AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI YONO App દ્વારા પણ LIC IPOમાં પણ રોકાણ કરી શકાશે, જાણો કેવી રીતે

SBI એ કહ્યું  છે કે જો તમે SBI YONO દ્વારા IPOમાં રોકાણ કરવા માંગો છો તો તમારે YONO એપમાં લોગિન કરવું પડશે. લૉગિન કર્યા પછી તમે 'ઇન્વેસ્ટમેન્ટ' વિભાગમાં જઈ શકો છો અને ત્યાં ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી શકો છો.

SBI YONO App  દ્વારા પણ LIC IPOમાં પણ રોકાણ કરી શકાશે, જાણો કેવી રીતે
State Bank Of India
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 9:00 AM
Share

દેશની  સૌથી મોટી વીમા કંપની  લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો આઇપીઓ ( LIC IPO ) 4 મેના રોજ ખુલવા જઈ રહ્યો છે. તમે  9 મે સુધી અરજી કરી શકો છો. આ IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 90% થી ઉપર ચાલી રહ્યું છે. બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે આ IPO એક જ ઝાટકે સારો નફો આપનાર સાબિત થશે. જો તમે પણ LIC IPO માટે અરજી કરવા માંગો છો તો ડીમેટ એકાઉન્ટ દ્વારા રોકાણ કરી શકાય છે. IPOમાં રોકાણ કરવાની ઘણી રીતો છે. જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો તમે SBI YONO એપ દ્વારા પણ IPO માટે અરજી કરી શકો છો.

YONO APP દ્વારા અરજી કરો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને LIC IPOમાં રોકાણ કરવા માટે SBI YONO એપનો ઉપયોગ કરવા કહ્યું છે. SBIએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે.

SBI એ કહ્યું  છે કે જો તમે SBI YONO દ્વારા IPOમાં રોકાણ કરવા માંગો છો તો તમારે YONO એપમાં લોગિન કરવું પડશે. લૉગિન કર્યા પછી તમે ‘ઇન્વેસ્ટમેન્ટ’ વિભાગમાં જઈ શકો છો અને ત્યાં ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી શકો છો. એકવાર ડીમેટ ખાતું ખોલ્યા પછી તમે સરળતાથી LIC IPO માં રોકાણ કરી શકો છો. પ્રથમ વર્ષ માટે બેંક તમારી પાસેથી કોઈ ફી વસૂલશે નહીં.

LICનો IPO દેશનો સૌથી મોટો IPO છે. આ IPO 4 મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 9 મે સુધી અરજી કરી શકાશે. LIC IPOની પ્રાઇસ બેન્ડ 902 થી 949 રૂપિયા પ્રતિ શેર છે. 15 શેર લોટમાં મૂકવામાં આવ્યા છે. આ રીતે તમારે ઓછામાં ઓછા 14,235 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ IPO માટે અરજી કરવાની મહત્તમ મર્યાદા 14 લોટ છે. તેથી, તમારે વધુમાં વધુ રૂ. 1,99,290નું રોકાણ કરવું પડશે.

જો તમે LIC પોલિસીધારક છો તો તમને પ્રતિ ઈક્વિટી શેર પર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એલઆઈસીના કર્મચારીઓને ઈક્વિટી શેર દીઠ 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ પણ વાંચો : GST Collections: એપ્રિલમાં જીએસટી કલેક્શને તોડ્યા તમામ રેકોર્ડ, સરકારની તિજોરીમાં આવ્યા 1.68 લાખ કરોડ રૂપિયા

આ પણ વાંચો :  1 મેથી લાગુ થશે ભારત-યુએઈ CEPA, 2022-23માં 40 અબજ ડોલરના નિકાસની સંભાવના

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ભાવનગરથી માત્ર 20 કિલોમીટર દૂર સિંહોના આંટાફેરા
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">