યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો, 11 વર્ષમાં પ્રથમ વખત પોલિસી રેટમાં વધારો લાગુ કરાયો

|

Jul 22, 2022 | 6:43 AM

વધતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે બ્રિટિશ સેન્ટ્રલ બેંકના ગવર્નર એન્ડ્ર્યુ બેઈલી પહેલાથી જ વ્યાજ દરો વધારવાની સંભાવના વ્યક્ત કરી ચૂક્યા છે.

યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજ દરમાં વધારો કર્યો, 11 વર્ષમાં પ્રથમ વખત પોલિસી રેટમાં વધારો લાગુ કરાયો
symbolic image

Follow us on

યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) એ ગુરુવારે 11 વર્ષમાં પ્રથમ વખત પોલિસી રેટ(Policy Rate)માં 0.5 ટકાનો વધારો કર્યો છે. મુખ્ય વ્યાજ દરમાં આ વધારો અપેક્ષા કરતાં વધુ છે. આ સાથે ECB હવે યુએસ ફેડરલ રિઝર્વ અને વિશ્વના અન્ય મુખ્ય દેશોની મધ્યસ્થ બેંકોની સાથે આવી ગયું છે જેણે ફુગાવાને નિયંત્રિત કરવા માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. કેન્દ્રીય બેંકના આ પગલાથી લોન મોંઘી થશે. ઉલ્લેખનીય છે કે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ડિસેમ્બર 2021 થી પાંચ વખત વ્યાજદર વધાર્યા છે. આ સાથે મોટી અર્થવ્યવસ્થાઓ મંદીની ઝપેટમાં આવવાનો ભય પણ ઉભો થયો છે.

શું અસર થશે?

આ કારણે વ્યાજદરમાં વધારો કરવાની સ્પર્ધા મોટી અર્થવ્યવસ્થાઓને મંદીની ઝપેટમાં તો નહીં નાખે તેવા સવાલો ઉઠી રહ્યા છે. સસ્તી લોનના કારણે લોકો ખાદ્ય પદાર્થો, ઈંધણ અને અન્ય વસ્તુઓ પર વધુ ખર્ચ કરે છે.

યુરો ચલણનો ઉપયોગ કરતા 19 દેશો માટેના ચાવીરૂપ વ્યાજ દરમાં અડધા ટકાના વધારા પછી સપ્ટેમ્બરમાં નાણાકીય નીતિ સમીક્ષામાં સમાન વધારો જોવા મળે તેવી શક્યતા છે. ECBએ જણાવ્યું હતું કે ફુગાવાના જોખમને ધ્યાનમાં રાખીને પોલિસી રેટમાં 0.5 ટકાનો વધારો વાજબી છે. મતલબ કે બેંકોમાં વ્યાજ દર વધશે જે અત્યાર સુધી નેગેટિવ હતો.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ઇસીબીના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડે કહ્યું કે આર્થિક ગતિવિધિઓ ધીમી પડી રહી છે. યુક્રેન પર રશિયાના હુમલાની અસર વિકાસ પર પડી છે. તેમણે કહ્યું કે ખરીદ શક્તિ પર ઉંચી ફુગાવાની પ્રતિકૂળ અસર, પુરવઠામાં સતત અવરોધ અને સતત અનિશ્ચિતતા અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર કરી રહી છે. આ કારણોસર, 2022 ના બીજા અર્ધ અને તેનાથી આગળનો અંદાજ ધૂંધળો દેખાઈ રહ્યો છે.

અન્ય દેશો પણ કતારમાં

વધતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે બ્રિટિશ સેન્ટ્રલ બેંકના ગવર્નર એન્ડ્ર્યુ બેઈલી પહેલાથી જ વ્યાજ દરો વધારવાની સંભાવના વ્યક્ત કરી ચૂક્યા છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ડિસેમ્બર 2021 થી પાંચ વખત વ્યાજદર વધાર્યા છે. બ્રિટનની જેમ અમેરિકાનું અર્થતંત્ર પણ મોંઘવારીથી ત્રસ્ત છે. અમેરિકામાં ફુગાવો જૂનમાં 9.1 ટકા સાથે ચાર દાયકાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.

જૂન મહિનામાં અમેરિકામાં મોંઘવારી દર 40 વર્ષમાં 9.1 ટકાના નવા રેકોર્ડ પર પહોંચી ગયો છે. 26 અને 27 જુલાઈએ ફેડરલ રિઝર્વની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કરે તેવી ધારણા છે.

Published On - 6:43 am, Fri, 22 July 22

Next Article