AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 મેથી લાગુ થશે ભારત-યુએઈ CEPA, 2022-23માં 40 અબજ ડોલરના નિકાસની સંભાવના

સરકારના જણાવ્યા અનુસાર, કરારના પહેલા જ દિવસથી, ભારતીય હિત સાથે સંબંધિત લગભગ 90 ટકા ઉત્પાદનો માટે યુએઈમાં (UAE) નિકાસનો માર્ગ ખુલી જશે.

1 મેથી લાગુ થશે ભારત-યુએઈ CEPA, 2022-23માં 40 અબજ ડોલરના નિકાસની સંભાવના
India UAE CEPA to come into force on May 1
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 11:53 PM
Share

ભારત અને યુએઈ વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) 1 મેથી અમલમાં આવવા જઈ રહ્યો છે. રવિવારે વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ આ કરાર હેઠળ પ્રથમ કન્સાઇનમેન્ટ UAE મોકલશે. સરકારના જણાવ્યા અનુસાર, સીઈપીએથી 26 બિલિયન ડોલરના મૂલ્યના ભારતીય ઉત્પાદનોને ફાયદો થશે, જે હાલમાં 5 ટકા આયાત જકાત હેઠળ આવે છે. યુએઈએ અમેરિકા અને ચીન પછી ભારતનું ત્રીજું સૌથી મોટું કારોબારી ભાગીદાર (Trade Partner) છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનનો અંદાજ છે કે સીઈપીએની મદદથી આ નાણાકીય વર્ષમાં નિકાસ 40 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે, જે એક વર્ષ પહેલા 26 બિલિયન ડોલરની નજીક હતી.

5 વર્ષમાં દ્વિપક્ષીય વેપાર 100 બિલિયન ડોલર સુધી પહોચી શકે છે

સીઈપીએની જાહેરાત બાદ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે મુક્ત વેપાર કરાર આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 100 બિલિયન ડોલર સુધી લઈ જવામાં મદદ કરશે અને લાખો નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળશે.

સરકારના જણાવ્યા અનુસાર, કરારના પહેલા જ દિવસથી, ભારતીય હિત સાથે સંબંધિત લગભગ 90 ટકા ઉત્પાદનો માટે યુએઈમાં નિકાસનો માર્ગ ખુલી જશે. ભારત અને UAEની કંપનીઓને મુક્ત વેપાર કરારથી નોંધપાત્ર લાભ મળશે. આમાં વધુ સારૂ માર્કેટ એક્સેસ અને ઓછી ફી દરનો સમાવેશ થાય છે. એફટીએ દ્વારા આગામી પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વર્તમાન 60 બિલિયન ડોલરથી વધારીને 100 બિલિયન ડોલર થવાની ધારણા છે.

ખાસ વાત એ છે કે ભારત અને UAEએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વેપાર કરાર માટે ઔપચારિક વાતચીત શરૂ કરી હતી. કુલ 881 પાનાનું કરાર રેકોર્ડ 88 દિવસમાં પૂર્ણ થયું હતું. કરાર પછી, પીયૂષ ગોયલે માહિતી આપી હતી કે આ એક નવો નોંધપાત્ર કરાર છે, જેનો પ્રથમ વખત ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ફાયદો થયો છે. આ UAE માં અમારા ઉત્પાદનો માટે દરવાજા ખોલશે.

શું ફાયદો થશે

આ કરાર ટેક્સટાઈલ, હેન્ડલૂમ, જેમ્સ એન્ડ જ્વેલરી, લેધર અને ફૂટવેર જેવા શ્રમ સઘન ક્ષેત્રોમાં 10 લાખ નોકરીઓનું સર્જન કરશે. જ્યારે યુનાઈટેડ આરબ અમીરાત આ બાબતે સહમત છે કે, યુરોપિયન યુનિયન, યુકે, કેનેડા અથવા ઑસ્ટ્રેલિયા દ્વારા મંજૂર કરવામાં આવેલી ભારતમાં બનેલી મેડિકલ પ્રોડક્ટ્સને એપ્લિકેશન સબમિટ કર્યાના 90 દિવસની અંદર માર્કેટ એક્સેસ અને નિયમનકારી મંજૂરી મળશે. જ્યારે UAE ભારતીય જ્વેલરી પરની ડ્યૂટી દૂર કરવા માટે સંમત થયું છે, ત્યારે ભારત 200 ટન સુધીના સોનાની આયાત પરની ડ્યૂટી માફ કરશે.

કરાર સેવાઓ સાથે સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં સરળ બજાર ઍક્સેસ પ્રદાન કરશે. બંને પક્ષો ભારતમાં એક એવી વ્યવસ્થા પર વિચાર કરી રહ્યા છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ચેઇનમાં રોકાણને વેગ આપશે. કરાર UAE ના રાષ્ટ્રીય જીડીપીમાં 2030 સુધીમાં 1.7 ટકા વધારો કરશે અને નિકાસમાં 1.5 ટકાનો વધારો કરશે. કરારમાં માલ, સેવાઓ, મૂળના નિયમો, કસ્ટમ પ્રક્રિયાઓ, સરકારી પ્રાપ્તિ, બૌદ્ધિક સંપદા અધિકારો અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.

આ પ્રકારના કરારોમાં, બંને ભાગીદાર દેશો મોટા ભાગના વેપારી માલ પર કસ્ટમ ડ્યુટી નોંધપાત્ર રીતે ઘટાડે છે અથવા દૂર કરે છે. વધુમાં, તેઓ વ્યાપાર વધારવા અને સેવા ક્ષેત્રમાં રોકાણને વેગ આપવા માટે નિયમોને ઉદાર બનાવે છે.

આ પણ વાંચો :  Yes Bank એ માર્ચ ક્વાર્ટરમાં નોંધાવ્યો 367 કરોડ રૂપિયાનો પ્રોફીટ, NII માં થયો 84 ટકાનો વધારો

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
g clip-path="url(#clip0_868_265)">