AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : રાંદેરની લોકમાન્ય શાળાના પ્રિન્સિપાલનું રાજીનામુ લેવાતા વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, 12મીએ આવશે નિવેડો

સુરત શહેરના ઈતિહાસમાં વર્ષો બાદ એવુ બન્યું હશે કે, શિક્ષકને શાળામાંથી કાઢી મુકવામા આવ્યા હોય અને તેના માટે વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા હોય.

Surat : રાંદેરની લોકમાન્ય શાળાના પ્રિન્સિપાલનું રાજીનામુ લેવાતા વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, 12મીએ આવશે નિવેડો
student's strike
Parul Mahadik
| Edited By: | Updated on: May 09, 2022 | 6:09 PM
Share

શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ લોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના આચાર્યનું ટ્રસ્ટીઓ દ્વારા રાજીનામું લખાવી લેવામાં આવ્યું છે. આ વાતની જાણ થતાની સાથે જ સ્કૂલના કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. પ્રિન્સિપાલને સ્કૂલમાં પરત લેવાની માંગ સાથે 200 થી વધુ વિદ્યાર્થીઓ ધોમધખતા તાપમાં સ્કૂલના પટાંગણમાં જ ધરણાં પર બેસી ગયા હતા. વિદ્યાર્થીઓએ ચીમકી આપી હતી કે જો આચાર્યને પરત લેવામાં નહિ આવે તો તેઓ એલસી લઇ લેશે. વિદ્યાર્થીઓ ધરણાં પર બેસતા તેઓના વાલીઓ પણ સ્કૂલે આવી પહોંચ્યા હતા. 300 થી વધુ વાલીઓ પણ સ્કૂલના ગેટ પર બેસી જતા ટ્રસ્ટીઓ દોડતા થઇ ગયા છે.

સુરત શહેરના ઈતિહાસમાં વર્ષો બાદ એવુ બન્યું હશે કે, શિક્ષકને શાળામાંથી કાઢી મુકવામા આવ્યા હોય અને તેના માટે વિદ્યાર્થીઓ મેદાને ઉતર્યા હોય. રાંદેરની લોકમાન્ય શાળાના વિદ્યાર્થીઓ આજે સવારે શાળામાં વિદ્યાર્થીઓ આજે સવારે શાળામાં ભારે હોબાળો મચાવી સ્કૂલના પટાંગણમાં જ ધરણાં પર બેસી ગયા હતા. લોકમાન્ય સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટીના

આચાર્ય વિધાર્થીઓના હિત માટે રજૂઆતો કરતા: વિધાર્થીની

લોકમાન્યશાળામાં અભ્યાસ કરતી કોમર્સપ્રવાહની વિધાર્થિનીએ જણાવ્યું કે, આચાર્ય જીગ્નેશ પટેલ દ્વારા વિધાર્થીઓના હિતમાં હંમેશા ટ્રસ્ટીઓ સમક્ષ રજૂઆતો કરતા હતા. વિધાર્થીઓને વધુ પડતા માનસિક ત્રાસ આપવામાં આવે એ પ્રકારનો અભ્યાસને લઈને અમારા શિક્ષક હંમેશા વિરોધ કરતા હતા. તેના કારણે તેમને ટ્રસ્ટીઓ દ્વારા અપશબ્દો બોલવામાં આવતા હતા. તેમને ગાંડામાં ખપાવી દેવાની વાત કરતા હતા. અમે તમામ વિધાર્થીઓ દ્વારા ટ્રસ્ટીઓને કહેવામાં આવ્યું છે કે, જો અમારા સરને પરત નહીં લેવાય તો અમે બધા શાળામાંથી એલસી લઇ લેશું.

વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રેલી કાઢવામાં આવી

આચાર્ય જીગ્નેશ પટેલનું રાજીનામુ લખાવી સ્કૂલમાં કાઢી મુકવામાં આવ્યા હતા. આ વાતની જાણ થતા આખરે વિદ્યાર્થીઓ અકળાયા હતા અને ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયને લઇને વિદ્યાર્થીઓએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્કૂલના કેમ્પસમાં ધોમધખતા તાપમાં ધરણાં પર બેસેલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કોમર્સ ફેકલ્ટીના જીગ્નેશ પટેલને શાળાના ટ્રસ્ટીઓ જીગ્નેશ પટેલને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા જબરજસ્તીથી રાજીનામા લખાવી દેવામાં આવ્યું છે. આચાર્યને પરત સ્કૂલમાં લેવાની માંગ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ અને વાલીઓ ધરણાં પર બેસી જતા ટ્રસ્ટીઓ દોડતા થઇ ગયા

સ્કૂલની આજુબાજુ સહિતના વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી સ્કૂલ પર પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ધરણાં પર બેસી જતા ટ્રસ્ટીઓ દોડતા થઇ ગયા હતા. એકતરફ ધોમધખતો તાપ અને બીજી બાજુ પરસેવાથી રેબઝેબ છતાં વિદ્યાર્થીઓ ટચના મચ થયા ન હતા અને ધરણાં પર બેસી રહ્યા હતા. મક્કમતા સાથે તેઓએ કહ્યું હતું કે જયાં સુધી આચાર્ય જીગ્નેશ પટેલને સ્કૂલમાં પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમના દ્વારા આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

ફાઉન્ડેશનના કોર્સમાં કોમર્સ ફેકલ્ટીને સાઈટ ટ્રેક કરાતા શરૂ થયો વિવાદ

આ સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર સ્કૂલમાં ધોરણ 8 અને 9 દરમિયાન સ્કૂલમાં નીટની પરીક્ષા માટેના ફાઉન્ડેશનના કોર્સ શરુ કરવામાં આવ્યા હતા. જેમાંથી કોમર્સ ફેલ્ટીને સાઈડટ્રેક કરવામાં આવી હતી. જેથી આ મામલે આચાર્ય જીગ્નેશ પટેલે વાંધો ઉઠાવી ટ્રસ્ટીઓને કોમર્સ ફેકલ્ટીને સાઈડ ટ્રેક ન કરવા રજુઆત કરી હતી. જેથી આખરે બાદમાં આચાર્ય જીગ્નેશ પટેલ પાસે રાજીનામુ લખાવી લેવામાં આવ્યું હતું.

12 તારીખે આવશે નિવેડો

વિદ્યાર્થીઓ અને વાલીઓના હલ્લાબોલ બાદ શાળાના આચાર્ય જીગ્નેશ પટેલ અને તેમના શિક્ષકો ની ટીમ સાથે સ્કૂલ મેનેજમેન્ટ એક બેઠક પણ કરી હતી. પરંતુ આ બેઠકનું કોઈ સુખદ સમાધાન આવ્યું ન હતું અને હવે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને 12મીએ તેનું નિરાકરણ લાવવાની ખાતરી શાળા સંચાલકોએ આપી છે.

g clip-path="url(#clip0_868_265)">