Real Estate ઉપર ઓમિક્રોનની અસર નહિવત, તેજી માટે ઓછા વ્યાજ દરની ભૂમિકા મહત્વની રહેશે

CREDAIએ કહ્યું કે પ્રોજેક્ટ નિર્માણની ગતિ પર કોઈ અસર થવાની કોઈ શક્યતા નથી. આવનારા મહિનાઓમાં જો સંક્રમણના કેસ ઝડપથી નહીં વધે તો પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ જશે, કોઈ માઠી અસર નહીં થાય.

Real Estate ઉપર ઓમિક્રોનની અસર નહિવત, તેજી માટે ઓછા વ્યાજ દરની ભૂમિકા મહત્વની રહેશે
Real Estate
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 8:51 AM

જો તમે કોઈ પ્રોજેક્ટમાં પ્રોપર્ટી બુક કરાવી છે અને કોવિડને કારણે તેનું કામ અટકી ગયું છે તો તમારા માટે રાહતના સમાચાર છે. રિયલ એસ્ટેટ(Real Estate)ના વિકાસ સાથે સંકળાયેલી કંપનીઓની સર્વોચ્ચ સંસ્થા CREDAIએ કહ્યું છે કે કોરોના વાયરસના નવા સ્વરૂપ Omicron ની અત્યાર સુધી પ્રોપર્ટી માર્કેટ પર કોઈ અસર થઈ નથી અને પ્રોજેક્ટ તેમની ગતિએ ચાલુ રહેશે

માંગમાં વૃદ્ધિ રહેવાની અપેક્ષા  CREDAI (Confederation of Real Estate Developers Associations of India) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “કોરોના વાયરસના નવા ઓમિક્રોન સ્વરૂપની ભારતના રિયલ્ટી માર્કેટ પર કોઈ ખાસ અસર નથી અને તહેવારો પછી જે વૃદ્ધિની ગતિ પ્રાપ્ત થઈ છે તે ચાલુ રહેવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોવિડ-19ના ઓમિક્રોન સ્વરૂપના અત્યાર સુધીમાં 25 કેસ નોંધાયા છે.

પ્રોજેક્ટના નિર્માણની ગતિને અસર થશે નહીં CREDAIએ કહ્યું કે પ્રોજેક્ટ નિર્માણની ગતિ પર કોઈ અસર થવાની કોઈ શક્યતા નથી. આવનારા મહિનાઓમાં જો સંક્રમણના કેસ ઝડપથી નહીં વધે તો પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ જશે, કોઈ માઠી અસર નહીં થાય. CREDAI પ્રમુખ હર્ષવર્ધન પટોડિયાએ જણાવ્યું હતું કે “કંપનીઓએ રોગચાળાના બે લહેરમાંથી શીખ્યા છે અને સપ્લાય ચેઇન અથવા મોટા પાયે કામદારોમાં કોઈપણ વિક્ષેપનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.” તેમણે ભારત સરકારને વિનંતી કરી કે રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રને લોકડાઉન અથવા કર્ફ્યુમાંથી મુક્તિ આપવી જોઈએ. ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું ‘લોકડાઉન’ અથવા કર્ફ્યુ લાગુ પડે તો આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વધુ વિલંબ ન થાય તે માટે જરૂરી હોવાનું ઉમેર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રિઝર્વ બેંક દ્વારા દર સ્થિર રાખવાથી રાહત રિયલ એસ્ટેટ કંપનીઓનું માનવું છે કે રિઝર્વ બેન્કના પોલિસી રેટ યથાવત રાખવાના નિર્ણયથી હોમ લોન પરના નીચા વ્યાજદર ચાલુ રહેશે અને ઘરોની માંગમાં સુધારો થશે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે છેલ્લા છ ત્રિમાસિક ગાળામાં રિયલ એસ્ટેટ સેક્ટરના નિર્માણમાં નીચા વ્યાજ દરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બીજી તરફ Naredcoના વાઈસ ચેરમેન અને હિરાનંદાની ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર નિરંજન હિરાનંદાનીએ જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ સેક્ટરને ઓછા વ્યાજ દરોથી ફાયદો થશે. તેમણે કહ્યું કે ઘર ખરીદનારાઓ આ ઐતિહાસિક નીચા વ્યાજ દરનો મહત્તમ લાભ લેવા માંગશે.

આ પણ વાંચો :  ITR Filing : રિટર્ન ભરવાની છેલ્લી તારીખ નજીક હોવા છતાં ગત વર્ષની સરખામણીએ માત્ર અડધાં રિટર્ન ફાઈલ થયા, જાણો કારણ

આ પણ વાંચો : Semiconductor Chip ની અછતના કારણે પેસેન્જર વાહનોના વેચાણમાં 19 ટકાનો ઘટાડો, જાણો કેમ ચિપ વગર અટક્યું વાહનોનું ઉત્પાદન

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">