RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક, શુક્રવારે રેપો રેટ અને અન્ય નીતિ દર જાહેર કરવામાં આવશે

ભારતીય રિઝર્વ બેંક (RBI) નાણાકીય નીતિ સમિતિ (MPC) ની દ્વિ-માસિક ત્રણ દિવસીય બેઠક શરૂ થઇ છે. આ સમિતિ આરબીઆઈના મુખ્ય નીતિ દર નક્કી કરે છે.

RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક,  શુક્રવારે રેપો રેટ અને અન્ય નીતિ દર જાહેર કરવામાં આવશે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 04, 2021 | 12:00 PM

ભારતીય રિઝર્વ બેંક (RBI) નાણાકીય નીતિ સમિતિ (MPC) ની દ્વિ-માસિક ત્રણ દિવસીય બેઠક શરૂ થઇ છે. આ સમિતિ આરબીઆઈના મુખ્ય નીતિ દર નક્કી કરે છે. આશા છે કે આરબીઆઈની એમપીસી વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરશે નહીં અને નાણાકીય વલણને ઉદારવાદી રાખશે.

બદલાવ ન થાય તો વૃદ્ધિને વેગ આપવા માટે જરૂરી નાણાકીય પગલાં સક્ષમ બનશે. નાણાકીય વર્ષ 2021-22 માટેનું બજેટ રજૂ કર્યા પછી MPC ની આ પહેલી બેઠક છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે MPC 5 ફેબ્રુઆરીએ જાહેર થનાર દ્વિ-માસિક નીતિ દરમાં બેંચમાર્ક રેપો રેટ ઘટાડવાનું ટાળશે. આ સિસ્ટમમાં પૂરતા પ્રમાણમાં લીકવીડિટીની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરશે અને તેનાથી માળખાગત ક્ષેત્રમાં રોકાણ વધશે.

આરબીઆઈના ગવર્નર શક્તિકિંતા દાસના નેતૃત્વમાં છ સભ્યોની MPC એ ચર્ચા વિચારણા શરૂ કરી દીધી છે. ત્રણ દિવસની બેઠક બાદ 5 ફેબ્રુઆરીએ એમપીસીના નિર્ણયોની ઘોષણા કરવામાં આવશે. એમપીસીએ છેલ્લા ત્રણ બેઠકોમાં મુખ્ય નીતિ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. હાલમાં રેપો રેટ 4 ટકાના રેકોર્ડ નીચલા સ્તર પર છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આરબીઆઈ બેંકોને રેપો રેટ પર ટૂંકા ગાળાની લોન આપે છે. તે જ સમયે, રિવર્સ રેપો રેટ હાલમાં 3.35 ટકા છે. આ દરે, બેંકો તેમની થાપણો રિઝર્વ બેંકમાં જમા કરે છે. ગયા વર્ષે ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બેંકે રેપો રેટમાં 1.15 ટકાનો ઘટાડો કર્યો છે. નિષ્ણાતો કહે છે કે આરબીઆઈ વ્યાજના દરમાં કોઈ ફેરફાર કરવાથી દૂર રહેશે અને નીતિ સમીક્ષામાં નાણાકીય વલણને ઉદાર રાખશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">