Zomato Share Price : 2 દિવસમાં 23% તૂટ્યો શેર, રોકાણકારોએ 8 મહિનામાં એક લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

|

Jul 27, 2022 | 7:21 AM

Zomato ના શેર 16 નવેમ્બર 2021 ના ​​રોજ 169 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તે સમયે કંપનીનું માર્કેટ કેપ 1.33 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.

Zomato Share Price : 2 દિવસમાં 23% તૂટ્યો શેર, રોકાણકારોએ 8 મહિનામાં એક લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Shares of Zomato are falling

Follow us on

Zomato Share Price:  Zomatoના શેરમાં સતત અને મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે આ ફૂડ ડિલિવરી કંપનીનો શેર 12.50 ટકા ઘટીને 41.65 પર બંધ થયો હતો.આ અગાઉના સત્રમાં એટલે કે સોમવારે તેના શેરમાં લગભગ 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ રીતે બે દિવસમાં કામનીનો સ્ટોક 23 ટકા ઘટ્યો છે. કંપનીના શેર ઓલ ટાઈમ લો લેવલે ટ્રેડ થઈ રહ્યા છે. આ કંપનીએ શેરધારકોમાં નિરાશા ફેલાવી દીધી છે.ઝોમેટોના શેર તેના IPOની કિંમત રૂ. 76થી પણ વધુ એટલેકે 46 ટકા નીચે આવ્યા છે. તેના શેર ઓલ ટાઈમ હાઈથી 75 ટકાથી વધુ ઘટી ગયા છે. ઝોમેટોના શેરમાં રોકાણકારોનો લોક-ઈન પિરિયડ પૂરો થઈ ગયો છે. તેથી તેમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. સ્ટૉક સતત બીજા દિવસે તૂટતો જોવા મળી રહ્યો હતો.

શેરમાં રોકાણકારોએ સતત નુકસાનનો સામનો કર્યો છે

સમય ગાળો  ઘટાડો 
1 દિવસ 12.61%
2 દિવસ 23%
5 દિવસ 23.68%
1 મહિનો 36.83%
6 મહિનો 54.03%
ચાલુ  વર્ષે 70.57%

રોકાણકારોના એક લાખ કરોડ ડૂબયાં

Zomato ના શેર 16 નવેમ્બર 2021 ના ​​રોજ 169 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તે સમયે કંપનીનું માર્કેટ કેપ 1.33 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આજે મંગળવારે તેનું માર્કેટ કેપ ઘટીને 32 હજાર કરોડ થઈ ગયું છે. આ રીતે રોકાણકારોને 1 લાખ કરોડથી વધુનો ફટકો પડ્યો છે.

લોક ઇન પીરિયડ પૂરો થયો

ઝોમેટો શેર્સમાં પ્રારંભિક રોકાણકારોનો એક વર્ષનો લોક-ઈન પિરિયડ સમાપ્ત થઈ ગયો છે. લોક-ઇન પિરિયડ એવી કંપનીઓ માટે છે કે જેમની પાસે પ્રમોટર હોલ્ડિંગ નથી. Zomato પણ આ કંપનીઓમાંથી એક છે. જેમણે આઈપીઓ પહેલા કંપનીમાં રોકાણ કર્યું છે તેઓ હવે શેર વેચી શકશે. આથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Zometo ના શેરનું જોરદાર લિસ્ટિંગ થયું હતું

તમને જણાવી દઈએ કે Zomatoનો સ્ટોક ગયા વર્ષે 23 જુલાઈ 2021ના રોજ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયો હતો. આશેર ઉપર રોકાણકારોને ખુબ આશા હતી. IPO સમયે શેર માટે રોકાણકારોમાં જાણે પડાપડી જોવા મળી હતી.  ઝોમેટોએ IPOમાં રોકાણકારોને રૂ. 76ના મૂલ્યના શેર ફાળવ્યા હતા. કંપનીનો સ્ટોક 51 ટકાના પ્રીમિયમ સાથે BSE પર રૂ. 115 પર લિસ્ટ થયો હતો. તે પછી પણ શેરમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. બીએસઈ પર શેરની કિંમત રૂ. 169ની ઉપલી સપાટીએ પહોંચી ગઈ હતી. કંપનીની માર્કેટ મૂડી રૂ. 1 લાખ કરોડના આંકને વટાવી ગઈ હતી.

Next Article