AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘઉં MSPનો 46 ટકાનો વધારો, બ્રેડ, બિસ્કીટ, બન સંબંધિત વસ્તુ મોંઘી થવાના અણસાર

માર્કેટમાં ઘઉં (Wheat Price) એમએસપી કરતા વધુ ભાવે વેચાઈ રહ્યા છે. ઘઉંની બજાર કિંમત રૂ. 2,350થી રૂ. 2,450 પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે ઘઉંની MSP રૂ. 2,015 પ્રતિ ક્વિન્ટલ છે.

ઘઉં MSPનો 46 ટકાનો વધારો, બ્રેડ, બિસ્કીટ, બન સંબંધિત વસ્તુ મોંઘી થવાના અણસાર
Wheat Price Hike
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 7:27 PM
Share

સામાન્ય માણસ સતત મોંઘવારીનો ભોગ બની રહ્યું છું. રાંધણગેસ, રાંધણ તેલ, સાબુ, ક્રીમ બાદ હવે લોટની બનાવટોના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં ઘઉંના ભાવમાં મોંઘવારીનો માર પડ્યો છે. વર્ષ 2022ની શરૂઆતથી ઘઉંના ભાવ (Wheat Price)માં લગભગ 46 ટકાનો વધારો થયો છે. આ વર્ષે ઘઉંની MSP 2,015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. ઘઉં બજારમાં MSP કરતા 20 ટકા મોંઘા વેચાઈ રહ્યા છે. ઘઉં મોંઘા થવાથી બ્રેડ, બિસ્કીટ, બન અને લોટમાંથી બનેલી વસ્તુઓ જલ્દી મોંઘી થઈ શકે છે. કંપનીઓ ટૂંક સમયમાં જ ગ્રાહકો પર બોજ નાખી શકે છે.

વર્તમાન રવિ માર્કેટિંગ વર્ષમાં ઘઉંની ઊંચી નિકાસ અને ઉત્પાદનમાં સંભવિત ઘટાડા વચ્ચે કેન્દ્રની ઘઉંની પ્રાપ્તિ અડધી એટલે કે 19.50 મિલિયન ટન થવાની શક્યતા છે. સરકારની ઘઉંની ખરીદી અત્યાર સુધીમાં 17.50 મિલિયન ટન સુધી પહોંચી ગઈ છે અને માર્કેટિંગ વર્ષ 2022-23માં કુલ ખરીદી 19.50 મિલિયન ટન થવાની સંભાવના છે, જે પાછલા વર્ષ કરતાં ઘણી ઓછી હશે. સરકારે રવિ માર્કેટિંગ સિઝન (RMS) 2022-23 માટે ઘઉંની MSP રૂ. 2015 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરી છે.

બ્રેડ, બિસ્કીટના ભાવ આટલા વધી શકે છે

ઘઉં મોંઘા થતાં સામાન્ય માણસને ફટકો પડશે. બિસ્કીટ, બ્રેડ, બનની કિંમતમાં 10થી 15 ટકાનો વધારો થઈ શકે છે. કંપનીઓ ભાવ વધારીને ઘઉંના વધારાનો બોજ સામાન્ય જનતા પર નાખશે.

લોટની કિંમત 12 વર્ષની ઊંચી સપાટીએ

ઘઉંના ભાવને કારણે લોટની કિંમત 12 વર્ષની ટોચે પહોંચી ગઈ છે. એપ્રિલ મહિના માટે લોટની સરેરાશ કિંમત રૂ. 32.38 પ્રતિ કિલો હતી, જે જાન્યુઆરી 2010 પછીનું સર્વોચ્ચ સ્તર છે. દેશમાં ઘઉંના ઉત્પાદન અને સ્ટોક બંનેમાં ઘટાડો થયો છે, સાથે જ વિદેશમાં તેની માંગ વધી છે, જેના કારણે ભાવમાં ઉછાળો આવ્યો છે.

દેશના વિવિધ ભાગોમાં લોટની કિંમત અલગ-અલગ છે. લોટના સૌથી વધુ ભાવ પોર્ટ બ્લેરમાં રહ્યા હતા. ત્યાં સરેરાશ ભાવ 59 રૂપિયા પ્રતિ કિલો છે. તે જ સમયે, તે બિહારના પુરુલિયામાં પ્રતિ કિલો રૂ. 22 પર સૌથી નીચો છે. મુંબઈમાં સરેરાશ કિંમત 49 રૂપિયા, ચેન્નાઈમાં 34 રૂપિયા, કોલકાતામાં 29 રૂપિયા અને દિલ્હીમાં 27 રૂપિયા પ્રતિ કિલો છે. આ વર્ષની શરૂઆતથી જ લોટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીથી લોટના ભાવમાં 5.81 ટકાનો ઉછાળો આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે દેશની સૌથી મોટી FMCG કંપની HULએ શેમ્પૂ, સાબુ અને ક્રીમના ભાવમાં 15 ટકા સુધીનો વધારો કર્યો હતો. તે જ સમયે કંપનીએ કોફી, કેચઅપ, ટૂથપેસ્ટની કિંમતમાં 4થી 13 ટકાનો વધારો કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">