ટાટા ખરીદશે વેદાંતાનો બિઝનેસ ? કંપનીના CEOએ જણાવ્યું આ યોજના અંગે
વેદાંતા લિમિટેડે જૂનમાં જણાવ્યું હતું કે તે તરત જ સમીક્ષા શરૂ કરશે અને તેના તમામ સ્ટીલ વ્યવસાયોના સંભવિત વ્યૂહાત્મક વેચાણ સહિત વિકલ્પોની વિશાળ શ્રેણીનું મૂલ્યાંકન કરશે.
ટાટા ગ્રૂપની કંપની ટાટા સ્ટીલ હજુ અન્ય કોઈ નવા એક્વિઝિશન માટે ઉત્સુક નથી. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) T. V નરેન્દ્રને આ નિવેદન એવા સમયે આપ્યું છે. જ્યારે વેદાંતા લિમિટેડ તેના સ્ટીલ અને સ્ટીલ મેકિંગ કાચા માલના વ્યવસાયની સમીક્ષા અને મૂલ્યાંકન કરી રહી છે.
વેદાંતા લિમિટેડે જૂનમાં જણાવ્યું હતું કે તેઓ આ બાબતે તરત જ સમીક્ષા શરૂ કરશે અને તેના કેટલાક અથવા તમામ સ્ટીલ વ્યવસાયોના સંભવિત વ્યૂહાત્મક વેચાણ સહિત વિકલ્પોની વિશાળ શ્રેણીનું મૂલ્યાંકન કરશે. વેદાંતા લિમિટેડના સ્ટીલ બિઝનેસને ખરીદવામાં તેમની કંપનીની રુચિ વિશે પૂછવામાં આવતા, નરેન્દ્રએ કહ્યું, “અમે અન્ય કોઈ નવા એક્વિઝિશન માટે આતુર નથી, અમને તેની જરૂર નથી.” તેમણે કહ્યું કે ટાટા સ્ટીલની હાલની સાઇટ પર કરવા માટે ઘણું બધું કામ છે.
ટાટા સ્ટીલની યુકે સ્થિત કામગીરી અંગે તેમણે કહ્યું કે, “અમે ઉકેલ માટે યુકે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ.”અમે સરકાર (ત્યાં) સાથે સર્વસંમતિ સાધવા માંગીએ છીએ.નરેન્દ્રને કહ્યું કે અત્યારે યુકેમાં કોઈ સમસ્યા નથી અને ઉત્પાદન પર કોઈ અસર થઈ નથી. પરંતુ મુદ્દો એ છે કે મિલકતો જૂની છે અને તે હવે ખૂબ વિશ્વસનીય નથી.
હવે આ બાબતને શેર માર્કેટની દ્રષ્ટિએ ટાટાની સ્થિતિ જોઈએ તો શેર માર્કેટ માંથી કમાણી કરવા માટે સૌથી જરૂરી છે કે તમારે સારી કંપનીના શેરમાં રોકાણ કરવું પડશે. મહત્વનુ છે કે ટાટા સ્ટીલ આ કંપની મેટલ સેક્ટરમાં કામ કરે છે. નિષ્ણાતે Tata Steel કંપની પર 124 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. રોકાણકારને કોઈ મોટું નુકસાન ન થાય તે માટે 118 રૂપિયાનો સ્ટોપ લોસ આપવામાં આવ્યો છે. કંપની 1997 થી બજારમાં છે.
આ પણ વાંચો : GST: જો તમે Twitterથી કમાણી કરી રહ્યા છો, તો તમારે ચૂકવવો પડશે 18% GST
શું છે ટાટા સ્ટીલની નાણાકીય સ્થિતિ
ટાટા સ્ટીલ કંપનીના ચોથા ક્વાર્ટરના પરિણામો પર નજર કરીએ તો, કંપનીએ અહીં કંસોલિડેટ કુલ આવક તરીકે રૂ. 60666.48 કરોડ નોંધ્યા છે. જે છેલ્લા ક્વાર્ટરની કુલ આવક કરતાં 3.90 ટકા ઓછી છે. તાજેતરના ક્વાર્ટરમાં ટેક્સ ચૂકવ્યા પછી કંપનીનો ચોખ્ખો નફો રૂ. 796.13 કરોડ છે.
નોંધ : કોઈ પણ પ્રકારનું રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.