Upcoming IPO : મજબૂત રિટર્ન નિશ્ચિત, TATA ની વધુ એક કંપની IPO લાવશે, આ રીતે પૈસા કમાવવાની તક મળશે
Tata Technologies Limited IPO : Tata Technologies IPO ટાટા મોટર્સના શેરધારકો માટે સારી કમાણીની તક બની શકે છે. IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર ટાટા ટેક્નોલોજીસનો IPO ટાટા મોટર્સના શેરધારકો માટે મૂલ્યને અનલોક કરી શકે છે.
જો તમે સુરક્ષિત રોકાણ દ્વારા સારી કમાણી કરવા માટે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે ટાટા મોટર્સના શેર શ્રેષ્ઠ વિકલ્પ નજરે પડી રહ્યા છે. તમે TATA ના વધુ એક IPOમાં નાણાંનું રોકાણ કરીને મજબૂત વળતર મેળવી શકો છો. આ માટે ટાટા ટેક્નોલોજીસ લિમિટેડનો Tata Technologies Limited IPO ટૂંક સમયમાં જ શેરબજારમાં આવવાનો છે. જ્યારથી ટાટા ટેક્નોલોજીસ લિમિટેડે સામાન્ય લોકો માટે IPO લોન્ચ કરવા માટે દસ્તાવેજો ફાઇલ કર્યા છે ત્યારથી શેરબજાર ટાટા મોટર્સ પર ટાટા ટેક્નોલોજીસ IPOની અસરનું મૂલ્યાંકન કરવામાં વ્યસ્ત દેખાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર TATA MOTORS આ ટૂંક સમયમાં લોન્ચ થનારા તેના IPO એટલેકે Initial public offering માં 8,11,33,706 ટાટા ટેક્નોલોજી કંપનીના શેર વેચી શકે છે. જે ઓટો કંપનીએ શેર દીઠ રૂપિયા 7.40ના ભાવે હસ્તગત કરી હતી. શેરબજારને આગામી બેથી ત્રણ મહિનામાં પબ્લિક ઇશ્યૂની અપેક્ષા છે અને તેની પ્રાઇસ બેન્ડ જાહેર કરવામાં આવી નથી તેમ છતાં, બજાર ટાટા મોટર્સ માટે ભારે લાભની અપેક્ષા રાખી રહ્યું છે.શેરબજારના નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર ટાટા ટેક્નોલોજીના આઈપીઓ શેર ખરીદવા માંગતા રિટેલ રોકાણકારોને ટાટા મોટર્સના શેર એકઠા કરવાનું શરૂ કરવાની સલાહ આપી છે કારણ કે નજીકના ગાળામાં ઓટો શેરમાં તેજીનો પવન ફૂંકાવાની શક્યતા છે.
ટાટા મોટર્સના રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે?
નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર ટાટા ટેક્નોલોજી કંપનીએ હજુ સુધી IPO અંગે આંકડાકીય માહિતી જાહેર કરી નથી પરંતુ તે નિશ્ચિત છે કે ટાટા ટેક્નૉલૉજીના IPOની કિંમત તે હાલના મૂલ્ય થી ઓછામાં ઓછા 4-5 ગણી વધુ જાહેર થઈ શકે છે જે મૂલ્ય પર ટાટા મોટર્સે ટાટા ટેક્નોલોજીસમાં હિસ્સો ખરીદ્યો હતો. આ કારણે ટાટા મોટર્સને ટાટા ટેક્નોલોજીના આઈપીઓથી ભારે લાભ મળવાની અપેક્ષા નકારવામાં આવી રહી નથી.
હજુ IPOની કિંમત અંગે સસ્પેન્સ
Tata Technologies IPO ટાટા મોટર્સના શેરધારકો માટે સારી કમાણીની તક બની શકે છે. IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર ટાટા ટેક્નોલોજીસનો IPO ટાટા મોટર્સના શેરધારકો માટે મૂલ્યને અનલોક કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ટાટા ટેક્નોલોજીએ હજુ સુધી IPOની કિંમત જણાવી નથી પરંતુ તે નિશ્ચિત છે કે તેનું માર્કેટ કેપ 18,000 કરોડથી 20,000 કરોડ રૂપિયાની આસપાસ રહી શકે છે. આ આધારે ટાટા ટેક્નૉલૉજીના IPOની કિંમત ઇક્વિટી શેર દીઠ આશરે 40 રૂપિયા રહેવાની ધારણા છે.
Disclaimer : અહેવાલમાં આપવામાં વિગતો માત્ર માહિતી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાંણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહીં. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા આર્થિક સલાહકારની સલાહ લેવી જોઈએ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…