AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Technologies IPO : શું તમે પણ TATA ના IPO ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો? વાંચો રોકાણકારો માટેના આ સારા સમાચાર

Tata Technologies IPO : ટાટા ગ્રુપની કંપની Tata Consultancy Services (TCS) ના IPOને લગભગ 20 વર્ષ વીતી ગયા છે. હવે ટાટા ગ્રુપ(TATA Group) ફરી એકવાર IPO માર્કેટમાં પ્રવેશવા જઈ રહ્યું છે અને આ વખતે તે Tata Technologies ને લિસ્ટ કરવા જઈ રહ્યું છે.

Tata Technologies IPO : શું તમે પણ TATA ના IPO ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો? વાંચો રોકાણકારો માટેના આ સારા સમાચાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 6:52 AM
Share

Tata Technologies IPO : ટાટા ગ્રુપની કંપની Tata Consultancy Services (TCS) ના IPOને લગભગ 20 વર્ષ વીતી ગયા છે. હવે ટાટા ગ્રુપ(TATA Group) ફરી એકવાર IPO માર્કેટમાં પ્રવેશવા જઈ રહ્યું છે અને આ વખતે તે Tata Technologies ને લિસ્ટ કરવા જઈ રહ્યું છે. કંપનીએ IPO લાવવા માટે સેબી પાસેથી તમામ મંજૂરીઓ મેળવી લીધી છે.

જો કે તેની શરૂઆતની તારીખ અને શેરના ભાવની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે તેમ છતાં તેણે ગ્રે માર્કેટમાં ભારે હલચલ જોવા મળી રહી  છે.એવું માનવામાં આવે છે કે ટાટા ટેક્નોલોજીના આઈપીઓ(Tata Technologies IPO)માં તેના શેરની કિંમત 268 રૂપિયાની આસપાસ હશે. તેના આધારે ગ્રે માર્કેટમાં તેના શેર પર દાવ લગાવવામાં આવી રહ્યો છે અને તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (Tata Technologies GMP) રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે.

GMP માં 100 રૂપિયાનો વધારો

ટાટા ટેક્નોલોજીસના આઈપીઓ પર નજર રાખતા બજાર નિરીક્ષકોના જણાવ્યા અનુસાર, ટાટા ટેક્નોલોજીસના શેર ગ્રે માર્કેટમાં રૂ. 100ના પ્રીમિયમ પર રહે છે. ગયા અઠવાડિયે તેની જીએમપી 84 રૂપિયાની આસપાસ હતી, જે હવે વધીને 100 રૂપિયા થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે ગ્રે માર્કેટમાં ટાટા ટેક્નોલોજીસના શેરની કિંમત રૂ. 268 થી રૂ. 368 આસપાસ થઇ ગઇ છે.

જીએમપીનો ફાયદો?

સામાન્ય રીતે, GMP શેરની વાસ્તવિક કિંમત દર્શાવતું નથી, પરંતુ તેનો અંદાજ લગાવી શકાય છે કે IPO બંધ થયા પછી, જ્યારે કોઈ કંપનીનો શેર શેરબજારમાં લિસ્ટ થાય છે, ત્યારે તેની કિંમત કેટલી આગળ વધી શકે છે. રોકાણકારોને જીએમપીના આધારે તેમના નિર્ણયો લેવામાં મદદ કરવામાં આવે છે. જો કે, ટાટા ટેક્નોલોજીસના કિસ્સામાં, IPOના શેર પ્રાઇસ બેન્ડની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

IPO ક્યારે આવશે?

Tata Technologiesનો IPO એ ઓફર ફોર સેલ હશે. તે ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરના મધ્યમાં બજારમાં આવવાની ધારણા છે. કંપનીના આયોજનમાં હાલના શેરધારકોના 9.57 કરોડ શેર, લગભગ 23.6 ટકા હિસ્સો, ઓફર ફોર સેલમાં રાખવાની અપેક્ષા છે.

કિંમતનો અંદાજ

બોનાન્ઝા પોર્ટફોલિયોના વરિષ્ઠ સંશોધન વિશ્લેષક રાજેશ સિન્હા કહે છે કે  “ટાટા ટેક્નોલોજિસે રૂપિયા 3,983 કરોડની TTM આવક અને રૂપિયા 513 કરોડનો TTM નેટ નફો નોંધાવ્યો છે.ટાટા ટેક્નોલોજીના શેરની કિંમત 268 રૂપિયા જાહેર થઈ શકે  છે.

g clip-path="url(#clip0_868_265)">