1 શેરના થઇ જશે 10 શેર, આ કંપની શેરને કરી રહી છે સ્પ્લિટ ,આજે સ્ટોકની કિંમતમાં અધધ..19 ટકાનો વધારો

|

Jun 18, 2024 | 2:25 PM

Multibagger Stock:નંદન ડેનિમ લિમિટેડના શેરને 10 ભાગમાં વહેંચવામાં આવશે. કંપનીએ આજે ​​એટલે કે 17 જૂને આની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, નંદન ડેનિમના શેરમાં આજે 19 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

1 શેરના થઇ જશે 10 શેર, આ કંપની શેરને કરી રહી છે સ્પ્લિટ ,આજે સ્ટોકની કિંમતમાં અધધ..19 ટકાનો વધારો
Stock Split

Follow us on

Stock Split News: છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને મજબૂત વળતર આપનાર કંપનીઓના શેરનું વિભાજન કરવામાં આવશે. અમે વાત કરી રહ્યા છીએ નંદન ડેનિમ લિ.(Nandan Denim Ltd)ની કંપનીના શેરને 10 ભાગમાં વહેંચવામાં આવશે. આ શેર વિભાજન પછી, કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને શેર દીઠ રૂ. 1 થઈ જશે.

તેની આજે જાહેરાત કરવામાં આવી હતી

કંપનીની બોર્ડ મીટિંગ 17મી જૂન યોજાઈ હતી. સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ કહ્યું કે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેરને 10 ભાગમાં વહેંચવામાં આવશે. કંપનીએ શેરના વિતરણની રેકોર્ડ ડેટ જાહેર કરી નથી. આગામી સમયમાં આ સ્ટોક સ્પ્લિટની રેકોર્ડ ડેટ જાહેર થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર છે જ્યારે નંદન ડેનિમ લિમિટેડના શેરનું વિભાજન કરવામાં આવી રહ્યું છે.

કંપનીએ 2 વર્ષ પહેલા બોનસ શેરનું વિતરણ કર્યું છે

કંપનીએ 22 માર્ચ, 2022ના રોજ એક્સ-બોનસ ટ્રેડમાં પ્રવેશ કર્યો હતો. પછી કંપનીએ રોકાણકારોને 1 શેર માટે 2 બોનસ શેર આપ્યા. નંદન ડેનિમે છેલ્લે 2019 માં ડિવિડન્ડ ચૂકવ્યું હતું. ત્યારે કંપનીએ દરેક શેર પર 50 પૈસાનું ડિવિડન્ડ આપ્યું હતું. કંપનીએ 2018માં પણ ડિવિડન્ડ ચૂકવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 29-06-2024
ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે
શું તમારે તમારું આખું જીવન ગરીબીમાં પસાર કરવું પડશે? જાણો અમીર બનવાની 5 ટિપ્સ
ચોમાસુ આવી ગયું, વીજળી પડે તો બચવા માટે કરો આ કામ, જુઓ વીડિયો
હિના ખાનને છે બ્રેસ્ટ કેન્સર,જાણો તેના શરૂઆતી લક્ષણો
Travel Tips : સુરતની નજીક આવેલું છે આ હિલ સ્ટેશન, જુઓ ફોટો

શેરબજારોમાં કંપનીનું પ્રદર્શન કેવું છે?

મંગળવારે BSEમાં કંપનીના શેરની કિંમત 20 % ના વધીને રૂ. 52.77 ના સ્તરે ટ્રેડ થઇ રહી છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 56 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં નંદન ડેનિમ લિમિટેડની કિંમતમાં 128 ટકાનો વધારો થયો છે. તેનો અર્થ એ કે પોઝિશનલ રોકાણકારોના પૈસા બમણા થઈ ગયા છે.

BSEમાં કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર રૂ. 48.51 અને 52 સપ્તાહનું નીચું સ્તર રૂ. 17.26 છે. કંપનીનું માર્કેટ કેપ 634 કરોડ રૂપિયા છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Next Article