પાર્ટી વીમા હેઠળ જો તમારા વાહન દ્વારા કોઈ બીજાના વાહનને નુકસાન થાય છે તો વીમા કંપની અન્ય વાહન અને ડ્રાઈવરને થયેલા નુકસાનની ભરપાઈ કરશે. તેપોતાના વાહનને થયેલા નુકસાનને આવરી લેતું નથી. Comprehensive Insurance તમારા પોતાના વાહન અને અન્ય વાહનના નુકસાનને આવરી લે છે. આ સિવાય ઘણા પ્રકારના વીમા છે જે વિવિધ પ્રકારના કવરેજ પૂરું પાડે છે.
આ પણ વાંચો : ફેબ્રુઆરીમાં વૈશ્વિક ખાદ્યપદાર્થોના ભાવ વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા, એક વર્ષમાં 21 ટકા વૃદ્ધિ: FAO
આ પણ વાંચો : Upcoming IPO : ફેસબુકના રોકાણવાળી કંપની Meesho લાવશે કમાણીની તક, જાણો કંપની વિશે વિગતવાર