The Big Bull : વાંચો રૂપિયા 4000 કરોડના કૌભાંડથી શેરબજારને હચમચાવી નાખનાર Harshad Mehta નો અત:થી ઇતિ સુધીનો ઇતિહાસ
The Big Bull : એક વેબસિરીઝે અર્થતંત્રને હ્ચમચાવનાર કૌભાંડના કારણે પ્રચલિત બનેલા હર્ષદ મહેતા(Harshad Mehta) અને શેરબજાર (Share Market)ને જાણવા ઉત્સુક બનાવ્યા છે. વર્ષ 1954 માં આજના દિવસે એટલેકે 29 જુલાઈએ જન્મેલા હર્ષદ મહેતા(Harshad Mehta Birthday)નું નામ હાલના દિવસોમાં ફરી ચર્ચામાં છે.

The Big Bull : એક વેબસિરીઝે અર્થતંત્રને હ્ચમચાવનાર કૌભાંડના કારણે પ્રચલિત બનેલા હર્ષદ મહેતા(Harshad Mehta) અને શેરબજાર (Share Market)ને જાણવા ઉત્સુક બનાવ્યા છે. વર્ષ 1954 માં આજના દિવસે એટલેકે 29 જુલાઈએ જન્મેલા (Harshad Mehta Birthday)હર્ષદ મહેતાનું નામ હાલના દિવસોમાં ફરી ચર્ચામાં છે.
હર્ષદ મહેતા(Harshad Mehta Scam) એ વ્યક્તિ છે જેણે 1990 ના દાયકામાં દેશના નાણાકીય બજારમાં ભૂકંપ સર્જી દીધો હતો. ‘The Big Bull ‘ તરીકે જાણીતા બનેલા હર્ષદ મહેતાની 10×10 રૂમના જીવનથી લઈ આંજી દેતી વૈભવી ઠાઠ અને રહસ્યમય મૃત્યુ સુધીની સફર ખુબજ રસપ્રદ રહી હતી.
કોણ છે હર્ષદ મહેતા?
વર્ષ 1954ની 29 જુલાઈએ રાજકોટના નાનકડા ગામમાં જન્મેલા હર્ષદ મહેતા સાધારણ પરિવારના સભ્ય હતા. હર્ષદનું બાળપણ મુંબઈના કાંદિવલીમાં વીત્યું હતું. સ્થાનિક માધ્યમિક શાળામાંથી શાળાનો અભ્યાસ બાદ લાજપત રાય કોલેજમાંથી બી.કોમ કર્યું હતું. હર્ષદ પ્રથમ નોકરી ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડમાં સેલ્સ પર્સન તરીકે હતી. આ પછી તેણે હરિજીવનદાસ નેમિદાસ સિક્યોરિટીઝ નામની બ્રોકરેજ ફર્મમાં કામ કર્યું હતું. વર્ષ 1984માં ગ્રો મોર રિસર્ચ એન્ડ એસેટ મેનેજમેન્ટ નામની પોતાની કંપની શરૂ કરી અને બ્રોકર તરીકે BSEની મેમ્બરશિપ લીધી હતી. મહેતાએ પ્રસન્ન પરજીવનદાસ પાસેથી બજારની દરેક આંટીઘૂંટી શીખી હતી. મહેતાને ‘બિગ બુલ’ કહેવામાં આવતા હતા કારણ કે તેમણે શેરબજારમાં બુલ રનની શરૂઆત કરી હતી.
લોકો આજે પણ 1992ના કૌભાંડને યાદ કરે છે
દેશમાં આર્થિક સુધારાની શરૂઆત વર્ષ 1991માં થઈ હતી. 1990 થી 1992 નો સમયગાળો ભારતીય અર્થવ્યવસ્થા માટે મોટા પરિવર્તનનો સમય હતો. આ દરમિયાન એક કૌભાંડ સામે આવ્યું હતું જેણે શેરબજારની દુનિયા હચમચાવી નાખી હતી. આ કૌભાંડ માટે હર્ષદ મહેતા જવાબદાર માનવામાં આવે છે. આ કૌભાંડ આશરે રૂપિયા 4,000 કરોડનું હતું અને તે પછી જ સેબીને શેરબજારમાં ગેરરીતિ રોકવાની સત્તા આપવામાં આવી હતી. આ કૌભાંડના મુખ્ય આરોપી હર્ષદ મહેતાનું 2001માં મૃત્યુ થયું હતું. 1992નું પ્રખ્યાત શેરબજાર કૌભાંડ પણ બહુ ચર્ચિત રહ્યું હતું.
હર્ષદ મહેતા અર્શથી ફર્શ સુધીની સફર
- 1990ના દાયકામાં શેરબજારમાં તેજી આવી જેના માટે બ્રોકર મહેતાને ક્રેડિટ આપવામાં આવી હતી
- આ તેજી બાદ ‘બિગ બુલ’નો દરજ્જો આપવામાં આવ્યો.
- બેંકિંગ નિયમોનો ફાયદો ઉઠાવીને મહેતાએ શેરબજારમાં કરોડો રૂપિયાનું રોકાણ કરતો હતો.
- મહેતા બે બેંકો વચ્ચે વચેટિયા બનીને 15 દિવસ સુધી લોન લઈને બેંકોમાંથી પૈસા એકઠા કરતો હતો અને પછી નફો કમાઈને બેંકોને પૈસા પરત કરતો હતો.
- આ ખેલનો ખુલાસો થયો ત્યારે શેરબજારમાં ભારે ઘટાડો શરૂ થયો હતો.
- મહેતા એક બેંકમાંથી બનાવટી બેંક રિકોન્સિલેશન સ્ટેટમેન્ટ (BR) મેળવતા હતા ત્યારબાદ તે બીજી બેંકમાંથી પણ આરામથી પૈસા મેળવતા હતા.
- રોકડ બેલેન્સ અને પાસબુક બેલેન્સ વચ્ચેના તફાવતનું સેટલમેન્ટ કરવા માટે તૈયાર કરાયેલ ખાતાને બેંક સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે.
- આ ખુલાસા પછી મહેતા સામે 72 ફોજદારી આરોપો દાખલ કરવામાં આવ્યા હતા અને સિવિલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.