Jet Fuel Price Hike: બે મહિનામાં ચોથી વખત જેટ ફ્યુઅલના ભાવ વધ્યા, એટીએફના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા

તાજેતરના વધારા બાદ દેશમાં જેટ ઈંધણના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં દેશમાં ચોથી વખત જેટ ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Jet Fuel Price Hike: બે મહિનામાં ચોથી વખત જેટ ફ્યુઅલના ભાવ વધ્યા, એટીએફના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા
Jet fuel becomes expensive again
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2022 | 6:07 PM

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના (Crude Oil) ભાવમાં સતત વધારા વચ્ચે બુધવારે એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF – Aviation Turbine Fuel) ના ભાવમાં 5.2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દેશમાં જેટ ફ્યુઅલના (Jet Fuel) ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે મહિનામાં દેશમાં ચોથી વખત જેટ ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જેટ ઈંધણની કિંમત હવે 4,481.63 રૂપિયા પ્રતિ કિલોલીટર અથવા 5.2 ટકા વધીને 90,519.79 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.

2008માં જેટ ઈંધણની કિંમત 71,028.26 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી

જણાવી દઈએ કે આ એટીએફનું સર્વોચ્ચ સ્તર છે. ઓગસ્ટ 2008માં, એટીએફની કિંમત 71,028.26 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી, તે સમયે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 147 ડોલર સુધી પહોંચી ગઈ હતી. જે બાદ હવે જેટ ફ્યુઅલની કિંમત 90,519.79 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે, જ્યારે હાલમાં ક્રૂડ ઓઈલના ભાવ ઓગસ્ટ 2008 કરતા ઘણા ઓછા છે.

દેશભરમાં 105 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી

જણાવી દઈએ કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 105માં દિવસે સ્થિર રહ્યા છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 4 નવેમ્બર, 2021ના રોજ થયો હતો. ત્યારથી અત્યાર સુધી દેશભરમાં ઈંધણના ભાવ સ્થિર છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો સતત વધી રહી છે. બુધવાર, 16 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 93.18 ડોલર પ્રતિ બેરલ હતી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

તો શું ચૂંટણીના કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નથી વધી રહ્યા ?

જ્યાં એક તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે. તો બીજી તરફ 105 દિવસથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણીને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો નથી. જોકે, આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

આ પણ વાંચો :  Surat : રશિયા-યુક્રેનની યુદ્ધની સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં ઉતાર ચઢાવ, જવેલરી એક્સપોર્ટમાં વિલંબની સંભાવના, છૂટક વેચાણ 40 ટકા ઘટ્યું

g clip-path="url(#clip0_868_265)">