Surat : ફેન્સી કપડાંની ડિમાન્ડ જોતા વીવર્સ પાસેનો ગ્રેનો સ્ટોક પૂરો, 15-20 દિવસનું વેઇટિંગ

|

Sep 16, 2021 | 8:20 AM

ફેન્સી આઈટમ ની ડિમાન્ડ સૌથી વધારે અને ઉત્પાદન ઓછું હોવાને કારણે વીવર્સ પાસે સ્ટોક પૂરો થઈ ગયો છે.

Surat : ફેન્સી કપડાંની ડિમાન્ડ જોતા વીવર્સ પાસેનો ગ્રેનો સ્ટોક પૂરો, 15-20 દિવસનું વેઇટિંગ
Surat: Weavers run out of gray stock due to demand for fancy clothes, 15-20 days waiting

Follow us on

Surat તહેવારોની સિઝન આવતા જ કાપડ માર્કેટમાં(textile market ) ચહલ-પહલ વધી ગઈ છે. ફેન્સી આઈટમ ની ડિમાન્ડ વધતા જ કોરોના કાળમાં બંધ થયેલા વેપાર (business ) ફરી પાટા પર આવવા લાગ્યો છે. દિવાળી અને લગ્નસરાની સિઝન વેપારીઓ માટે સારા સંકેત લઈને આવ્યું છે. આ દરમિયાન વેપારીઓને સારા વેપાર થવાની આશા છે. સાડી અને ડ્રેસ મટિરિયલ્સની સારી ડિમાન્ડ નીકળી છે અને હવે બહાર ના વેપારીઓ પણ ખરીદી કરવા માટે માર્કેટ આવવા લાગ્યા છે. ત્યાં જ માર્કેટમાં ડિમાન્ડ વધવાને કારણે વીવર્સ પાસે ગ્રે કાપડનો સ્ટોક પૂરો થઈ ગયો છે. એમાં હજી પણ 15 થી 20 દિવસની વેઇટિંગ ચાલી રહી છે.

નોંધનીય છે કે ફેન્સી આઈટમ ની ડિમાન્ડ સૌથી વધારે અને ઉત્પાદન ઓછું હોવાને કારણે વીવર્સ પાસે સ્ટોક પૂરો થઈ ગયો છે. કોરોના ની બીજી લહેર બાદ કાપડના વેપારીઓનો બિઝનેસ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો હતો. બહારના રાજ્યોના વેપારીઓએ પણ સૂરત આવવાનું બંધ કરી દીધું હતું.

હવે જ્યારે કોરોના ના કેસો ઓછા થવા લાગ્યા છે ત્યારે લોકોનો ભય ધીરે ધીરે ઓછો થવા લાગ્યો છે. બહાર ના રાજ્યો ના વેપારીઓ પણ હવે ખરીદી કરવા માટે આવી રહ્યા છે. દિવાળી અને લગ્નસરાની સિઝન શરૂ થવામાં સમય ઓછો હોવાથી હવે રિટેલ બજારમાં પણ સારી ખરીદી નીકળી છે. લોકો કોરોના ની ત્રીજી લહેરના ડરથી ખરીદી કરવાથી દૂર રહ્યા હતા પરંતુ હવે ધીરે લોકોનો ભય દૂર થઇ રહ્યો છે અને તેઓ ખરીદી કરી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

નોંધનીય છે કે દિવાળીની સાથે લગ્નસરાની સિઝન ની ખરીદી પણ જોરમાં થઈ રહી છે.ઓછી કિંમતથી લઈને ફેન્સી સાડી અને ડિમાન્ડ પણ સૌથી વધારે નીકળી છે. ગ્રે કાપડના વેપારીએ જણાવ્યું છે કે એક મહિનામાં બજારમાં ચહલપહલ વધી છે. અને કામ માં તેજી આવી છે. દિવાળી અને લગ્નસરાની સિઝનને કારણે સાડી અને ડ્રેસ મટીરીયલ માં સારી ડિમાન્ડ નીકળી છે. માર્કેટમાં ફેન્સી આઈટમ ની ડિમાન્ડ સૌથી વધારે જોવા મળી રહી છે,જેના કારણે કિંમત પણ વધી ગઈ છે.

ફેડરેશન ઓફ સુરત ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ જણાવ્યું છે કે માર્કેટમાં ફેન્સી આઈટમ ની ડિમાન્ડ છે. પાછલા દિવસોમાં ડિમાન્ડ ન થવાને કારણે વેપારીઓએ ગ્રેની ખરીદીબંધ કરી દીધી હતી. અને સ્ટોક વધતા જોઈને વીવર્સ દ્વારા પણ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે બહાર ના રાજ્યો ના વેપારીઓ રિટેલ માર્કેટમાં દિવાળી અને લગ્ન ની સિઝન માટે ખરીદી શરૂ કરવામાં આવી છે. લોકો ફેન્સી અને હેવી રેંજ ના કપડાં ખરીદી રહ્યા છે. અચાનક ડિમાન્ડ વધવાને કારણે વીવર્સ ગ્રે કાપડ પૂરો આપી નથી શકતા તેમની પાસે પણ જુના ગ્રેના કાપડનો સ્ટોક પણ પૂરો થઈ ગયો છે. હવે વીવર્સ પણ 15 થી 20 દિવસની એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો :

Surat : પીએમ મોદીના જન્મદિને ગ્રાન્ડ ઇવેન્ટ “નમોત્સવ” નું સુરતના આંગણે આયોજન

આ પણ વાંચો :

Surat : જન્મદિનની યાદગાર બનાવવા હવે પોસ્ટ વિભાગ ફોટો સાથેની ટિકિટ છાપી આપશે

Next Article