સુરતમાં ટયુશન સંચાલકની કફોડી હાલત, કોરોનાકાળમાં શિક્ષક વળ્યા કેટરિંગના વ્યવસાય તરફ

અત્યારસુધી શિક્ષકના હાથમાં તમે પુસ્તક અને ચોક કે બોલપેન જોયા હશે. પણ કોરોનાએ શિક્ષકોને પણ અન્ય ધંધા તરફ વાળી દીધા છે. જીહાં, વાત સુરતની છે જ્યાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે ટ્યુશન કલાસીસ સંચાલકોની હાલત પણ કફોડી બની છે. અને આ જ કારણ છે કે શિક્ષકોએ હવે અન્ય ધંધા રોજગારી તરફ વળવાનો વારો આવ્યો છે. […]

સુરતમાં ટયુશન સંચાલકની કફોડી હાલત, કોરોનાકાળમાં શિક્ષક વળ્યા કેટરિંગના વ્યવસાય તરફ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 19, 2020 | 5:13 PM

અત્યારસુધી શિક્ષકના હાથમાં તમે પુસ્તક અને ચોક કે બોલપેન જોયા હશે. પણ કોરોનાએ શિક્ષકોને પણ અન્ય ધંધા તરફ વાળી દીધા છે. જીહાં, વાત સુરતની છે જ્યાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે ટ્યુશન કલાસીસ સંચાલકોની હાલત પણ કફોડી બની છે. અને આ જ કારણ છે કે શિક્ષકોએ હવે અન્ય ધંધા રોજગારી તરફ વળવાનો વારો આવ્યો છે.

માર્ચ મહિનાથી શાળાઓ અને ટ્યુશન કલાસીસ બંધ છે. તેવામાં શિક્ષકો પાસે પણ રોજગારીનું કોઈ સાધન બચ્યું નથી. સુરતના ટ્યુશન ક્લાસિસના શિક્ષકોનું માનવું છે કે તેઓને બીજું કંઈ કામ પણ આવડતું નથી. જેથી તેમને જે પણ નાનું મોટું કામ આવડે છે તે કરીને પરિવારનું ગુજરાન ચલાવવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ પણ બચતો નથી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સુરતના ખરવરનગરમાં વર્ષોથી ટ્યુશન કલાસીસ ચલાવતા શૈલેષ જરીવાળા હવે લોકડાઉન પછી કલાસીસ બંધ હોવાથી કેટરિંગના ધંધા તરફ વળ્યાં છે. શૈલેષભાઇ અને તેમના પત્નીને રસોઈનો શોખ હોવાથી હવે તેમણે ઘરે બેઠા કેટરિંગનો બિઝનેસ શરૂ કરીને ઘરે બેસીને જ ઓર્ડર લેવાનું શરૂ કરીને ભોજન બનાવવાની શરૂઆત કરી છે. જે હવે ધંધો જામવા પણ લાગ્યો છે.

તે જ રીતે ભાઠેનામાં ટ્યુશન કલાસીસ ચલાવતા ક્રિશ રાણા પણ હવે સુરતી નાસ્તાની બનાવટમાં લાગી ગયા છે. તેઓ જાણે છે કે સુરતીઓની સવાર ખમણ, સમોસા વગર અધૂરી છે. જેથી તેઓએ વિદ્યાર્થીઓ ટ્યુશન ન આવતા હોવાથી હવે સવાર સવારમાં સમોસાની રોટલી બનાવવાનું શરૂ કર્યું છે. સમોસાની રોટલી સાથે હવે તેઓ સમોસા ઓર્ડર મુજબ બનાવીને આપવાના કામમાં જોતરાઈ ગયા છે.

આ જ રીતે ઉધનમાં ટ્યુશન કલાસ ચલાવતા શિક્ષક જય પંચાલે હવે ડેરી અને બેકરી પ્રોડક્ટની દુકાન શરૂ કરી છે. તો કતારગામ વિસ્તારના એક શિક્ષકે એમ્બ્રોઇડરી ખાતામાં કામ શરૂ કરી દીધું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">