TVS Supply Chain 20 અબજ રૂપિયા એકત્રિત કરવા IPO લાવશે, SEBI સમક્ષ દસ્તાવેજ સબમિટ કરાયા

ભારતમાં TVS સપ્લાય ચેઈન ગ્રાહકોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, ડેમલર ઈન્ડિયા કોમર્શિયલ વ્હીકલ પ્રાઈવેટ લિમિટેડ, સોની ઈન્ડિયા પ્રા. અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ સામેલ છે. કંપની યુકે, સ્પેન, જર્મની, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં કાર્યરત છે.

TVS Supply Chain 20 અબજ રૂપિયા એકત્રિત કરવા IPO લાવશે, SEBI સમક્ષ દસ્તાવેજ સબમિટ કરાયા
ઘણી કંપનીઓ IPO લાવવા પ્રયાસ કરી રહી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 6:30 AM

TVS સપ્લાય ચેઇન(TVS Supply Chain) સોલ્યુશન્સ લિમિટેડે તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લાવવા માટે ભારતીય બજાર નિયમનકાર સેબી(SEBI) પાસેથી મંજૂરી માંગી છે. કંપની તેના IPOમાં નવા શેર વેચીને રૂ 20 અબજ (264 મિલિયન ડોલર) એકત્ર કરશે. ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ મુજબ કંપનીના વર્તમાન શેરધારકો જેમાં સ્થાપક TVS મોબિલિટી પ્રાઇવેટ, ગેટવે પાર્ટનર્સ અને ટાટા કેપિટલ ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ IPOમાં 59.48 મિલિયન શેર વેચવાની યોજના ધરાવે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ ચેન્નાઈ સ્થિત કંપની IPO દ્વારા ઊભા કરાયેલા નાણાં દ્વારા તેનું અમુક દેવું ચૂકવવાની અને તેના યુકે યુનિટમાં માઇનોરિટી શેર હોલ્ડરર્સને ખરીદવાની યોજના ધરાવે છે.

ભારતમાં TVS સપ્લાય ચેઈન ગ્રાહકોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ, ડેમલર ઈન્ડિયા કોમર્શિયલ વ્હીકલ પ્રાઈવેટ લિમિટેડ, સોની ઈન્ડિયા પ્રા. અને હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ સામેલ છે. કંપની યુકે, સ્પેન, જર્મની, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં કાર્યરત છે.

રિપોર્ટમાં કન્સલ્ટન્ટ રેડસિરના ડેટાને ટાંકીને TVS સપ્લાય ચેને તેના ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યું હતું કે ભારતીય લોજિસ્ટિક્સ માર્કેટમાં સીધો ખર્ચ માર્ચ 2026 સુધીમાં બમણો થઈને 365 અબજ ડોલર થવાનો અંદાજ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

શેરના વેચાણનું સંચાલન કરતી બેંકોમાં જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, જેપી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ, બીએનપી પારિબાસ, Edelweiss ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ અને Equirus કેપિટલ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય એક ભારતીય લોજિસ્ટિક્સ કંપની Delhivery લિમિટેડને ગયા મહિને પ્રારંભિક શેર વેચાણ માટે બજાર નિયામક પાસેથી મંજૂરી મળી છે. કંપનીને તેના દ્વારા 74.6 અબજ રૂપિયા એકત્ર કરવાની મંજૂરી આપવામાં આવી છે.

જોકે કંપનીએ હજુ સુધી શેર વેચવાનું શરૂ કર્યું નથી. ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC ટૂંક સમયમાં કેપિટલ માર્કેટ રેગ્યુલેટર પાસે તેનો ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ સબમિટ કાર્ય છે. LICના શેરનું વેચાણ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હોવાની અપેક્ષા છે. તેણે ડિજીટલ પેમેન્ટ્સ કંપની Paytm (One97 Communications)ને પાછળ છોડી દીધી છે જેણે નવેમ્બરમાં રૂ. 18,300 કરોડ એકત્ર કર્યા હતા.

આ ઓફર સરકાર દ્વારા સંપૂર્ણપણે ગૌણ શેર વેચાણ હશે જે હાલમાં વીમા કંપનીમાં 100 ટકા હિસ્સો ધરાવે છે. LICનું મૂલ્ય 11 ટ્રિલિયન ડૉલરથી 12 ટ્રિલિયન ડૉલરની વચ્ચે હોઈ શકે છે. અહેવાલ મુજબ શેરના વેચાણની દેખરેખ રાખતા એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે જણાવ્યું હતું કે તેમના IPOની નજીકમાં મૂલ્યાંકન નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો : સારા સમાચાર : કેન્દ્ર સરકારે ક્રૂડ પામ ઓઈલ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી, ખાદ્યતેલના ભાવ ઘટશે અને લોકોને રાહત મળશે

આ પણ વાંચો : પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારો છો? અહીં 3000 કરતાં પ્રોપર્ટીનું સસ્તી કિંમતે વેચાણ થઇ રહ્યું છે, માત્ર એક દિવસ મળશે તક

g clip-path="url(#clip0_868_265)">