AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટાટાના આ IPOએ લોન્ચ થતા પહેલા જ તોડ્યો રેકોર્ડ, બમ્પર કમાણી થવાની શક્યતા

રોકાણકારો 24 નવેમ્બર 2023ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ટાટા ટેક્નોલોજીના આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરી શકે છે. આ પછી, 30 નંબર પર શેરની ફાળવણી કરવામાં આવશે. જોકે, રોકાણ પહેલા જ ટાટા ટેક્નોલોજીના આઈપીઓએ બજારમાં હલચલ મચાવી દીધી છે. કંપની દ્વારા IPOની પ્રાઇસ બેન્ડ 475 થી 500 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીની અનલિસ્ટેડ કિંમત શેર કરતાં લગભગ 47 ટકા ઓછી છે.

ટાટાના આ IPOએ લોન્ચ થતા પહેલા જ તોડ્યો રેકોર્ડ, બમ્પર કમાણી થવાની શક્યતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 9:59 AM
Share

શેરબજાર માટે આ અઠવાડિયું ઘણું ખાસ સાબિત થવાનું છે. રોકાણકારો જે IPOની વર્ષોથી જેની રાહ જોઈ રહ્યા હતા તે આ અઠવાડિયે લોન્ચ થવા જઈ રહ્યો છે. અમે શેરબજારના મોસ્ટ અવેઇટેડ IPO એટલે કે Tata Technologies IPO વિશે વાત કરી રહ્યા છીએ, જે 22 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યો છે.

રોકાણકારો 24 નવેમ્બર 2023ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ટાટા ટેક્નોલોજીના આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરી શકે છે. આ પછી, 30 નવેમ્બરે શેરની ફાળવણી કરવામાં આવશે. જોકે, રોકાણ પહેલા જ ટાટા ટેક્નોલોજીના આઈપીઓએ બજારમાં હલચલ મચાવી દીધી છે. કંપની દ્વારા IPOની પ્રાઇસ બેન્ડ 475 થી 500 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીની અનલિસ્ટેડ કિંમત શેર કરતાં લગભગ 47 ટકા ઓછી છે.

આઈપીઓના સમાચાર બાદ ગ્રે માર્કેટમાં ટાટા ટેકનોના શેર પર 200 રૂપિયાનું પ્રીમિયમ આપવામાં આવી રહ્યું છે. જે આજે વધીને રૂ.370 આસપાસ પહોંચી ગયુ છે.

આટલા પૈસા રોકાણ કરવાની જરૂર

ટાટા ગ્રુપનો આ IPO 22મી નવેમ્બરે રોકાણકારો માટે ખુલશે અને 24મી નવેમ્બર સુધી બિડ કરી શકાશે. આ IPO માટે 475 થી 500 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. IPOના એક લોટમાં ટાટા ટેકના 30 શેર છે. એટલે કે રિટેલ રોકાણકારને આ IPOમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા 15,000 રૂપિયાની જરૂર પડશે.

5 ડિસેમ્બરથી વેપાર શરૂ થશે

આ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 24મી નવેમ્બરે બિડિંગ બંધ થયા બાદ, 30મી નવેમ્બરે ટાટા ટેકના શેરની ફાળવણી કરવામાં આવશે. IPOમાં યુનિટ ન મેળવતા રોકાણકારો માટે 1 ડિસેમ્બરથી રિફંડ શરૂ કરવામાં આવશે. 4 ડિસેમ્બરે સફળ બિડર્સના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. શેરબજારમાં ટાટા ટેકના શેરનું લિસ્ટિંગ 5 ડિસેમ્બરે થશે.

70 ટકા પ્રીમિયમ પર કિંમત

ટાટા ટેકનો આઈપીઓ ખુલવાને હજુ બે દિવસ બાકી છે, પરંતુ ગ્રે માર્કેટમાં તેને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. રવિવાર 19મી નવેમ્બરે ટાટા ટેકની જીએમપી રૂ. 240-260 થઈ ગઈ છે. તેનો અર્થ એ કે ગ્રે માર્કેટમાં ટાટા ટેકના શેર IPO પહેલા 70 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. જો માર્કેટમાં આ જ સ્થિતિ રહી તો આ IPOના રોકાણકારો થોડા દિવસોમાં 70 ટકા કમાવાના છે.

આ પણ વાંચો : ભારત 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો, જીડીપીની દ્રષ્ટિએ વિશ્વમાં ચોથા ક્રમે પહોંચ્યું

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">