AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું હવે TATA GROUP માં પણ નોકરી ટકાવી રાખવી મુશ્કેલ બની? TATA STEELએ 38 કર્મચારીઓને પાણીચું પકડાવ્યું

ટાટા ગ્રુપ(TATA GROUP)ની સૌથી મોટી કંપની TCS બાદ હવે ટાટા સ્ટીલ (TATA STEEL)કંપનીએ પણ 38 કર્મચારીઓની છટણી કરી છે. આ કારણે કંપનીના તમામ કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. ટાટા કંપનીમાં કામ કરવું એ સરકારી નોકરી સમાન ગણાતું હતું

શું હવે TATA GROUP માં પણ નોકરી ટકાવી રાખવી મુશ્કેલ બની? TATA STEELએ 38 કર્મચારીઓને પાણીચું પકડાવ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 7:36 AM
Share

ટાટા ગ્રુપ(TATA GROUP)ની સૌથી મોટી કંપની TCS બાદ હવે ટાટા સ્ટીલ (TATA STEEL)કંપનીએ પણ 38 કર્મચારીઓની છટણી કરી છે. આ કારણે કંપનીના તમામ કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. ટાટા કંપનીમાં કામ કરવું એ સરકારી નોકરી સમાન ગણાતું હતું જેમાં લોકોએ ક્યારેય તેમની નોકરી ગુમાવી નથી પરંતુ કંપનીએ મોટા ફેરફારો સાથે કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. ટાટા સ્ટીલ અને ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનનું કહેવું છે કે ટાટા સ્ટીલ દ્વારા જે 38 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે તેમાંથી 3 કર્મચારીઓ પર જાતીય ગેરવર્તણૂકનો આરોપ હતો. આ કર્મચારીઓ અંગે અનેક ફરિયાદો મળી હતી. તપાસ બાદ આ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

વાસ્તવમાં ટાટા ગ્રુપે તાજેતરમાં ઘણી કંપનીઓને હસ્તગત કરી છે. આ કારણે બીજી ઘણી કંપનીઓના કર્મચારીઓ પણ ટાટા ગ્રુપનો હિસ્સો બની ગયા છે.  હવે ટાટા જૂથની કંપનીઓએ છટણીની પ્રક્રિયા શરૂ કરી છે.

કંપનીનું નિવેદન

ટાટા સ્ટીલ અને ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરને છટણીના નિર્ણય બાબાતે જણાવ્યું હતું કે કંપનીએ 38 કર્મચારીઓની છટણી કરી છે તેમાંથી 35 કર્મચારીઓને કંપનીના નિયમોના પાલન મામલે બરતરફ કરવામાં આવ્યા છે જ્યારે 3 કર્મચારીઓ સામે જાતીય ગેરવર્તણૂક બદલ કાર્યવાહી કરવામાં આવી છે. આ કર્મચારીઓ સામે સત્તાનો દુરુપયોગ, હિતોના સંઘર્ષ અને કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ કરારોનું પાલન ન કરવા બદલ ફરિયાદો મળી હતી. ટાટા સ્ટીલે આ ફરિયાદોની તપાસ કર્યા બાદ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે.

જાતીય સતામણી ફરિયાદો સામે કડક વલણ

ટાટા સ્ટીલના શેરધારકોની વાર્ષિક બેઠકમાં ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી કંપનીઓ હસ્તગત કરી છે અને ઓપન કલ્ચર લાવવાનું અભિયાન ચલાવ્યું છે. કર્મચારીઓ મુક્તપણે બોલી શકે છે તેઓ કંપનીમાં નિયમોના ઉલ્લંઘનથી લઈને જાતીય સતામણી વિશે વાત કરી શકે છે. અમે લોકોને તેમની સમસ્યાઓ વિશે જણાવવા માટે  અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યા છીએ. જેના કારણે ફરિયાદોની સંખ્યામાં પણ વધારો થયો છે. ગત નાણાકીય વર્ષમાં 875 ફરિયાદો મળી હતી તેમાંથી 158 વ્હિસલ બ્લોઅર(Whistle Blower) સાથે સંબંધિત હતા, 48 સલામતી સંબંધિત હતા અને 669 HR  અને આચરણની ફરિયાદો સાથે સંબંધિત હતા. આ મામલાઓની ફરિયાદની સંખ્યમાં વધારો કંપનીએ સમસ્યાઓ આજુ કરવાં આપેલું અનુકૂળ વાતાવરણનો ભાગ ગણાવ્યું હતું.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">