Tata-Bisleri Deal: 3 દાયકા જૂની બિસલેરીને ટાટાની ઓળખ મળશે, 7000 કરોડમાં થઇ ડીલ

|

Nov 24, 2022 | 11:14 AM

કોકા-કોલાએ 1993માં ચૌહાણ અને તેમના ભાઈ પ્રકાશ પાસેથી આખો પોર્ટફોલિયો ખરીદ્યો હતો. જેમાં સિટ્રા, રિમઝિમ અને માઝા જેવી બ્રાન્ડ સામેલ હતી. ટાટા કન્ઝ્યુમર ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) સ્પેસમાં આક્રમક છે અને આ સેગમેન્ટમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખે છે.

Tata-Bisleri Deal: 3 દાયકા જૂની બિસલેરીને ટાટાની ઓળખ મળશે, 7000 કરોડમાં થઇ ડીલ
Tata Consumer will buy the 30-year-old Bisleri brand for about 7 thousand crores.

Follow us on

સોફ્ટ ડ્રિંક બ્રાન્ડ થમ્સ અપ, ગોલ્ડ સ્પોટ લિમ્કા, કોકા-કોલા વેચ્યાના લગભગ ત્રણ દાયકા પછી રમેશ ચૌહાણ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) ને અંદાજિત રૂ. 6,000 થી 7,000 કરોડમાં બિસ્લેરી ઈન્ટરનેશનલ વેચી રહ્યા છે. ડીલ હેઠળ હાલનું મેનેજમેન્ટ બે વર્ષ સુધી ચાલુ રહેશે. 82 વર્ષીય ચૌહાણની તબિયત સારી રહેતી નથી અને તેઓ કહે છે કે બિસ્લેરીને વિસ્તરણના આગલા સ્તર પર લઈ જવા માટે તેમની પાસે કોઈ અનુગામી નથી. ચૌહાણે કહ્યું દીકરી જયંતિને બિઝનેસમાં બહુ રસ નથી. બિસ્લેરી ભારતની સૌથી મોટી પેકેજ્ડ વોટર કંપની છે.

બિસ્લેરી 1969 પહેલા ઇટાલિયન બ્રાન્ડ હતી

ચૌહાણે જણાવ્યું હતું કે ટાટા જૂથ તેનું વધુ સારી રીતે ડેવલોપમેન્ટ કરશે અને તેની સંભાળ રાખશે. જોકે બિસ્લેરીનું વેચાણ હજુ પણ એક દુઃખદાયક નિર્ણય હતો. જો કે, રિલાયન્સ રિટેલ, નેસ્લે અને ડેનોન સહિતની ઘણી કંપનીઓએ બિસ્લેરીને ટેકઓવર કરવા માટે પ્રયત્ન કર્યા હતા. ટાટા સાથે બે વર્ષથી વાટાઘાટો ચાલી રહી હતી અને તેઓએ થોડા મહિના પહેલા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને ટાટા કન્ઝ્યુમરના સીઈઓ સુનીલ ડિસોઝાને મળ્યા બાદ તેમનું મન બનાવ્યું હતું. બિસ્લેરી મૂળ ઈટાલિયન બ્રાન્ડ હતી જેણે ભારતમાં 1965માં મુંબઈમાં વેપાર શરૂ કર્યો હતો. ચૌહાણે તેને 1969માં હસ્તગત કરી હતી. કંપની પાસે 122 ઓપરેશનલ પ્લાન્ટ છે અને ભારત અને પડોશી દેશોમાં 4,500 વિતરકો અને 5,000 ટ્રકોનું નેટવર્ક છે.

કોઈ લઘુમતી હિસ્સો નહિ રહે

એક અહેવાલ મુજબ ટાટા ગ્રુપે 12 સપ્ટેમ્બરે બિસ્લેરી માટે ઓફર કરી હતી. બિઝનેસ વેચ્યા પછી ચૌહાણ લઘુમતી હિસ્સો રાખવાનો કોઈ અર્થ જોતા નથી. તેણે કહ્યું કે જ્યારે હું શો ચલાવી રહ્યો નથી ત્યારે હું તેનું શું કરીશ? બોટલ્ડ વોટર બિઝનેસમાંથી બહાર નીકળ્યા પછી ચૌહાણ પર્યાવરણીય અને સખાવતી કાર્યો જેવા કે વોટર હાર્વેસ્ટિંગ, પ્લાસ્ટિક રિસાયક્લિંગ અને ગરીબોને તબીબી સારવાર મેળવવામાં મદદ કરવા માટે ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા અને રોકાણ કરવાનો ઇરાદો ધરાવે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ટાટા નંબર વન બનશે

કોકા-કોલાએ 1993માં ચૌહાણ અને તેમના ભાઈ પ્રકાશ પાસેથી આખો પોર્ટફોલિયો ખરીદ્યો હતો. જેમાં સિટ્રા, રિમઝિમ અને માઝા જેવી બ્રાન્ડ સામેલ હતી. ટાટા કન્ઝ્યુમર ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) સ્પેસમાં આક્રમક છે અને આ સેગમેન્ટમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય રાખે છે. તે હિમાલયન બ્રાન્ડ હેઠળ પેકેજ્ડ મિનરલ વોટર તેમજ ટાટા કોપર પ્લસ વોટર અને ટાટા ગ્લુકો+નું પણ વેચાણ કરે છે. બિસ્લેરીને હસ્તગત કરીને તે આ સેગમેન્ટમાં નંબર 1 પર પહોંચી જશે.

 

Next Article