Zomato ના રોકાણકારો માટે અગત્યના સમાચાર : ઓલ ટાઈમ લો લેવલ સુધી સરકી ગયેલો શેર આગામી દિવસોમાં વધુ પટકાઈ શકે છે

વિશ્લેષકો કહે છે કે ઝોમેટોમાં કોઈ પ્રમોટર નથી. સ્થાપકો સહિત તમામ શેરધારકો તેમાં 77.87 ટકા હિસ્સો ધરાવે છે. આ શેરધારકો 23 જુલાઈના રોજ લોક-ઈન પિરિયડ પૂરા થયા પછી તેમના શેર વેચવા માટે મુક્ત હશે.

Zomato ના રોકાણકારો માટે અગત્યના સમાચાર : ઓલ ટાઈમ લો લેવલ સુધી સરકી ગયેલો શેર આગામી દિવસોમાં વધુ પટકાઈ શકે છે
Zomato (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2022 | 7:20 AM

એપ-આધારિત ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો(Zomato)ના સ્ટોકમાં નાણાં રોકનારા રોકાણકારો માટે અગત્યના સમાચાર છે. આ સ્ટોક જે તેની રેકોર્ડ ઊંચાઈથી લગભગ 68 ટકાના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે તેમાં આગામી દિવસોમાં મોટી વેચવાલી થઇ શકે છે. આ પાછળનું કારણ એ છે કે પ્રી-ઓફર ઇક્વિટી શેર મૂડી પર એક વર્ષનું લોક-ઇન 23 જુલાઈ, 2022 ના રોજ સમાપ્ત થાય છે. 16 નવેમ્બર 2021ના રોજ કંપનીના શેરે રૂ. 169ની સર્વોચ્ચ સપાટી બનાવી હતી ત્યારથી તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

શેર રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો

10 મે 2022ના રોજ કંપનીના શેરે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE પર નીચલી સપાટીએ રૂ. 50.05 નોંધાયો હતો. Zomatoના 78 ટકા શેરનો લોક-ઈન પિરિયડ આવતા સપ્તાહે સમાપ્ત થઈ રહ્યો છે. જેનો અર્થ છે કે પ્રમોટર્સ, કર્મચારીઓ અને અન્ય લોકો માટે એક વર્ષનું લોક-ઈન સમાપ્ત થઈ જશે. સોમવારે 25 જુલાઇના રોજ શેરઓલ ટાઈમ લો 46 રૂપિયાની સપાટી ઉપર સરકીને 47.70 રૂપિયા  ઉપર બંધ થયો હતો.

વિશ્લેષકોને ડર છે કે કંપનીના શેરમાં વેચવાલીનું દબાણ આવી શકે છે. જો આમ થશે તો વર્તમાન સ્તરથી તૂટ્યા પછી સ્ટોક નીચે જશે. લોક-ઈન પીરિયડ અમુક રોકાણકારો માટે  હોય છે. જ્યારે પણ સ્ટોકની મોટી ટકાવારીનું લોક-ઇન સમાપ્ત થાય છે ત્યારે તે રોકાણકારો તેમના શેર વેચી શકે છે. તે પહેલા તેઓ તેમના શેર વેચી શકતા નથી. આવી સ્થિતિમાં જો રોકાણકારો તે શેર વેચવાનું શરૂ કરે છે તો તેમાં મોટો ઘટાડો થઈ શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોકાણકારો તેમના શેર વેચી શકશે

વિશ્લેષકો કહે છે કે ઝોમેટોમાં કોઈ પ્રમોટર નથી. સ્થાપકો સહિત તમામ શેરધારકો તેમાં 77.87 ટકા હિસ્સો ધરાવે છે. આ શેરધારકો 23 જુલાઈના રોજ લોક-ઈન પિરિયડ પૂરા થયા પછી તેમના શેર વેચવા માટે મુક્ત હશે. તેઓએ કંઈપણ જાહેર કરવાની જરૂર નથી. આનાથી શેરના ભાવ પર મોટી અસર પડી શકે છે. જ્યારે એન્કર ઇન્વેસ્ટર્સ માટે લોક-ઇન પિરિયડ પૂરો થયો ત્યારે માત્ર એક જ દિવસમાં શેરમાં 8 ટકાનો ઘટાડો થયો હતો.

વિશ્લેષકો માને છે કે રિટેલ રોકાણકારો માટે પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટર્સ કઈ કિંમતે આવ્યા છે તે જોવું જરૂરી છે. જો તેમની Zomato શેરની ખરીદ કિંમત વર્તમાન કિંમત કરતાં ઘણી ઓછી હોય તો તેઓ મંદીના કિસ્સામાં બજારમાં નફો બુક કરવા માંગશે. ઘણા રોકાણકારો માટે શેર ખરીદવાની કિંમત ઘણી ઓછી હતી જેના કારણે તેમને નફો બુક કરવાની તક મળી હતી.

શેરનું જોરદાર લિસ્ટિંગ થયું હતું

તમને જણાવી દઈએ કે Zomatoનો સ્ટોક ગયા વર્ષે 23 જુલાઈ 2021ના રોજ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયો હતો. ઝોમેટોએ IPOમાં રોકાણકારોને રૂ. 76ના મૂલ્યના શેર ફાળવ્યા હતા. કંપનીનો સ્ટોક 51 ટકાના પ્રીમિયમ સાથે BSE પર રૂ. 115 પર લિસ્ટ થયો હતો. તે પછી પણ શેરમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. બીએસઈ પર શેરની કિંમત રૂ. 169ની ઉપલી સપાટીએ પહોંચી ગઈ હતી. કંપનીની માર્કેટ મૂડી રૂ. 1 લાખ કરોડના આંકને વટાવી ગઈ હતી.

નોંધ : અહેવાલનો હેતુ આપને માત્ર માહિતી આપવાનો છે. કૃપા કરીને રોકાણ કરતા પહેલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.શેરબજારમાં રોકાણના પોતાના જોખમો છે. તમારા રોકાણનો નિર્ણય સમજદારીથી લેવો જોઈએ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">