કોઈના જામીન બનવામાં તમે દેવાળિયા ના થઈ જાવ તેનું ધ્યાન રાખજો, વાંચો ગેરન્ટી કેમ ગાળિયો છે
જો લોન અરજદાર લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય તો નાણાકીય સંસ્થાઓ તેને બાંયધરી આપનાર દ્વારા વળતર મેળવે છે. જો બાંયધરી આપનાર લેણાં ચૂકવતો નથી તો નાણાકીય સંસ્થાને તેના નાણાં વસૂલવા માટે બાંયધરી આપનારની મિલકતની હરાજી કરવાનો અધિકાર છે.
જો તમારો ક્રેડિટ સ્કોર(Credit Score) સારો નથી તો તમારે લોન(Loan) લેતી વખતે કોઈને ગેરેન્ટર(Loan Guarantor) બનાવવું પડશે. બેંક અથવા કોઈપણ નાણાકીય સંસ્થા તમને ગેરેંટર વિના લોન આપશે નહીં. ક્યારેક તમે કોઈને બાંયધરી આપો છો તો ક્યારેક તમારે તમારા નજીકના વ્યક્તિ માટે પણ ગેરેન્ટર બનવું પડે છે. હવે અહીં સવાલ એ ઊભો થાય છે કે કોઈ ખાસ વ્યક્તિ માટે લોન ગેરેન્ટર બનવું યોગ્ય છે કે નહીં? સામાન્ય રીતે નાણાકીય સંસ્થાઓ જ્યારે લોન અરજદારના ઓછા ક્રેડિટ સ્કોરને કારણે તેમની લોનની ચુકવણીની ક્ષમતા વિશે ખાતરી ન હોય ત્યારે લોન બાંયધરી આપનાર(Loan Guarantor) ની શોધ કરે છે. આ ઉપરાંત કેટલાક લોન અરજદારો રોજગારને કારણે વારંવાર શહેરો બદલતા હોય છે અથવા જો તેમના પર લોનની બાકી રકમ વધુ હોય તો બેંકો ગેરેન્ટર્સની માંગ કરે છે. આવી સ્થિતિમાં ગેરેન્ટર બનતા પહેલા જાણીલો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
શા માટે બાંયધરી આપનારની જરૂર પડે છે?
કોઈપણ ધિરાણ સંસ્થા અથવા બેંક લોન માટે ગેરેંટર માંગે છે. આ એવી વ્યક્તિ છે જે નાણાકીય સંસ્થાને બાંયધરી આપે છે કે જો લોન અરજદાર લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ જશે તો તે લોનની ચુકવણી કરશે. આનો અર્થ એ છે કે એક રીતે લોન ગેરેંટર લોન અરજદાર પણ છે તેણે લોનની અરજી પર પણ સહી કરવી પડશે.
લોન ગેરેન્ટર બનતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો
ધિરાણકર્તાઓ બે પ્રકારના Loan Guarantor માટે પૂછે છે. એક બિન-નાણાકીય બાંયધરી આપનાર અને બીજું નાણાકીય બાંયધરી આપનાર હોય છે. પહેલાના કિસ્સામાં તમારો ઉપયોગ માત્ર સંચાર હેતુઓ માટે કરવામાં આવશે. બીજા કિસ્સામાં જો લેનાર પૈસા ચૂકવે નહીં તો તમારી પાસેથી વસૂલાત કરવામાં આવશે. આ સિવાય બાંયધરી આપનાર ફક્ત તે જ વ્યક્તિ હોવો જોઈએ જેને તમે સારી રીતે જાણો છો અને તમને તેની લોન ચૂકવવાની ક્ષમતા પર સંપૂર્ણ વિશ્વાસ છે. તે પહેલા તમારે લોન વિશે પણ માહિતી મેળવી લેવી જોઈએ.
ડિફોલ્ટના કિસ્સામાં તમારા પર શું અસર થશે?
જો લોન અરજદાર લોનની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય તો નાણાકીય સંસ્થાઓ તેને બાંયધરી આપનાર દ્વારા વળતર મેળવે છે. જો બાંયધરી આપનાર લેણાં ચૂકવતો નથી તો નાણાકીય સંસ્થાને તેના નાણાં વસૂલવા માટે બાંયધરી આપનારની મિલકતની હરાજી કરવાનો અધિકાર છે. જ્યારે લોન ગેરેન્ટર બને છે ત્યારે તેની અસર ક્રેડિટ રિપોર્ટમાં જોવા મળે છે. આનો અર્થ એ થયો કે જો લોન અરજદાર લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો તે બાંયધરી આપનારના ક્રેડિટ સ્કોરને પ્રતિકૂળ અસર કરે છે.