TCSએ રચ્યો ઈતિહાસ, 12 લાખ કરોડ રૂપિયાથી વધુની માર્કેટ કેપ દર્જ કરનાર દેશની બીજી કંપની બની

દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલલ્ટન્સી સર્વિસ (Tata Consultancy Services) - TCS એ ઈતિહાસ રચ્યો છે. આજે ટીસીએસ (TCS)ની માર્કેટ કેપ 12 લાખ કરોડને પર પહોંચી છે.

TCSએ રચ્યો ઈતિહાસ, 12 લાખ કરોડ રૂપિયાથી વધુની માર્કેટ કેપ દર્જ કરનાર દેશની બીજી કંપની બની
Tata Consultancy Service
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 11, 2021 | 11:56 PM

દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલલ્ટન્સી સર્વિસ (Tata Consultancy Services) – TCS એ ઈતિહાસ રચ્યો છે. આજે ટીસીએસ (TCS)ની માર્કેટ કેપ 12 લાખ કરોડને પર પહોંચી છે. આ સ્તરે પહોંચનાર આ દેશની માત્ર બીજી કંપની છે. આ અગાઉ આ સિદ્ધિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) હાંસલ કરી હતી. ત્રીજા ત્રિમાસિક વેપારમાં સારા પરિણામોના પગલે આજે કંપનીના શેરમાં 3.32 ટકાનો ઉછાળો આવતા શેરનો ભાવ 3224ની નવી સપાટીએ પહોંચ્યો છે.

ત્રીજા ક્વાર્ટરમાં સારા પરિણામો રહ્યા

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. કંપનીનો ચોખ્ખો નફો 7.2 ટકા વધીને રૂ. 8,701 કરોડ થયો છે. ડિસેમ્બર 2019 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 8,118 કરોડ હતો. કંપનીની આવક 5.4 ટકા વધીને રૂ. 42,015 કરોડ થઈ છે. ડિસેમ્બર 2019ના ત્રિમાસિક ગાળામાં કંપનીને 39,854 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

માર્કેટ કેપ 12 લાખ કરોડને પાર

કારોબાર દરમિયાન ટીસીએસના શેર 52 અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે. સ્ટોક ઓલ-ટાઈમ હાઈ પર પહોંચતા કંપનીની માર્કેટ કેપ વધીને રૂ. 12.09 લાખ કરોડ થઈ છે. કંપનીએ પરિણામ જાહેર કર્યા તે સાથે જ ડિવિડન્ડ જાહેર કર્યા છે. શેર દીઠ રૂપિયા 6 ડિવિડન્ડ જારી કરવામાં આવ્યું છે. આ માટેની રેકોર્ડ તારીખ 16 જાન્યુઆરી છે.

આ નાણાકીય વર્ષમાં શેર 72.8 ટકા વધ્યો છે

વર્તમાન નાણાકીય વર્ષમાં ટીસીએસના શેરમાં 72.8 ટકાનો વધારો થયો છે. બીએસઈના આઈટી ઈન્ડેક્સમાં 108.30 ટકાનો વધારો થયો છે, જે તેને વર્તમાન સ્તરે ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનવાળું ઈન્ડેક્સ બનાવે છે.

આ પણ વાંચો: PM મોદીએ કોરોનાની ગુજરાતની સ્થિતી વિશે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને શું કહ્યું ? જુઓ VIDEO

g clip-path="url(#clip0_868_265)">