Tata EV Battery Factory: હવે ટાટા વિદેશમાં પણ મચાવશે ધૂમ, આ દેશમાં ખોલશે EV બેટરી બનાવવાની ફેક્ટરી
Tata EV Battery Plant: ટાટા મોટર્સ અને જગુઆર લેન્ડ રોવરની માલિકી ધરાવતા ટાટા ગ્રુપે એક મોટી જાહેરાત કરી છે. જૂથે કહ્યું કે તે યુનાઈટેડ કિંગડમમાં ઈલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે ફેક્ટરી સ્થાપશે.

Tata EV Battery Factory In Britain: ઈલેક્ટ્રિક કારની વાત કરીએ તો ભારતમાં એવી કોઈ કંપની નથી કે જે Tata Motors સાથે સ્પર્ધા કરી શકે. Tata Nexon EV, Tiago EV અને Tigor EVના આધારે ભારતમાં સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર વેચતી કંપની છે. હવે ટાટાએ એક ડગલું આગળ વધવાની યોજના બનાવી છે. ભારતીય બિઝનેસ ગ્રુપે વિદેશમાં મોટી છલાંગ લગાવવાની તૈયારી કરી લીધી છે. ટાટાએ બ્રિટેનમાં EV બેટરી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી ખોલવાની જાહેરાત કરી છે. આ દેશની બહાર કંપનીનો પહેલો EV બેટરી પ્લાન્ટ બનશે.
ટાટા મોટર્સ અને જગુઆર લેન્ડ રોવરની માલિકી ધરાવતા ટાટા ગ્રુપે એક મોટી જાહેરાત કરી છે. જૂથે કહ્યું કે તે યુનાઈટેડ કિંગડમમાં ઈલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે ફેક્ટરી સ્થાપશે. હાલમાં ટાટા ગ્રુપ યુકેમાં જગુઆર અને લેન્ડ રોવર લક્ઝરી કાર અને એસયુવીનું ઉત્પાદન કરે છે. હવે કંપની ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં પણ આગળ વધતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: ધોલેરા SIR માં હોટેલ માટે પ્લોટની થઇ પ્રથમ હરાજી, હોસ્પિટાલિટી સેક્ટરને મળશે પ્રોત્સાહન
ટાટા 42 હજાર કરોડથી વધુનું રોકાણ કરશે
ટાટા ગ્રુપ યુકેમાં EV બેટરીનું ઉત્પાદન શરૂ કરશે. શરૂઆતમાં આ જેગુઆર અને લેન્ડ રોવરની માંગને પૂર્ણ કરશે. આ માટે કંપની 4 અબજ પાઉન્ડ (લગભગ 42,389 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે.
ટાટાના નવા EV બેટરી પ્લાન્ટની ક્ષમતા 40 GW હશે. ટાટાના આગામી પ્લાન્ટની ક્ષમતા યુકેના સન્ડરલેન્ડમાં એન્વિઝન દ્વારા સ્થપાયેલા 38 GW બેટરી પ્લાન્ટ કરતાં વધુ છે. એન્વિઝનનો પ્લાન્ટ નિસાનના પ્લાન્ટની નજીક બનાવવામાં આવશે.
2026થી સપ્લાય શરૂ
ભારતીય કંપની 2026થી ઈલેક્ટ્રિક વાહનો માટે બેટરી સપ્લાય કરવાનું શરૂ કરશે. ટાટા દ્વારા વિશાળ રોકાણ યુકેમાં ઈલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કંપની યુકેમાં મોટાપાયે સ્પર્ધાત્મક ગ્રીન ટેક ઈકોસિસ્ટમ બનાવવા માંગે છે.
EV બેટરી આ પ્રકારની હશે
ટાટાની ગીગાફેક્ટરી સારી ક્વોલિટી, હાઈ પરર્ફોમન્સ અને ટકાઉ બેટરી સેલ બનાવશે. ફેક્ટરી રિન્યુએબલ એનર્જી પર નિર્ભરતા સ્થાપિત કરશે. આ માટે 100% ક્લીન પાવર પર કામ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત પ્લાન્ટમાં નવી અને નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી મૂળ કાચો માલ પણ ફરીથી ઉપયોગમાં લઈ શકાય.
એવો અંદાજ છે કે ટાટાની EV બેટરી લગભગ 9,000 નોકરીઓ ઉભી કરશે. તેનાથી બ્રિટનમાં નોકરીની નવી તકો તો સર્જાશે જ પરંતુ ઓટો સેક્ટરને પણ વેગ મળશે.