Upcoming IPO : આ મોબાઇલ ઉપકરણ નિર્માતા IPO લાવશે, SEBI તરફથી મંજૂરી મળી

|

Jun 14, 2022 | 6:54 AM

દસ્તાવેજો અનુસાર IPOમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ મૂડી ખર્ચની જરૂરિયાતોને ફાઇનાન્સ કરવા માટે કરવામાં આવશે. હાલમાં વન્ડરફુલ સ્ટાર્સ કંપનીમાં 99.97 ટકા હિસ્સો ધરાવે છે.

Upcoming IPO : આ મોબાઇલ ઉપકરણ નિર્માતા IPO લાવશે, SEBI તરફથી મંજૂરી મળી
Upcoming IPO

Follow us on

FIH મોબાઈલ્સ અને ફોક્સકોન ટેક્નોલોજી ગ્રૂપની પેટાકંપની ભારત FIHને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા રૂ. 5,000 કરોડ એકત્ર કરવાની મંજૂરી મળી છે. દસ્તાવેજો અનુસાર (Initial Public Offering – IPO) હેઠળ રૂ. 2,502 કરોડના નવા શેર ઈશ્યુ કરવામાં આવશે. કંપનીનું પ્રમોટર ગ્રૂપ અને ફોક્સકોનનું યુનિટ વન્ડરફુલ સ્ટાર્સ રૂ. 2,502 કરોડ સુધીની ઓફર ફોર સેલ (OFS) લાવશે. ભારત FIH Xiaomi અને Nokia માટે ઉપકરણનું ઉત્પાદન કરે છે.સેબીની વેબસાઈટ પર જાહેર કરાયેલી માહિતી અનુસાર ભારત FIH દ્વારા કરવામાં આવેલી અરજીના તારણો 10 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યા છે. IPO લાવવા માટે કંપની માટે સેબીનું તારણ જરૂરી છે. કંપનીએ ડિસેમ્બર 2021માં સેબીમાં IPO માટે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા હતા.

IPOમાંથી મળેલા નાણાંનો ઉપયોગ ક્યાં થશે?

દસ્તાવેજો અનુસાર IPOમાંથી એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ મૂડી ખર્ચની જરૂરિયાતોને ફાઇનાન્સ કરવા માટે કરવામાં આવશે. હાલમાં વન્ડરફુલ સ્ટાર્સ કંપનીમાં 99.97 ટકા હિસ્સો ધરાવે છે.

આ સિવાય તમને જણાવી દઈએ કે રુસ્તમજી ગ્રૂપની કંપની કીસ્ટોન રિયલ્ટર્સે પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા રૂ. 850 કરોડ એકત્ર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) પાસે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે. ડ્રાફ્ટ દસ્તાવેજો અનુસાર IPO હેઠળ રૂ. 700 કરોડ સુધીના નવા શેર જારી કરવામાં આવશે. કંપનીના પ્રમોટર્સ રૂ. 150 કરોડ સુધીની ઑફર ઑફ સેલ (OFS) લાવશે. OFSમાં બોમન રૂસ્તમ ઈરાની, પર્સી સોરાબજી ચૌધરી અને ચંદ્રેશ દિનેશ મહેતા દ્વારા અનુક્રમે રૂ. 75 કરોડ, રૂ. 37.5 કરોડ અને રૂ. 37.5 કરોડમાં શેરના વેચાણનો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કીસ્ટોન રિયલ્ટર્સ તેની પેટાકંપનીનું દેવું ચૂકવવા માટે IPOમાંથી ઊભા કરાયેલા નાણાંમાંથી રૂ. 427 કરોડ ખર્ચશે. વધુમાં કંપની કેટલીક રકમનો ઉપયોગ લોનની ચુકવણી અથવા પ્રિપેમેન્ટ માટે કરશે અને બાકીની રકમનો ઉપયોગ ભવિષ્યના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

એક્સિસ કેપિટલ અને ક્રેડિટ સુઈસ ઈસ્યુના મેનેજર છે. નાણાકીય વર્ષ 2021માં કંપનીની સંકલિત આવક રૂ. 848.72 કરોડ રહી હતી. નાણાકીય વર્ષ 2020માં કંપનીની આવક 1211.47 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2021માં કંપનીનો ચોખ્ખો નફો અગાઉના નાણાકીય વર્ષમાં રૂ. 14.50 કરોડની સરખામણીએ રૂ. 231.82 કરોડ હતો. ડિસેમ્બર 2021 સુધીમાં, કંપની પર કુલ રૂ. 1,439.18 કરોડનું દેવું હતું.

Published On - 6:54 am, Tue, 14 June 22

Next Article